________________
બાદર અપુકાય જીવોના સામાન્ય રીતે ૧૭ ભેદો કહ્યા છે.
(૧) ઠરેલું પાણી (૨) હિમનું પાણી (૩) ધુમ્મસનું પાણી (૪) મેઘરવનું પાણી (૫) ઘાસ ઉપર જામેલું પાણી (૬) કરાનું પાણી (૭) આકાશનું પાણી (૮) ટાઢું પાણી (૯) ઉનું પાણી (૧૦) ખારું પાણી (૧૧) ખાટું પાણી (૧૨) લવણ સમુદ્રનું પાણી (૧૩) મધુર રસ સરખું પાણી (૧૪) દૂધ સરખું પાણી (૧૫) ઘી સરખું પાણી (૧૬) શેલડીના રસસરખું પાણી અને (૧૭) સર્વ રસ સરખું પાણી હોય છે આ સિવાયના બીજા અનેક ભેદો વાળું પાણી જગતમાં હોય છે તે બાદર અપુકાય જીવો કહેવાય છે.
આ બાદર અપૂકાય જીવો અધોલોકમાં જે સાત પૃથ્વીઓ રહેલી છે તે પૃથ્વીઓની પહોળાઇ પૂર્ણ થતાં જ તેને વીંટળાઇને ગોળાકારે ઘનોદધિ રૂપે પાણી રહેલું હોય છે. આ પાણી એટલું બધું ઘન થયેલું હોય છે કે પથ્થર જેવું લાગે એટલું બધું ઘાટું થયેલું હોય છે કે જેથી જેલા ઘી જેવું આ પાણી હોય છે અને તે દરેક પૃથ્વીને આ રીતે વીંટળાઇને રહેલું હોય છે. તથા ભવનપતિના આવાસો રહેલા છે તેમાં રહેલી વાવડીઓ પુષકિરણી વગેરેમાં રહેલું સ્વચ્છ પાણી હોય તે અપૂકાય રૂપે બાદર અપૂકાય રૂપે છે તેમજ જેટલા સમુદ્રો જગતમાં રહેલા છે એટલે કે અસંખ્યાતા સમુદ્રો રહેલા છે. તે દરેક એક હજાર યોજન જેટલા ઉંડા હોય છે. તો તેમાં નવસો યોજનથી નીચેના ભાગમાં સો યોજન નીચે જેટલું પાણી રહેલું હોય તે અધોલોકનું પાણી કહેવાય છે તથા આ જંબુદ્વીપમાં જે મહાવિદેહક્ષેત્ર રહેલું છે તેની પશ્ચિમ દિશાએ ઉત્તર બાજુના જ આઠ વિજયો છે તે હંમેશા ઢાળ પડતા હોય છે તેમાં જે આઠમી વિજય કુબડી વિજય કહેવાય છે તે નવસો યોજનથી નીચેના ભાગમાં આવેલી હોવાથી અધોલોકમાં ગણાય છે તેમાં રહેલું પાણી પણ અધોલોકનું પાણી ગણાય છે.
- તિચ્છ લોકમાં રહેલા અસંખ્યાતા સમુદ્રોમાં રહેલું પાણી, અસંખ્યાતા દ્વીપો માં રહેલ પાણી પહાડોમાં રહેલુ પાણી, વાવ, કૂવા, તળાવ, નદી, સમુદ્રોની ખાડીઓમાં રહેલું પાણી, દ્રહો, કૂડો, ધોધમાં રહેલું પાણી આ બધા બાદર પર્યાપ્તા અપૂકાય રૂપે ગણાય છે. ઉર્વીલોકમાં નવસો યોજનથી ઉંચેના ભાગમાં પાંડુકવન, નંદનવન વગેરેમાં આવેલા દ્રહો, કૂંડોમાં રહેલું પાણી, નદીઓ, તળાવો, ખાબોચીયામાં રહેલું પાણી વગેરે તથા વૈમાનિકના દેવલોકમાં રહેલી વાવડીઓમાં રહેલું પાણી આ બધા પાણીના જીવો બાદર અકાય પર્યાપ્તા જીવો રૂપે ગણાય છે.
વનસ્પતિના પાંદડા પર રાતના ઝાકળ પડેલ હોય તે ઝાકળના પાણીના બિંદુઓ પડેલા હોય છે તે બિંદુઓ પાંદડા ઉપર ચોંટેલા હોય છે. તેમાંનું એક બિંદુ એટલું સૂક્ષ્મ અને ઝીણું હોય છે છતાંય ચર્મ ચક્ષુથી જોઇ શકાય છે માટે તે બિંદુમાં અસંખ્યાતા શરીરો રહેલા હોય છે. તે એક એક શરીરને વિષે એક એક બાદર પર્યાપ્તા અપુકાયના જીવો રહેલા હોય છે. તે એક એક બાદર પર્યાપ્ત જીવોની સાથેને સાથે જ એટલે કે તે શરીરની અવગાહનામાં અસંખ્યાતા લોકાકાશના આકાશ પ્રદેશોની સંખ્યા જેટલા અસંખ્યાતા બાદર અપર્યાપ્તા અપુકાયના જીવો સદા માટે રહેલા
Page 19 of 234