________________
અસંખ્યાતી અવસરપિણી એટલે અસંખ્યાતા કાલચક્રો સુધીની અથવા સીત્તેર કોટાકોટી સાગરોપમ કાળ સુધીની હોય છે. જયારે ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા જીવો આઠ ભવ કરી શકે છે પછી અવશ્ય યોનિ બદલાઇ જાય છે એટલે કે આઠ ભવ સુધી વનસ્પતિમાં દશ હજાર વરસના આયુષ્ય રૂપે ઉત્પન્ન થાય મરે પાછો ફરીથી ઉત્પન્ન થાય એમ આઠવાર ઉત્પન્ન થાય પછી યોનિ બદલે એક અંતર્મુહૂર્ત જઈ આવી ફરીથી આઠ ભવ કરે એવી રીતે પણ અસંખ્યાતા કાળ સુધી જન્મ મરણ કર્યા કરે છે.
જે જીવોને જે જે વનસ્પતિ ખાવામાં વિશેષ ટેસ આવે છે તેના વગર ચાલે નહિ તે જોઇએ જ અને ભાવતું શાક કે વનસ્પતિ આવે તો ખુબ આનંદ થાય. એવી ભાવનાથી એ વનસ્પતિ ખાવામાં આવે તો તે પ્રકારની વનસ્પતિમાં જવાનું કર્મ બંધાયા કરે છે અને અત્યંત આસક્તિથી તેના આયુષ્યના એટલે ભવની પરંપરાનો અનુબંધ બંધાતો હોય તો અસંખ્યાતા કાળ સુધી રખડપટ્ટી કરવી પડે એવો અનુબંધ બાંધ્યા જ કરે છે. માટે જો શક્તિ હોય તો આખી જીંદગી વનસ્પતિનો ત્યાગ કરવા જેવો છે. કદાચ ત્યાગ ન થાય તો આસક્તિ, રાગ વગર જે મલે તેમાં ચલાવતા શીખવું જોઇએ કે જેથી રખડ પટ્ટીરૂપે ભવની પરંપરા વધે નહિ. એક માત્ર કોઠીમડાની છાલ ઉતારી અને વખાણ કર્યા બધાને બતાવી બધાએ વખાણ કર્યા તેમાં આનંદ પામ્યા તો બીજા ભવમાં પોતાના શરીરની ચામડી જીવતા ઉતરી એ ખંધક મુનિની વાત જાણતા નથી ? માટે ખાસ કાળજી રાખવા જેવી છે.
પર્યાપ્તિ-૪. આહાર પર્યાપ્તિ, શરીર પર્યામિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ.
ઉત્પત્તિના પહેલા સમયે ઉત્પન્ન થાય ત્યાં આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવે અને ખલ-રસ રૂપે પેદા કરવાની શક્તિ પેદા થાય તે આહાર પર્યાપ્તિ કહેવાય છે. એ પછી અસંખ્યાત સમય સુધી ખલ રસરૂપે પરિણામ પમાડવાની શક્તિ પેદા કરતાં કરતાં રસવાળા પુદ્ગલોનો સમુદાય એકઠો થયો હોત તેમાંથી શરીર પર્યાપ્તિ પ્રાપ્ત થાય છે ત્યાર પછી અસંખ્યાત સમય સુધી આહારને ગ્રહણ કરી રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરી તેમાંથી જે શક્તિ પેદા થાય છે તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે અને તેના પછી આહારના પુદગલોને ગ્રહણ કરી રસવાળા પુદ્ગલોના સમુદાયને ભેગો કરી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવવાની શક્તિ પેદા કરે છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે. આ રીતે ચાર પર્યાપ્તિઓ હોય છે.
પ્રાણ-૪. આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ પ્રાણ.
બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિ કાયનું આયુષ્ય જયારથી ઉદયમાં આવે ત્યારથી આયુષ્ય પ્રાણ શરૂ થાય છે. શરીર પર્યાપ્તિ પૂર્ણ થયે કાયબલ પ્રાણ શરૂ થાય છે. કાયબલનું કાર્ય એ છે કે જગતમાં રહેલ ગ્રહણ યોગ્ય ઔદારિક વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવી અને વિસર્જન કરવાની શક્તિ પેદા કરવાનું હોય છે. સ્પર્શેન્દ્રિય, ઇન્દ્રિય પર્યામિ પૂર્ણ થાય ત્યારે પેદા થાય છે આ પ્રાણનું કાર્ય સ્પર્શેન્દ્રિયના આઠ અનુકૂળ વિષયોમાં આનંદ અને પ્રતિકૂળમાં નારાજી કરતો કરતો સંસાર વધારવાનું કાર્ય કરે છે. શ્વાસોચ્છવાસ પર્યામિ પૂર્ણ થયે શ્વાસોચ્છવાસ પ્રાણ પેદા થાય છે તે જ્યાં સુધી પોતાનું આયુષ્ય હોય ત્યાં સુધી આ ચારે પ્રાણોના સહાયથી પોતે જીવે છે.
Page 52 of 234