________________
બીજા સ્થાનેથી મરણ પામીને જીવો તે ઉકાયના આયુષ્ય સાથે ઉત્પત્તિ સ્થાને આવી આહારને ગ્રહણ કરી પરિણમાવી વિસર્જન કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે તે આહાર પર્યામિ ગણાય છે. સમયે સમયે આહારને ગ્રહણ કરતો પરિણમાવતો અસંખ્યાત સમયે જે શક્તિ પેદા કરે છે તે શરીર પર્યાપ્તિ કહેવાય છે ત્યાર પછી અસંખ્યાત સમય સુધી આહારને ગ્રહણ કરતો પરિણમાવતો જે શક્તિ પેદા થાય તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે અને ત્યાર પછી અસંખ્યાત સમય સુધી આહારના પગલોને ગ્રહણ કરતો પરિણમાવતો જે શક્તિ પેદા કરે છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે. આ શક્તિથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસના પુદ્ગલોને ગ્રહણ કરવાનીપરિણાવવાની અને વિસર્જન કરવાની શક્તિ પેદા કરે છે તે જયાં સુધી પોતાનું આયુષ્ય હોય ત્યાં સુધી આ શક્તિથી પોતાનું જીવન જીવ્યા કરે છે.
પ્રાણ-૪. હોય આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ.
(૧) આયુષ્ય પ્રાણ- જે સ્થાનેથી જીવો મરણ પામીને એટલે પોતાનું ભોગવાતું આયુષ્ય પૂર્ણ કરીને તેઉકાય બાદર પર્યાપ્ત રૂપે આયુષ્ય જયાંથી શરૂ કરે છે ત્યાંથી તે જીવો તેઉકાયના આયુષ્ય પ્રાણવાળા કહેવાય છે. આ બાદર પર્યાપ્તા તેઉકાયના આયુષ્ય રૂપે ચદરાજલોકના કોઇપણ આકાશ પ્રદેશ ઉપરથી મરણ પામી આ આયુષ્યના ઉદયવાળો થઇ શકે છે. છતાંય જ્ઞાની ભગવંતો કહે છે કે અઢીદ્વીપ એટલે પીસ્તાલીશ લાખ યોજન જે મનુષ્ય ક્ષેત્ર છે તે મનુષ્ય ક્ષેત્રના કપાટમાં તે તેઉકાયનો જીવ ન આવે ત્યાં સુધી તે તેઉકાય રૂપે ગણાતો નથી એટલે કે પીસ્તાલાખ યોજન રૂપ જે મનુષ્ય ક્ષેત્ર છે તેટલા જ વિસ્તાર વાળું ઉર્ધ્વલોક સુધી અને તેટલાક વિસ્તારવાળ અધોલોક સુધીની જે લાંબી એટલે ચૌદ રાજલોક લાંબી પીસ્તાલીશ લાખ યોજન પહોળી તેમજ તિચ્છ એક રાજ લાંબી બન્ને બાજુની થઇને અને પીસ્તાલીશ લાખ પહોળી એવી ચોકડી આકારવાળો ભાગ કલ્પવો તે કપાટ કહેવાય છે. જીવો તેઉકાય રૂપે જયારે પોતાના સ્થાનમાં ઉત્પન્ન થવા માટે આવે એટલે પ્રવેશ કરે ત્યારથી તે બાદ તેઉકાય રૂપે ગણાય છે તેની પહેલા કોઇપણ ક્ષેત્રમાં આયુષ્યનો ઉદય થયેલો હોવા છતાંય તેઉકાય રૂપે ગણત્રી કરતા નથી. અલ્પકાળ હોવાથી અવિરક્ષીત રૂપે ગણે છે. તે તેઉકાયના ઉદયવાળા જીવોને આયુષ્ય પ્રાણ શરૂ થાય છે.
જયારે એ જીવો ઉત્પત્તિ સ્થાન આવી આહારને ગ્રહણ કરતાં કરતાં શરીર પર્યાપ્તિ પૂર્ણ કરે એટલે કાયબલ પ્રાણ પેદા કરે છે કે જે પ્રાણ ના કારણે જગતમાં રહેલા દારિક વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવી, વિસર્જન કરવાની શક્તિ પેદા કરે છે. ઇન્દ્રિય પર્યાતિ પૂર્ણ થયે સ્પર્શેન્દ્રિય પ્રાણ પેદા કરે છે અને શ્વાસોચ્છવાસ પર્યાતિ પૂર્ણ થયે શ્વાસોચ્છવાસ પ્રાણ પેદા કરે છે અને પોતાનું જેટલું આયુષ્ય હોય તે કાળ સુધી આહાર ગ્રહણ કરી પરિણમાવી પ્રાણોને પુષ્ટ કરીને પોતાનું જીવન જીવે છે.
Page 33 of 234