________________
મલ્યા કરે. કે જેથી જીવ પોતે પોતાની સંપૂર્ણ શક્તિને પેદા કરી સંપૂર્ણ શક્તિવાળો બની જાય. આ માટે મળેલી શક્તિનો ઉપયોગ કરવાનો છે.
ત્રસ જીવોના મુખ્ય ચાર ભેદો હોય છે :(૧) બેઇન્દ્રિય (૨) તે ઇન્દ્રિય (૩) ચઉરીન્દ્રિય (૪) પંચેન્દ્રિય
બેઇન્દ્રિય જીવોનું વર્ણન
શંખ, કોડા, ગંડોલા, જલો, ચંદનગ, અલસીયા અને લાળીયા જીવો ઇત્યાદિ બેઇન્દ્રિય જીવો કહેવાય છે. આ જીવ રૂપે મોટા ભાગના જીવો એકેન્દ્રિય પણામાંથી બેઇન્દ્રિય પણા રૂપે ઉત્પન્ન થાય છે માટે જ્ઞાનીઓ કહે છે કે જીવોને એક સ્પર્શેન્દ્રિય અનાદિકાળથી મળેલી હોય છે તેમાં અકામ નિર્જરા કરી દુઃખ વેઠીને પુણ્યને એકઠું કરે અર્થાત્ પુણ્યનો સંચય કરેલો હોય ત્યારે જીવને બીજી રસનેન્દ્રિય પ્રાપ્ત થાય છે. આથી આ જીવોને બેઇન્દ્રિયો હોય છે. (૧) સ્પર્શેન્દ્રિય અને (૨) રસનેન્દ્રિય. આ બેઇન્દ્રિય પ્રાપ્ત થાય છે તેની સાથે આ જીવોનો જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ એકેન્દ્રિય જીવો કરતાં ઘણો જ વિશેષ હોય છે પણ આ જીવો અનાદિનાં સંસ્કાર સાથે લઈને આવેલા હોવાથી એ સંસ્કારને દ્રઢ કરવા માટે જ પોતાની મળેલી ઇન્દ્રિયોનો ઉપયોગ કરતો જાય છે. શું ઉપયોગ કરે છે?
જ્ઞાનીઓ કહે છે કે એકેન્દ્રિયપણામાં આ જીવ આહારના પુદ્ગલો ગ્રહણ કરતો હતો તે સ્પર્શેન્દ્રિયથી કરતો હતો હવે એને રસનેન્દ્રિય મળેલી હોવાથી આહારના પુદ્ગલોનું ગ્રહણ રસનેન્દ્રિયથી કરતો જાય છે એના કારણે શું થાય છે? પહેલા સ્પર્શેન્દ્રિયથી ગ્રહણ કરાતા પુદ્ગલોમાં અનુકૂળતા અને પ્રતિકૂળતા કેટલી જોવાતી કે અનુકૂળતા મલે તો રાજીપો અને પ્રતિકૂળતા મલે તો નારાજી થતી. હવે આ રસનેન્દ્રિયના પ્રતાપે ભૂખ લાગેલી હોય, આહારના પુદ્ગલો મળેલા હોય તો પણ પોતાની રસનેન્દ્રિયને એટલે જીભને સ્વાદમાં અનુકૂળ લાગે તો જ ઉપયોગ કરશે અર્થાત ખાશે, નહિ તો તે ભૂખ્યોને ભૂખ્યો બીજા આહારની શોધમાં જશે અને અનુકૂળ લાગશે એટલે રસનેન્દ્રિયને એ આહારના પુદ્ગલો અનુકૂળ લાગશે તો સારી રીતે રાગ પૂર્વક તેને ખાઈ જશે અર્થાત્ ઉપયોગ કરશે. આ સ્વભાવનો સંસ્કાર આ રસનેન્દ્રિય એટલે બીજી ઇન્દ્રિય પેદા થતાં જ જીવને પેદા થાય છે અને આ સંસ્કાર જલ્દીથી દ્રઢ થાય છે. આથી જ એટલે આ કારણને લઈને જ આ જીવોનો રાગ અને દ્વેષ એકેન્દ્રિય જીવો કરતાં વિશેષ થતો હોવાથી સામાન્યથી આ જીવો એકેન્દ્રિય જીવો કરતાં પચ્ચીશ ઘણો અધિક કર્મ બંધ સમયે સમયે કર્યા જ કરે છે. એટલે કે એકેન્દ્રિય જીવો મોહનીય કર્મનો એક સાગરોપમ જેટલો બંધ કરતા હતા જ્યારે પુણ્યોદયથી મળેલી એક ઇન્દ્રિયની અધિકતાને કારણે જે સંસ્કાર પોષાય છે તેથી મોહનીય કર્મનો ૨૫ સાગરોપમ જેટલો કર્મબંધ સમયે સમયે કર્યા જ કરે છે.
વિચાર કરજો . જે જીવોને અહીં મનુષ્યપણામાં ખાવા પીવાના પદાર્થોને ચાખી ચાખીને ખાવાની ટેવ હોય અને એ સંસ્કાર સાચવીને જ પોતાનું જીવન જીવતા હોય તો સમજવું કે આ સંસ્કાર બેઇન્દ્રિયપણામાં ખુબ દ્રઢ કરીને આવેલા છીએ અને પ્રાયઃ કરીને અહીં મનુષ્યપણામાં ત્યાંથી આવેલા છીએ અને પાછા એજ સંસ્કાર
Page 68 of 234