________________
રીતે છ એ કાયની હિંસાનો દોષ લાગે છે. માટે આગળના કાળમાં જયારે લાકડાનો ઉપયોગ થતો હતો ત્યારે એકદમ સુક્કા લાકડા વાપરતા નહિ અને એકદમ લીલા લાલડા પણ વાપરતા નહિ. કારણકે એકદમ સુક્કા સળગ નહિ અને લીલા લાકડામાંથી પાણી છૂટે માટે કાંઇક સુકા અને કાંઇક લીલુ લાકડું હોય તો જ તે ઉપયોગમાં લેવાતું આથી પણ ખ્યાલ આવશે કે જલીય પદાર્થ વગર અગ્નિની યોનિ પેદા થઇ શકતી નથી.
આગળના કાળમાં જ્ઞાન ઓછું હતું પણ અનુભવ જ્ઞાન સમજણ રૂપે બરાબર હતું. ચૂલો સળગાવ ત્યારે બધી રસોઈ કરી ચૂલા ઉપર રસોઇ મૂકી દેતા ચૂલો ઓળવાઇ જાય તો ફરીથી સળગાવતા ન હોતો તે ઠંડી રસોઇ બધાય ખાઇ લેતા હતાં. તે વખતે ગરમ જ જો ઇએ ઠંડુ ભાવે નહિ આવી બૂમો કોઇ પાડતું નહોતું. ઠંડુ ખાવાથી આફરો ચઢી જાય, ગેસ થાય એવું કોઇ બોલતું નહોતું. એ ચૂલો કે સગડી ઓલવાઇ જાય એટલે પાણી નાખી ઠંડી પાડતા નહોતા પણ તે કોલસા એક નાની માટલીમાં ભરી દેતા હતા કારણકે તેમાં કોઇ સળગતો અંગારો હોય તો તે અગ્નિકાયનો જીવ લાંબા આયુષ્યવાળો તેમાં જીવ્યા કરે અને બીજા દિવસે અથવા એ દિવસે જયારે અગ્નિનો ઉપયોગ કરવાનો હોય તો સીધો નવો અગ્નિ સળગાવતા નહિ. પહેલા જે માટલીમાં કોલસા અને અંગારા મુકેલા હોય તેને લાવી ઉંધી પાડીને તેમાં જે સળગતો અંગારો સામાન્ય હોય તેને લઇ તેમાંથી અગ્નિ પેદા કરતા હતા. જો કોઇ ન મળે તો પછી જ નવો અગ્નિ સળગાવતા આનું કારણ એ જણાય છે કે નવો અગ્નિ પેદા કરવામાં વધારે પાપ લાગે અને સળગેલો હોય તેમાંથી સળગાવતાં ઓછું પાપ લાગે એમ લાગે છે. આથી જ આ બધો ઉપયોગ રાખીને જીવન જીવતા હતા. જયારે આજે તો ચૂલા ગયા, સગડીઓ ગઇ, ગેસના ચૂલા ગયા, ગેસના પ્રાયમસ આવી ગયા, ગેસની સગડીઓ આવી ગઈ કે જેના કારણે આ જીવોની હિંસાનું પાપ લાગી રહ્યું છે એ વાતજ મનમાંથી નીકળી ગયેલ છે. આજની વીજળી એટલે ઇલેક્ટ્રીક જેટલી સગવડો વધી એટલો અગ્નિકાયનો ઉપયોગ ખુબજ જો રમાં વધ્યો છે. લાઇટો, પંખા, રેફ્રીજરેટર, એરકંડીશનો, કુલર વગેરે તેમજ ફોન, ટેલીવીઝનો એટલે ટી.વી. વીડીયો કેસેટો, કોમ્યુટરો, કેક્યુલેટરો એ ઇલેકટ્રીકથી ચાલે, સૂર્યના કિરણોથી ચાલે અથવા જનરેટરોથી ચાલે વગેરે જેના જેનાથી ચાલે તે બધા બાદર પર્યાપ્તા તેઉકાય જીવો ગણાય છે. પાવરથી ચાલતા હોય તે પણ. સૂર્યના કિરણોથી ચાલે તે સોલાર કહેવાય છે આથી જ્ઞાની ભગવંતો કહે છે કે લાઇટ પાણીમાંથી ઉત્પન્ન થતી હોવાથી છ કાયની હિંસા પ્રત્યક્ષ દેખાય છે તેમાં લાઇટનું ફોનનું, કેક્યુલેટરનું એક બટન દબાવવાથી છઠ્ઠનું પ્રાયશ્ચિત આવે છે અને બંધ કરતાં અટ્ટમનું પ્રાયશ્ચિત આવે છે કારણ કે ચાલુ કરે ત્યારે યોનિ ચાલુ થાય છે માટે જીવો ઉત્પન્ન થયા કરે છે જયારે બટન બંધ કરે એટલે ઉત્પન્ન થયેલા જીવોનો એક સાથે નાશ થાય છે માટે પ્રાયશ્ચિત વધારે આવે એવી જ રીતે ગેસ ચાલુ કરે તો છઠ્ઠનું અને બંધ કરે તો અટ્ટમનું પ્રાયશ્ચિત આવે છે.
Page 30 of 234