________________
હોય છે. આથી એમ કહી શકાય છેકે-એક બિંદુમાં સાતે ના૨કીના જીવો કરતાં અસંખ્યાત ગુણા અધિક અકાયના જીવો રહેલા છે અથવા ચારે નિકાયના દેવોની સંખ્યા કરતાં અસંખ્યાત ગુણા અધિક અકાય જીવો રહેલા હોય છે.
આજે જે રીતે પાણીનો ઉપયોગ થઇ રહ્યો છે તેમાં તો એમ લાગે કે જાણે તેમાં જીવો છે જ નહિ. જરૂરીયાત પાણીના ઉપયોગ કરતાં બીન જરૂરીયાત પાણીનો ઉપયોગ આજે ખુબ જ વધી ગયો છે. જેમકે કોઇ જગ્યાએ ગયા હોય અને પાણી કોઇ આપે તો તેમાંથી પહેલા બે કોગળા કરે પછી બે ઘૂંટ પાણી પીને બાકીનું રહેવા દે અથવા ઢોળી નાંખે તો એનું સ્ટેટસ જળવાય. બધુ પાણી પી જાય તો કેવો લાગે ? આવા વિચારો કરતા થયા છે તેમજ હાથ પગ ધોવા માટે પાણીનો નળ ખુલ્લો રાખીને આજે ઉ૫યોગ થાય છે. આગળના કાળમાં જેટલા પાણીથી હાથ પગ ધઇ શકાતા હોય તેનાથી અધિક પાણી લેતા નહોતા. મંદિરોમાં પણ પગ ધોવના પાણી રખાય છે તે નળી ઉંચે મુકેલી હોય આવનાર ચકલી ચાલુ કરી હાથ પગ ધોઇ કોગળો કરી પછી મંદિરમાં જાય તેમાં જેટલા ઉંચેથી પાણી નીચે પછડાય તેમાં તે અપ્કાય જીવોને જે વેદના થાય એવી વેદના આપણે પણ ભોગવવી પડશે કારણકે સામાન્ય રીતે દુનિયામાં કહેવત છે કે કોઇને આપણે સુખ આપીએ તો આપણને સુખ મલે. કોઇને સુખી કરીએ તો આપણે સુખી થઇ શકીએ અને કોઇને દુઃખ આપીએ તો આપણને પણ જરૂર દુઃખ આવવાનું જ અને દુઃખી થવાના. માટે દુ:ખી ન થવું હોય તો કાળજી રાખીને જીવન જીવવાનો ઉપયોગ રાખવો પડે. વ્હેનોને તો આખો દિવસ ઘરમાં પાણીનો ઉપયોગ કરવાનો ખાસ રહેવાનો તો તેઓએ આ પણ જીવો છે મારા જેવા અસંખ્ય જીવો પાણીમાં રહેલા છે તો આ જીવોનો મારે ઉપયોગ કરવો પડે છે તો તેઓને દુઃખ ઓછું થાય પીડા ઓછી થાય એ રીતે ઉપયોગ કરું એ ભાવના રાખી પ્રયત્ન કરે તો કરી શકે છે. જેમકે પાણી ભરતાં બાલ્ટી નીચે હોય નળ ઉંચે હોય તો પાણી પછડાઇને પડે તો કીલામણા વધે. એવીજ રીતે રાંધણ માટે જયારે તપેલી વગેરે સાધનોમાં પાણી લેવાનું થાય તો તેમાં પછડાય અને અવાજ આવે એ રીતે લે નહિ. તો કેવી રીતે લે ? જેમાંથી પાણી લેવાનું હોય તેમાંથી ગ્લાસ વગેરેમાં લઇ બીજા સાધનમાં તે સાધન ધીમે રહીને મુકીને ખાલી કરે તો કીલામણ ઓછી થાય તે જયણા પાળી કહેવાય. ગરમ પાણીમાં ઠંડુ કાચુ પાણી ભેગું ન કરાય. જેટલું જોઇએ એથી વધારે પાણી લે નહિ. કપડા ધોવા વગેરેમાં, રાંધવા વગેરેમાં, સ્નાનાદિમાં, હાથ પગ વગેરે ધોવમાં બીનજરૂરી પાણીનો ઉપયોગ ન થાય અને તે થતો હોય તો ધીમે ધીમે સદંતર બંધ થાય તેની ખાસ કાળજી રાખવી જોઇએ. આજે જેઓને બાથમાં જવામાં આનંદ આવે છે, ઉનાળામાં બે ત્રણ વાર સ્નાન કરવામાં આનંદ આવે છે, પોતાનું શરીર સ્વચ્છ રહે, જરાય કચરો વગેરે પડે નહિ, બગડે નહિ, એને માટે વારંવાર પાણીનો ઉપયોગ કરીને જીવે છે તેવા જીવોને અહીંથી અટ્કાયમાં જવા લાયક કર્મ બંધાતું જાય છે. જીભને પાણીનો જે સ્વાદ સારો લાગે તેવા ઠંડા પીણા વગે૨ે પીવામાં આનંદ આવતો હોય તો તેમાં જવા લાયક કર્મનો અનુબંધ પડ્યા જ કરે
Page 20 of 234