________________
રાખવો જોઇએ એ લાલકણ તે લાલ વર્ણવાળી ફુગ અનંતકાય ગણાય છે પછી એ ઘીનો ઉપયોગ થઇ શકે નહિ તેને સિકામાં મુકી દેવું જોઇએ.
(૫) સફેદ વર્ણવાળી ફુગ- બગડી ગયેલી પાકી કેરી માં સફેદ ડાઘ જોવામાં આવે છે તે પણ સફેદ વર્ણવાળી ફુગ કહેવાય છે. તે શરૂ થયા પછી તેનો ઉપયોગ કરાય નહિ. મીઠાઇઓમાં પણ સફેદ કણ પડી જાય છે તે ફુગ અનંતકાય ગણાય છે તે શરૂ થયા પછી ઉપયોગમાં લેવાય નહિ અને ફેંકાય પણ નહિ તેની જરૂરથી જયણા પાળવી જોઇએ. આજ જે રીતે પ્રથા ચાલે છે તેમાં તો અનંતકાયની વિરાધનાનો ભયંકર દોષ જ લાગે છે તો આ બધા દોષોને જાણીને જ્યાં જ્યાં દોષ લાગતા હોય ત્યાં શક્ય સુધારવાનો પ્રયત્ન કરીને જીવન જીવવા પ્રયત્ન કરવો જોઇએ તો જ અનંતકાયની હિંસાથી બચી શકાય. એવી જ રીતે અનાજમાં પણ સફેદ ફુગની હારમાળા સાથે અનાજ ચોંટી જાય છે તો તેમાં પણ આવું ન બને તેની કાળજી રાખવી જોઇએ.
આ નિગોદના જીવોની ચૌદ લાખ જીવા યોનિ હોય છે તે આ પ્રમાણેપાંચ વર્ણ x બે ગંધX પાંચ રસ X આઠ સ્પર્શ x પાંચ સંસ્થાન = ૨૦૦૦થાય છે.
યોનિ એટલે ઉત્પત્તિ સ્થાન તે હંમેશા પુદ્ગલની બનેલી હોય છે. પુદ્ગલ હંમેશા વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને કોઇને કોઇ આકૃતિ એટલે સંસ્થાન વાળું હોય છે માટે વર્ણાદિનો ગુણાકાર કરતાં ૨૦૦૦ ઉત્પત્તિસ્થાનો પ્રાપ્ત થાય છે તે બે હજારથી ચૌદ લાખને ભાગાકાર કરતાં સાતસોની સંખ્યા પ્રાપ્ત થાય છે તે એમ સૂચવે છે કે ચૌદ રાજલોક રૂપ જગતને વિષે સાતસો ભેદો સાધારણ વનસ્પતિ કાય જીવોના હોય છે તે સાતસો ભેદોને બે હજારે ગુણાકાર કરીએ તો ચૌદ લાખ જીવાયોનિ થાય છે આથી અર્થ એ થાય છે કે સાધારણ વનસ્પતિકાય જીવના એક ભેદને વિષે બબ્બે હજાર ઉત્પત્તિ સ્થાનો હોય છે એવી રીતે સાતસોના દરેકમાં બબ્બે હજારની ઉત્પત્તિ સ્થાનો હોય છે.
સાતસો ભેદો કયા કયા અને કઈ રીતે મેળવવા તે લગભગ મોટાભાગના શાસ્ત્રોમાં મળતાં નથી માટે લખ્યા નથી. (જણાવેલા નથી)
આ જીવોને કોઇ અડે નહિ, કાપે નહિ, શેકે નહિ, તેના ઉપર ચાલે નહિ તો પણ તે જીવોને સમયે સમયે કેટલી વેદાન રહેલી હોય છે તે શાસ્ત્રકારોએ જણાવેલ છે તે અત્રે કહીએ છીએ.
સાતમી નારકીનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીશ સાગરોપમનું હોય છે તેના સમયો અસંખ્યાતા થાય છે. કોઇજીવ સાતમી નારકીના ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે સાતમી નારકીના તેત્રીશ સાગરોપમના જેટલા સમય થાય એટલી વાર ઉત્પન્ન થાય અને તે દરેક વખતની બધી વેદના ભેગી કરીને તેનો જે સરવાળો થાય તેના કરતાં અનંતગણી વેદના આ નિગોદ રહેલા જીવોને સમયે સમયે ચાલુ હોય છે અથવા મનુષ્યના શરીરમાં સાડાત્રણ કરોડ રોમરાજી રહેલી છે તે દરેક રોમ રાજી ઉપર તપાવેલી લાલ ચોળ બનાવેલી લોઢાની સોયો એક સાથે ચાંપવામાં આવે (દઝાડવામાં આવે) અને જે વેદના થાય તેનાથી અનંતગણી અધિક વેદના આ જીવોને સમયે સમયે ચાલુ હોય છે. પણ આ વેદના સુષુપ્ત અવસ્થા જેવી હોય છે. એટલે બે ભાન અવસ્થામાં રહેલા જીવોને જેવી વેદના થતી હોય છે તેવી વેદના આ જીવોને હોય છે. આ જીવોની વેદના નારકીના જીવોની વેદના કરતાં અનંત ગુણી અધિક કહેલી છે. નારકીના જીવોની વેદના વ્યક્ત એટલે સભાન અવસ્થા જેવી કહેલી છે.
Page 47 of 234