________________
(૧૨) કુહણ = બિલાડીના ટોપ ભૂમિ ભેદી બહાર નીકળે તે. બીજા અનેક ભેદો હોય છે. વર્ણ પ્રમાણે તેના અનેક પ્રકાર હોય છે.
ગુચ્છ વગેરેના મૂળ । આદિ છએ અવયવો, સંખ્યાત જીવોવાળા હોય છે. પુષ્પો બે પ્રકારના હોય છે. (૧) જલરૂહ (૨) સ્થળ રૂહ તે દરેકના બબ્બે ભેદ
(૧) નાળ બધ્ધ (૨) વૃંતબધ્ધ વળી પદ્મ, ઉત્પલ, નલીન, સૌગંધિક, સુભગ, કોકનંદ, અરવિંદ, શતપત્ર, સહસ્ર પત્ર આ પુષ્પોના વૃંત તથા સકેસર બાહ્યદળ એક જીવના છે તેના અંતર્દળ કેસો અને બીયા પ્રત્યેક પૃથક્ પૃથક એક જીવવાલા છે. શેલડી, ઇક્ષુ, વાંસ, તડ વગેરેમાં પર્વ-સાંધો અક્ષિ-ગાંઠ પરિમોટક, પર્વ ઉપરનું ચક્રાકાર વેષ્ટન આ પ્રમાણે એક જીવના હોય છે અને પત્રે પત્રે એક જીવ હોય છે.
વનસ્પતિની છ મૂળ જાતિ- (૧) અગ્રબીજવાલી (૨) મૂળ ઉત્પન્ન (૩) પર્વયોનિક (૪) સ્કંધથી ઉત્પન્ન થયેલ (૫) બીજોત્પન્ન (૬) સમૂચ્છિમ તૃણ વગેરે. મુખ્ય વલ્લી ચાર છે તેના ચારસો પ્રકાર છે.
લતા આઠ છે તેના આઠસો પ્રકાર છે.
હરિતકી લીલતરી ત્રણ પ્રકારે હોય છે. (૧) જળોત્પન્ન (૨) સ્થલોત્પન્ન અને (૩) ઉભયોત્પન્ન આ ભેદોનાં અવાંતર ત્રણસો ભેદો છે. વૃંતબધ્ધ વૃંતાકાદિ ફળો અને નાળ બધ્ધ ફળો હજાર હજાર પ્રકારે હોય છે. વનસ્પતિના સાત અંગો સુગંધવાલા છે.
(૧) મૂલઃ- ખસ અને વાળા વગેરનાં (૨) છાલઃ- તજ વગેરેની (૩) કાષ્ટઃ- કાક તુંડનું (૪) રસઃધનસારનો. (૫) પત્રઃ- તમાલ પત્ર (૬) પુષ્પઃ- પ્રિયંગુ વગેરેનાં (૭) ફળ:- એલચી લવંગ જાયફળ વગેરે. આ સાતેના પાંચ વર્ણ, પાંચ રસ અને લઘુ, ઉષ્ણ, મૃદુ, સ્નિગ્ધ આ ચાર સ્પર્શે ગુણાકાર કરતાં સાતસો ભેદો થાય
છે.
૭ X ૫ X ૫૪૪ = ૭૦૦ ભેદો થાય છે.
વ્યવહા૨માં લૌકિક શાસ્ત્રાનુસારે અઢાર ભાર વનસ્પતિ કહેલી છે તે આ પ્રમાણે. દરેક જાતિના એક એક પાન લઇને ભેગા કરે તો અઢાર ભાર થાય તેમાં પુષ્પ વિનાની-૪ ભાર, ફળ પુષ્પવાળી ૮ ભાર અને વલ્લી ૬ ભાર = ૧૮ ભાર છે.
૪ કડવી, ૨ તીખી, ૩ મીઠી, ૩ મધુરી, ૧ ખાટી, ૨ કષાઇ, ૧ વિષમયી અને ૨ નિર્વિષમયી = ૧૮ ભાર થાય છે.
છ કાંટાવાળી, છ સુગંધી અને ૬ નિગ્રંધી = ૧૮ ભાર.
૪ ફૂલ વિનાની, ૮ ફળ વિનાની, ૬ ફળવાળી = ૧૮ ભાર આ શેષ નાગે કહેલી છે.
૩૮૧૧૨૭૨૯૭૦ મણ અથવા ૩૮૧૧૨૧૭૦ મણ નો એક ભાર કહેલ છે.
બીજની યોનિ અવસ્થા અને અયોનિ અવસ્થા એમ બે પ્રકારે હોય છે.
જ્યાં સુધી યોનિનો જેમાંથી નાશ નથી થયો એવું જંતુનું ઉત્પત્તિ સ્થાન તે યોનિ કહેવાય અને તેનો યોનિભૂત તરીકે વ્યવહાર થાય છે એટલે સચિત્ત પણાનો વ્યવહાર થાય છે.
Page 50 of 234