________________
જેમ બને તેમ ઓછી હિંસાથી જીવન જીવી આત્માનું કલ્યાણ સાધી શકાય છે. આથી કંદમૂળમાં આટલા જીવો રહેલા છે તેની હિંસા માત્ર એક જીભડીના સ્વાદ માટે કરવાની ? ખાવામાં કંદમૂળ સારું લાગે છે જીભને ટેસ આવે છે માટે આટલા જીવોની હિંસા કરીને જીવીએ એ સારું લાગે ? એ ન મલે તો જીવન જીવાય એવું નથી ? ખાવા માટે, જીવન ચલાવવા માટે ઓછી હિંસાથી બનેલી ચીજો પણ મળી શકે છે અને જીવન જીવી શકાય છે. આ કારણથી જૈન શાસનમાં ભારપૂર્વક કંદમૂળ ખાવાનો નિષેધ કરેલો છે. જીવ વિચાર ભણેલા, તેનું જ્ઞાન મેળવી ચૂકેલા પણ જો આ બધી ચીજાના સ્વાદમાં પડે, તેમાં આનંદ માની ટેસ કરે તો સમજવું કે જીવ વિચારનું જ્ઞાન મેળવ્યું છે પણ પરિણામ પામેલું નથી. આથી આ મેળવેલું જ્ઞાન પણ આત્માને કલ્યાણ કરનારું બનવાને બદલે અકલ્યાણ કરનારું થાય માટે તે જ્ઞાન પણ જ્ઞાનીઓએ અજ્ઞાન કહેલ છે. આ કાળમાં આવા અજ્ઞાનીઓ ઘણાં હોય એમાં કાંઇ નવાઇ છે? આપણે શું કરવું, જીવન કેવી રીતે જીવવું અને આત્માનું કલ્યાણ કઈ રીતે સાધી લેવું એ જોઇનેજ જીવન જીવવા જેવું છે તો જ કલ્યાણ થશે. એક શરીરમાં અનંતા જીવો જોયેલા છે. એનાથી આગળ વધીને જ્ઞાનીઓએ કહ્યું છે કે સોયના અગ્રભાગ ઉપર બટાકાનું ગલ લઇએ તે આંખેથી જોઈ શકાય છે માટે તેમાં અસંખ્યાતા શરીરો છે કારણકે આ જીવોનાં શરીરો અસંખ્યાતા ભેગા થાય ત્યારે જ દેખી શકાય બાકી એક શરીર જોઇ શકાતું જ નથી. આથી અસંખ્યાતા શરીરો છે. એ એક એક શરીરમાં ઉપર જણાવ્યા એવા અનંતા જીવો રહેલા છે. એક ગલમાં આટલા જીવો થાય તો આખા બટાકામાં કે આદુમાં કેટલા થાય એ વિચારો. એક આપણા જીવન ખાતર તબીયત બગડી હોય તો તેને સુધારવા ખાતર આટલા જીવની હિંસા કરવી પડે એવું છે? ઓછી હિંસાથી ન જીવાય કે તબીયત ન જ સુધરે ? આ ખાસ વિચારવા જેવું નથી ? એનાથી આગળ વિચારોકે એક શરીરમાં અનંતા જીવ અને એક ગલમાં અસંખ્યાતા શરીર તે દરેકમાં અનંતા અનંતા જીવો તે એક એક જીવના અસંખ્યાતા આત્મ પ્રદેશો કે જે એક આખાય લોકાકાશના આકાશ પ્રદેશો જેટલા છે અને તે એક એક આત્મપ્રદેશો ઉપર જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોના પુદ્ગલોની અનંતી અનંતી વર્ગણાઓ રહેલી છે. આ વાત કેવલજ્ઞાની સિવાય કોણ જોઇ શકે ? આજના વૈજ્ઞાનીકો પણ આ વાત જાણી શકે જ નહિ તેઓ કહી કહીને શું કહી શકે ? થુલ. માટે જ આ બાબતમાં વિચાર કરી જેમ બને તેમ જલ્દીથી આ કંદમૂળનો ઉપયોગ થતો હોય તો બંધ જ કરી દેવો જોઇએ તોજ કલ્યાણનો માર્ગ હાથમાં આવશે. જ્ઞાની ભગવંતોએ રાત્રિ ભોજન જેમ નરકનું દ્વાર છે એમ કહેલ છે તેમ કંદમૂળ-અનંતકાય પણ નરકનું દ્વાર છે એમ કહેલ છે. જો આત્માને નરકમાં રખડપટ્ટીમાં ન મોકલવો હોય તો ચેતી જવા જેવું છે ! આજે જુવાનીયાઓ દલીલ કરે છે કે બધી ચીજો જે પેદા થઇ છે તે ખાવા માટે જ થઇ છે ને? તો શા માટે ન ખાઇએ? તો તેના જવાબમાં જ્ઞાનીઓ કહે છે કે ઝેર પણ ખાવા માટે જ બન્યું છે ને ! તો ઝેર ખાય તો મરી જાય એ વાત ઝેર ખાધા પછી માનો છો? કે કોઇના કહેવાથી માનો છો ? અને બોલો છો ? સામાન્ય માણસ પણ એમ કહે. નાનું છોકરું પણ એમ કહે કે ઝેર ખાય તે મરી જાય. તો અહીં કેવલી ભગવંતોએ પોતાના જ્ઞાનથી વિશેષ હિંસા જોઇ છે અનંતા જીવો જોયા છે અને તેની હિંસા આત્માને કેટલું દુઃખ આપે છે તે જ્ઞાનથી જોયું છે. તો તેની શ્રધ્ધા ન થાય અને એક સામાન્ય લેભાગુ માણસોની વાત ઉપર શ્રધ્ધા થાય? આ વાત બરાબર છે? ઝેર ખાઈને પછી કહો ક ખાવા લાયક ચીજ ખાઇએ તેમાં શું વાંધો ? સાહેબ મરી જવાય ? બસ એવું જ અહીં જ્ઞાનીઓ આ ચીજના
Page 42 of 234