________________
પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાય જીવોને કેટલી વેદના હોય છે એ જણાવે છે.
સામાન્ય રીતે કોઇ રાજાનો દીકરો જુવાનવય પામેલો હોય અને પોતે ઘોડા પર બેસીને રાજપોષાક પહેરીને યુવરાજ તરીકે ફરતો હોય અને લોકોનું માન સન્માન મેળવતો હોય તથા પાંચ ઇન્દ્રિયના સુખોને સારી રીતે ભોગવતો હોય જેને જીવન દુઃખ કોને કહેવાય દુઃખ શું ચીજ છે તે ખબર નથી એવો મિત્રોની સાથે શિકાર કરવા માટે જંગલમાં જતો હોય અને આનંદ પામતો હોય તેવામાં અચાનક રાજાનું મૃત્યુ થતા મંત્રીઓએ યુવરાજને રાજગાદી પર બેસાડી રાજ્યાભિષેક કરી રાજા બનાવ્યો છે તેમાં દુશ્મન રાજાને ખબર પડી કે રાજા ગયો અને તેમનો દીકરો રાજા બનેલ છે માટે જાસૂસી કરનારા માણસોને મોકલી રાજ્ય કઇ રીતે લેવું તે તપાસ કરાવી તેમાં એ વાત જાણવા મલી કે આ રાજા જંગલમાં રોજ શિકાર કરવા જાય છે અને પાંચસો મંત્રીઓ તેની રક્ષા કરે છે. તે રાજાએ પોતાના લશ્કરના માણસોને દૂર ગોઠવી રાખ્યા છે. એકવાર હરણની પાછળ દોડતાં દોડતાં ઘોડા ઉપર આગળ નીકળી ગયો મંત્રીઓ પાછળ રહી ગયા તેમાં લશ્કરના માણસોએ રાજાને જોયો ચારે બાજુથી ઘેરી લીધો અને દુશ્મન રાજાને સમાચાર આપ્યા તે પણ ત્યાં જલ્દીથી હાજર થયો. નવો જુવાન રાજા દુશ્મન રાજાને કહે છે તું મને જીવતો છોડ આ બધું તારા નામે લખી આપું. દુશ્મન રાજાએ ના પાડી. અને તે વખતે લાકડીના માર, ચાબુકના માર, હન્ટરના માર વગેરે પડતા જાય તેમાં તેના ઉપર મીઠાના પાણી અને મરચાના પાણી છંટાતા જાય તો તે વખતે વેદના કેટલી થાય ? આ જે વેદના થાય તેના કરતાં અસંખ્યાત ગુણી અધિક વેદના સમયે સમયે આ જીવોને ચાલુ જ હોય છે. તે સિવાયની વેદનામાં કોઇ કાપે, છેદે, પથ્થર મારે, શેકે ઇત્યાદિ વેદના તો જુદી જ હોય છે. આટલી વેદના સતત ચાલુ રહે તેમાં રાગાદિ પરિણામ જે પ્રમાણે ચાલે તે પ્રમાણે કર્મબંધ થયા જ કરે છે. જ્ઞાની ભગવંતો કહે કે આ પ્રત્યેક જીવોને સ્પર્શ કરવાથી એટલે કે અડકવાથી અરે આ ઝાડના પાનને અડકવાથી નેવું વરસની ઘરડી ડોશી જેની આંખો ઉંડી પહોંચી ગઈ હોય, શરીરમાં કરચરીઓ વળી ગઇ હોય, કંધ વળી ગઇ હોય, લાકડીના ટેકે ચાલતી હોય તેવી ડોશીને કોઈ જુવાન નિરોગી માણસ તેના બરડામાં જોરથી મુક્કો મારે તેમાં તેને જેટલી વેદના થાય એટલી વેદના સ્પર્શ કરવાથી થાય છે. માટે બહુજ ધ્યાન રાખવાનું છે જો આપણે દુઃખ આપીએ તો આપણને દુઃખ મલે કોઇને સુખ આપીએ તો સુખ મલે આથી આ જીવોને જાણીને ઓળખીને દુઃખ ઓછું અપાય એની કાળજી રાખી જીવન જીવશું તો વહેલામાં વહેલા નિરાબાધ પણાવાળું મોક્ષનું સુખ જલ્દીથી પામીશું માટે આ જાણી જલ્દી મોક્ષના સુખને પામીએ એ અભિલાષા.
આ રીતે એકેન્દ્રિય એટલે સ્થાવર જીવોનાં બાવીશ ભેદોનું વર્ણન થયું બાવીશ ભેદોના નામો આ પ્રમાણે હોય છે.
(૧) સૂક્ષ્મ અપર્યાપ્તા પૃથ્વીકાય (૨) સૂક્ષ્મ પર્યાપ્તા પૃથ્વીકાય (૩) બાદર અપર્યાપ્તા પૃથ્વીકાય (૪) બાદર પર્યાપ્તા પૃથ્વીકાય (૫) સૂક્ષ્મ અપર્યાપ્તા અપકાય (૬) સૂક્ષ્મ પર્યાપ્તા અપકાય (૭) બાદર અપર્યાપ્તા અપુકાય (૮) બાદર પર્યાપ્તા અપૂકાય
Page 53 of 234