Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 10
________________ પુદ્ગલોને ગ્રહણ કરતો પરિણમાવતો અસંખ્યાત સમય સુધી પ્રક્રિયા કરે છે તેમાં જેટલા રસવાળા પગલોનો સંગ્રહ થયેલો હોય છે તેમાંથી એક સ્પર્શેન્દ્રિય બનાવવાની એટલે ઇન્દ્રિય પર્યાપ્તિ કરવાની શક્તિ પેદા કરે છે તેમાંથી સ્પશન્દ્રિય પ્રાણની પ્રાપ્તિ કરે છે અને થોડા થોડા રસવાળા પુદ્ગલોથી કાયબલ પણ પુષ્ટ કરે છે. ત્યાર બાદ અસંખ્યાતા સમય સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરતો જાય છે તેનાથી વચમાં શ્વાસોચ્છવાસ પર્યામિ શરૂ કરે છે અને પરભવનું આયુષ્ય બાંધી શ્વાસોચ્છવાસ પ્રાણ શરૂ કરીને મરણ પામે છે. આ રીતે આ જીવોને ચાર પર્યાપ્તિ અને ચાર પ્રાણો હોય છે. (૧) આયુષ્ય પ્રાણ (૨) કાયબલ (૩) સ્પર્શેન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ પ્રાણ હોય. આ જીવોની યોનિ પૃથ્વીકાયની સમુદાય રૂપે સાત લાખ યોનિ ગણાય છે. આ જીવની જુદી શાસ્ત્રમાં આપેલ નથી માટે જણાવેલ નથી. સૂક્ષ્મ પર્યામાં પૃથ્વીકાય જીવો. આ જીવોનું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે આયુષ્ય એક અંતર્મુહૂર્તનું હોય છે. આ જીવો પર્યાપ્ત રૂપે ઉત્પન્ન થયા કરે તો ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી અને અસંખ્યાતી અવસરપિણી એટલે કે અસંખ્યાતા કાલચક્ર સુધી ઉત્પશ થયા કરે છે. આ જીવોને ચાર પર્યાપ્તિઓ હોય છે. (૧) આહાર પર્યામિ (૨) શરીર પર્યાપ્તિ (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. આ જીવોને ચાર પ્રાણ હોય છે. (૧) આયુષ્ય પ્રાણ. (૨) કાયબલ (૩) સ્પર્શેન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ. જયારે જે સ્થાનમાંથી મરીને સૂક્ષ્મ પર્યાપ્ત પૃથ્વીકાય રૂપે જે ક્ષેત્રમાં ઉત્પન્ન થાય ત્યારે જે આયુષ્યનો ઉદય હોય છે તે આયુષ્ય પ્રાણ કહેવાય. તે ઉત્પતિ સમયે આહાર ગ્રહણ કરી પરિણાવવાની શક્તિ પેદા કરે તે આહાર પર્યાપ્તિ. અસંખ્યાત સમય સુધી આહાર ગ્રહણ કરી પરિણમાવી જે શક્તિ પેદા કરે તે શરીર પર્યાપ્તિ. આ પર્યાપ્તિની શક્તિથી કાયબલ પ્રાણ પેદા કરે છે પછી અસંખ્યાત સમય સુધી આહાર ગ્રહણ કરી જે શક્તિ પેદા કરે તેનાથી ઇન્દ્રિય પર્યાપ્તિ પેદા કરે છે. આ પર્યાતિથી જીવ સ્પર્શેન્દ્રિય પ્રાણ પેદા કરે છે અને પછી અસંખ્યાત સમય સુધી આહારના પગલો ગ્રહણ કરી જે શક્તિ પેદા કરે છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાપ્તિથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી શ્વાસ ઉચ્છવાસ રૂપે પરિણમાવી નિઃશ્વાસ રૂપે વિસર્જન કરવાની શક્તિ પેદા કરે છે તે શ્વાસોચ્છવાસ પ્રાણ કહેવાય છે. આ રીતે ચાર પર્યાપ્તિ અને ચાર પ્રાણો પૂર્ણ કરીને પર ભવનું આયુષ્ય બાંધીને જીવો મરણ પામે છે. યોનિ-સાત લાખ. બાદર અપયમાં પૃથ્વીકાય જીવો. શરીર-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. આયુષ્ય-એક અંત મુહૂર્તનું હોય છે. આ જીવોની સ્વકાય સ્થિતિ અસંખ્યાતી ઉત્સરપિણી અને અસંખ્યાતી અવસરપિણી સુધીની એટલે કે અસંખ્યાતા કાલચક્ર સુધીની હોય છે. જઘન્યથી એક અંતર્મુહુર્તની પણ હોય છે. Page 10 of 234

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 234