________________
સુધી ફેલાવે છે. કીડીઓ પોતાના કદના અનેક જીવોનો તે ખોરાક છે. કીડીઓ નાના જીવોના મૃતદેહો પૈકી નેવું ટકાને આરોગી જાય છે. આ રીતે તે પર્યાવરણને સ્વચ્છ રાખવાની ઘણી મોટી કામગીરી કરે છે. જીવોની ઉત્ક્રાંતિની જે સાંકળ છે તેમાં કીડી મહત્વનો અંકોડો છે. કીડી એકલી કાર્યકારી દળ નથી પરંતુ તેની આખે આખી કોલોની કાર્યકારી દળ છે. આ સૂક્ષ્મ જંતુની સામાન્ય શક્તિનું કારણ તેનું સામાજિક તંત્ર છે. કીડીઓ એકલી રહેતી નથી તે એકલદોકલ હોતી નથી. તેની કોલોની-વસાહતો હોય છે. આ વસાહતોનું સમગ્ર તંત્ર કીડીઓની રાણીની આસપાસ ગોઠવાયેલું હોય છે. રાણીનું કામ કીડીઓને જન્મ આપવાનું છે જેથી વંશવેલો ચાલુ રહે અને નવી નવી વસાહતો-કોલોનીઓ નિર્માણ થતી રહે. દરેક વસાહતમાં રાણી તો હોય જ અને તેની આસપાસ જાણે કે કિલ્લેબંધી હોય છે રાણી ઉપરાંત આ વસાહતોમાં અસંખ્ય કીડીઓ હોય છે. આ અસંખ્ય કીડીઓ આમતો માદાઓ હોય છે. પરંતુ આ માદાઓને પ્રજનન અંગો હોતા નથી. તેમ માદા હોવા છતાં તે શિશુ-કીડીને જન્મ આપવા સમર્થ નથી. તેમનું કામ પોતાની રાણી અને વસાહત માટે સખત પરિશ્રમ કરવાનુ છે. તેમનામાં એવું તો ઝનૂન હોય છે કે પોતાની રાણી અને વસાહત માટે પોતાનું જીવન સમર્પી દેવા પણ સતત તૈયાર હોય છે. પોતાની વસાહતમાં જ આ કીડીઓનું એક તંત્ર કામ કરતું હોય છે. તેમાં ખોરાકની ભાળ મેળવવાનું, ખોરાક લઈ આવવાનું, સૈનિકોની જેમ પોતાની રાણી અને વસાહતનું રક્ષણ કરવાનું, વસાહત રચવાનું, સેવા-ચાકરી કરવાનું વગેરે વગેરે અનેક કામ કરવા માટે કીડીઓનું તંત્ર કામ કરતું હોય છે. આ તમામ કીડીઓનો એકમાત્ર ઉદ્દેશ એ હોય છે કે ગમે તે ભોગે પોતાની રાણીનું રક્ષણ તથા ભરણપોષણ કરવું.
ઉત્તર આફ્રિકામાં એક કીડીની જાત છે જે સરેરાશ માત્ર છ દિવસ જ જીવે છે. તે દરમ્યાન તો કોઇને કોઇનો તો શિકાર થઇ જાય છે. પરંતુ તે પહેલા પોતાના વજનથી પંદર વીસ ગણા વજનનો ખોરાક પોતાની વસાહત ભેગો તે કરી લે છે. આ રીતે પોતાનું જીવન સાર્થક કરે છે.
મલેશિયામાં કીડીની એક એવી જાત થાય છે તેમાં જેના શરીરમાં પ્રજનન અંગો નહિ હોવાના કારણે જગ્યા ખાલી રહે છે તેમાં કુદરતે એવું જીવ-રાસાયણિક દ્રવ્ય ભરેલું હોય છે જેનો ઉપયોગ શસ્ત્ર તરીકે થાય. તેના સમગ્ર શરીરમાં એક છેડેથી બીજે છેડે પહોંચે તેમ વિષ ભરેલી એક સુક્ષ્મ પેશી હોય છે. પોતે મરતા મરતા વિષનો વરસાદ કરે છે. વળી સાથે સાથે અન્ય પેશીઓમાંથી એવું પણ રસાયણ છોડે છે જે અન્ય કીડીઓને દુશ્મનના હુમલાનો સંદેશો પહોંચાડે છે. “અબ ખુશ રહેના દેશને પ્યારો, અબ હમતો સફર કરતે હૈ”
- દક્ષિણ બ્રાઝિલમાં જેનો ઉદ્ભવ થયો છે તેવી એક કીડીને જલતી કીડી (ફાયર એન્ટ) કહે છે. આ કીડી પોતાના સ્વ-બચાવમાં ડંખે છે ત્યારે એવું વિષ ઠાલવે છે કે ડંખની જગ્યાએ ગરમાગરમ સૌય ભોંકાઇ હોય તેવી તીવ્ર બળતરા થાય છે. આ કીડીઓ પૈકી એકાદ કીડી છુટી પડી જાય અને પોતાના વસાહતને ખોરાક પૂરો પાડી શકે તેવા જંતુની ભાળ મળી જાય તો તેને ઉંચકવા અન્ય કીડીઆને બોલાવવા રહેઠાણ તરફ દોટ મૂકે છે. આ ખોરાક સુધીનો માર્ગ પારખી શકાય તે માટે એક રસાયણ છોડે છે. આ રસાયણને અતિ સૂક્ષ્મ માત્રામાં છોડે છે. આ સૂક્ષ્મ માત્રા પણ એટલી બધી સૂક્ષ્મ હોય છે કે તેનું વજન એક મિલિગ્રામનો અબજમો ભાગ જેટલું થાય તેની એક લાંબી અને પાતળી લંબ વર્તુળાકાર ધુમ્રસેર રચાય છે. અન્ય કીડીઓ આ ધુમ્રસેર જેવા લંબ વર્તુળ આકારને વાદળમાં થઈને રસ્તાની પરખ મેળવતી મેળવતી ખોરાક પાસે પહોંચે છે. ખોરાક પાસે પહોંચવા
Page 73 of 234