________________
જીવો ઉત્પન્ન થતા નથી કારણકે દેવતાઓના શરીરો સ્વચ્છ અને પરસેવાથી રહિત હોય છે. માટે ઉત્પન્ન થતા
નથી. આ જીવોને વિષે પાંચ દ્વારોનું વર્ણન. (૧) શરીર- જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું શરી૨ હોય છે. અને ઉત્કૃષ્ટથી બાર યોજનની કાયા હોય છે. આ બાર યોજનની કાયાવાળા મોટે ભાગે અઢીદ્વીપની બહારના ભાગમાં હોય છે કોઇકવાર ચક્રવર્તીઓ વિદ્યમાન હોય અને તેઓનું છઠ્ઠું કરોડ પાયદલ હોય છે તે બધાયનું આયુષ્ય એક સાથે પૂર્ણ થવાનું હોય તો આવા જીવો આસાલિક બેઇન્દ્રિય રૂપે થાય છે તે જમીનમાં બાર યોજનની કાયાવાળા ઉત્પન્ન થઇ જમીનની અંદર પેદા થતાં જમીન ફોડી એક અંતર્મુહૂર્તના આયુષ્યવાળા હોય છે તે પોતે મરણ પામી જાય છે અને જમીન જે ફૂટેલી હોય છે તેના ઉપર બરાબર બાર યોજન સુધીમાં છન્નુ કરોડ પાયદલ આવે કે તરતજ તે જમીન બેસી જાય અને આ બધા એક સાથે મરણ પામી જાય છે આવું પણ બને છે માટે એવા વખતે મનુષ્ય લોકમાં આવા બાર યોજનની કાયાવાળા જીવો ઉત્પન્ન થઇ શકે છે.
(૨) આયુષ્ય જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને
ઉત્કૃષ્ટથી બાર વરસનું હોય છે. શંખ વગેરે દરિયામાં-સમુદ્રોમાં પેદા થયેલા હોય અથવા આવા આસાલિક જેવા જીવો પેદા થયેલા હોય તો તે ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે ત્યાં જીવી શકે છે, મોટાભાગના મનુષ્યલોકની બહાર હોય.
સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવની અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ભવો અથવા અસંખ્યાતા ભવો સુધીની હોય છે. કારણકે ત્રસકાયની કાયસ્થિતિ બે હજાર સાગરોપમની કહેલી છે. માટે કોઇ બેઇન્દ્રિય જીવ ઉત્પન્ન થઇ એક હજાર સાગરોપમ સુધી બેઇન્દ્રિય પણે ઉત્પન્ન થયા કરે અને પછી એક ભવ પંચેન્દ્રિયનો કરી પાછો બેઇન્દ્રિયપણામાં ઉત્પન્ન થઇ એક હજાર સોગરોપમ ફરીથી જન્મ મરણ કરે એમ બે હજાર સાગરોપમ થઇ શકે છે. પણ જઘન્ય જઘન્ય આયુષ્યમાં, જઘન્ય મધ્યમ આયુષ્યમાં મધ્યમ મધ્યમ આયુષ્યમાં બને છે. પણ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા આઠ ભવો કરી શકે પછી અવશ્ય યોનિ બદલાય છે. તેમાં કોઇ જીવ આઠભવ બેઇન્દ્રિયના એક ભવ તેઇન્દ્રિયનો પાછા આઠભવ બેઇન્દ્રિયના એકભવ તેઇન્દ્રિયનો એમ કરતાં કરતાં એક હજાર
સાગરોપમ કાળ પસાર કરી શકે છે. આ બધાયમાં આપણે રખડીને આવેલા છીએ પણ યાદ આવે છે ખરૂં?
પર્યાપ્તિ- પાંચ હોય છે. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્ત, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અને ભાષા પર્યાપ્તિ. તેમાં જે અપર્યાપ્તાવસ્થામાં મરણ પામવાવાળા જીવો હોય તે પાંચમી પર્યાપ્ત અધુરી અવશ્ય મરણ પામે છે તે પૂર્ણ કરતા નથી. અને જે પર્યાપ્તા થવાના હોય છે તે પાંચમી પર્યાપ્તિ પણ પૂર્ણ કરે છે પછી પોતાનું ભોગવાનું આયુષ્ય જ્યારે પૂર્ણ થાયપછી મરણ પામે છે.
ઉત્પત્તિના પહેલા સમયે આહારને ગ્રહણ કરી પરિણમાવે એટલે ખલ અને રસરૂપે પરિણામ પમાડવાની શક્તિ પેદા કરે તે આહાર પર્યાપ્તિ. અસંખ્યાત સમય સુધી રસવાળા પુદ્ગલોને બનાવી સમુદાય ગત સંગ્રહ કરે તેમાંથી જે શક્તિ પેદા કરે તે શરીર પર્યાપ્તિ. અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલોથી જે શક્તિ પેદા કરે તે ઇન્દ્રિય પર્યાપ્તિ. અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલો માંથી રસવાળા પુદ્ગલોના સંગ્રહથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને લેવાની શક્તિ પેદા કરે તે શ્વાસોચ્છવાસ પર્યામિ અને ત્યાર પછી અસંખ્ય સમય સુધી આહારના પુદ્ગલોમાંથી રસવાળા પુદ્ગલોનો જે સંગ્રહ કરેલો હોય
Page 70 of 234