Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 11
________________ પર્યાપ્તિ-૪, આહાર-શરીર-ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ હોય છે તેમાં ચોથી અવશ્ય અધુરી હોય છે. પ્રાણો-૪ આયુષ્ય-કાયબલ સ્પર્શના ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ પ્રાણ હોય છે. કોઇપણ સ્થાનમાંથી મરણ પામીને આ જીવ રૂપે ઉત્પન્ન થાય એટલે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવી જે શક્તિ પેદા કરે તે આહાર પર્યાપ્તિ. આયુષ્ય પ્રાણ એક જ આ પર્યાદિ વખતે હોય છે પછી અસંખ્યાત સમય સુધી આહારને ગ્રહણ કરી પરિણમાવી જે શક્તિ પેદા કરે તે શરીર પર્યાપ્ત. આ પર્યાપ્ત બધા જીવોને એક અંતર્મુહૂર્તની હોય છે તેમાંથી કાયબલ પ્રાણ પેદા કરે છે. પછી અસંખ્યાત સમય સુધી આહારને ગ્રહણ કરી પરિણમાવી જે શક્તિ પેદા કરે તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાપ્તિમાંથી સ્પર્શેન્દ્રિય પ્રાણ પેદા કરે છે. પછી અસંખ્ય સમય સુધી આહારને ગ્રહણ કરતો શક્તિ પેદા કરતો શ્વાસોચ્છવાસ પર્યાપ્તિની શરૂઆત કરે અને થોડી શક્તિ પેદા કરે પરભવનું આયુષ્ય બાંધી તેમાંથી શ્વાસોચ્છવાસ પ્રાણ શરૂ કરીને મરણ પામે છે. આ રીતે ચાર પર્યાપ્ત અને ચાર પ્રાણો થાય છે. યોનિ-પૃથ્વીકાયની સમુદાય રૂપે કહેલી હોવાથી સાતલાખ યોનિ હોય છે. બાદર પર્યાપ્તા પૃથ્વીકાય. શરીર-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું દરેક જીવોનું જુદુ જુદુ હોય છે કારણકે આ જીવો પ્રત્યેક હોય છે. (૨) આયુષ્ય-જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી બાવીશ હજાર વરસનું હોય છે. સ્વકાય સ્થિતિ :- જઘન્યથી એક ભવની હોય છે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી અને અસંખ્યાતી અવસરિપણી કાળ જેટલી હોય છે એટલેકે અસંખ્યાતા કાલચક્રની હોય છે. તેમાં જઘન્ય-જઘન્ય આયુષ્ય રૂપે, જઘન્ય-મધ્યમ આયુષ્ય રૂપે અને મધ્યમ-મધ્યમ આયુષ્ય રૂપે અસંખ્યાતી ઉત્સરપિણી અને અસંખ્યાતી અવસરિપણી જેટલી હોય છે. જયારે ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે આઠ ભવની સ્વકાય સ્થિતિ હોય છે. આવા આઠ આઠ ભવ રૂપે ઉત્પન્ન થઇ વચમાં બીજી કાયમાં જઇને પાછા આઠ આઠ ભવ કરે એવી રીતે પણ અસંખ્યાતા કાળ સુધી ફર્યા કરે છે. દાખલા તરીકે કોઇ દેવતાના જીવને અથવા મનુષ્યના જીવને દેવલોકમાં જે કાંઇ રત્નો, માણેક, મણિ વગેરે પ્રત્યે જોરદાર મમત્વ પેદા થાય એ મમત્વના કારણે તેજ મણિ રત્ન આદિમાં પૃથ્વીકાય રૂપે ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે એટલે બાવીશ હજારના આયુષ્ય રૂપે ઉત્પન્ન થાય ત્યાંથી મરી પાછો ત્યાં જ તેટલા આયુષ્યવાળો બીજો ભવ કરે એમ ક્રમસર આઠ ભવો બાવીશ હજાર વરસના કરે પછી નવમા ભવે એક અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અટ્કાય આદિમાં જઇ ત્યાંથી બાવીશ હજાર વરસનું પૃથ્વીકાયનું આયુષ્ય બાંધી પાછો ઉત્પન્ન થાય ફરીથી આઠ ભવ કરે પાછો એક ભવ અકાયાદિમાં જાય પાછો ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે પૃથ્વીકાયના આઠ ભવ કરે એમ કરતો કરતો અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરરપણી કાળ સુધી રખડ્યા કરે છે. આ રીતે રખડવાનું Page 11 of 234

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 234