________________
મુડમાં અત્યંત ઉત્તેજના અનુભવતી આ કીડીઓ શિસ્તબધ્ધ કુચ કરતી વીંછી જેવા જીવોને પકડે છે, બીજી કીડીઓને પકડે છે. ક્યારેક તો ગરોળી અને સાપને પણ કરડે છે અને તેના પર તુટી પડે છે અને ફોલી ખાય છે. ઘડીમાં તો બઘડાટી બોલી જાય છે અને ભાગદોડ મચી જાય છે. કોઇ વિચિત્ર અવાજો કરતી કીડીઓની આ વણઝાર આગળ વધે અન માર્ગમાં આવતાં જીવોને સ્વાહા કરી જાય છે. કેટલાક કલાકોની ધમાચકડી પછી કીડીઓનું આ લશ્કર થંભે છે. અને પોતાના પડાવ ભણી પાછું ફરે છે. આવી શિસ્ત, આવું સંકલન અને આવું ઝનૂન વાઇલ્ડ લાઇફની દુનિયાનો અદ્ભુત નજારો પેદા કરે છે. પાનડાઓ કાપતી કીડીઓની આ જમાતનો ખોરાકનો મોટેભાગ શાકાહાર છે. તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. આ જમાત પોતાના ખોરાક માટે ‘ ફુગ ' ઉપાડે છે. અમેરિકા ખંડના લુઇ સિયાના આર્જેન્ટિનામાં વસવાટ આ પાનડાઓ કાપતી- ‘ લીફકટર ’ કીડીઓ પાનડાના ટુકડાઓ અને ફુલોના ટુકડાઓ ઉંચકી ઉંચકીને ભેગા કરે છે જ છોડવાઓના પાનડા તે કાપે છે તેમાં એવા રસાયણો છે જે તે કીડીઓ માટે ઝેરી હોય છે. વળી કીડી માટે તે પાનડા કાપવા પણ અત્યંત કઠીન હોય
છે. આથી આ પાનડાઓને કાપવાથી માંડી તેમાંથી ‘ સ્વાદિષ્ટ ’ ફુગ બનાવવા સુધીની પ્રક્રિયા માટે પોતાની જમાતમાં આખી એક વર્ણવ્યવસ્થા ઉભી કરી છે. બાગાયતનું કામ કરતી નાનકડી કીડીઓ પાનડા અને ફુલોના ટુકડાને ઝીણાં ઝીણાં ટુકડામાં રૂપાંતર કરે છે. તેથી પણ નાની કીડીઓ તેમાંથી લોંદા જેવો ‘ પલ્પ ’ (ગર) બનાવે છે. આ લોંદા જેવા ગરને અગાઉથી ભેગા કરેલ સડતાં શાકભાજીના નાનકડા ઢગલા પર નાખે છે. તેના પર ખાઇ શકાય તેવી ફુગના બટકણાં તાંતણાને રોપે છે. આ રીતે ફુગને ઉગાડે છે અને પછી જે નવો ફાલ ઉતરે તે વસાહતના સભ્યોને વહેંચે છે. બધાં આ ‘ સ્વાદિષ્ટ ’ ફુગને આરોગે છે.
કેટલીક કિસ્સામાં દશ લાખથી પણ વધારે કીડીઓ હોય છે. આવી વસાહત દશ દશ વર્ષ સુધી ટકે છે અને જમીનમાં વીસ ફુટ નીચે જતાં ‘ ઓરડાઓ’ અને ‘ ગેલેરી ’ વાળા દરમાં વસે છે. કીડીઓમાં પણ સહકારી પ્રવૃત્તિ કેવી ફુલે ફાલે છે તેનું આ દ્રષ્ટાંત છે. કીડીઓની વસાહત તો એક કિલ્લો હોય છે. તેમાં સૈનિકો હોય છે. બાંધકામના કારીગરો હોય છે. પરિચારિકાઓ હોય છે અને અન્ય તજજ્ઞો હોય છે. તે બધાનું એક જ ધ્યેય હોય છે. રાણીને બચાવવી અને પ્રજનન કરાવતી રાખવી જેથી કીડીઓની નવી નવી વસાહતો બનતી રહે.
ܕ
કેટલીય રીતે માનવજાત અને કીડીઓની જાત વચ્ચે સામ્ય છે. ઉત્ક્રાંતિવાદની જબરજસ્ત સફળતાના બંને દ્રષ્ટાંતો છે.
આના ઉપરથી વિચારો કે તેઇન્દ્રિય પણામાં રહેલી કીડી જેની હેતુવાદોપ દેશિકી સંજ્ઞા કે વર્તમાન કાલીન જ જ્ઞાન યાદ રાખી શકે ભૂત અને ભાવિનો વિચાર ન કરી શકે તો પણ આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા એ ચાર સંજ્ઞાઓ જ્ઞાનિ ભગવંતોએ કહેલી છે તેની કેટલી બધી ખિલવટ હોય છે કે એજ વિચારોમાં ઓતપ્રોત બનીને પોતાનું જીવન જીવી રહેલી હોય છે. આજ રીતે તેઇન્દ્રિયના દરેક જીવો માટે સમજવું. આ સંસ્કારો લઇને મનુષ્યપણામાં આવે તો અહીંપણ આવા સંસ્કારો ઉદયમાં આવતા ક્રુર અને ઘાતકી પરિણામો બને તેમાં કાંઇ નવાઇ જેવું નથી જને ? માટે મળેલી ઇન્દ્રિયોને સાર્થક કરવા જરૂર પ્રયત્ન કરવો જોઇએ.
Page 75 of 234