Book Title: Jeev Vichar Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 8
________________ કંટાળી ગયો છું. બધા મરી જાયતો મને શાંતિ થાય. આવા વિચારથી અને વચનથી તેમજ તે જીવોને ઉદેશીને કાયાના હલન ચલનથી બધા શબ્દોમાં સમુદાય રૂપે હોવાથી આ સૂક્ષ્મ પૃથ્વી કાય જીવોની હિંસાનું પાપ લાગે છે માટે જયારે ગુસ્સો આવે ત્યારે તેને શાંત પાડવા પ્રયત્ન કરી શાંતિ કરવી જોઇએ અને આવા કોઇ શબ્દોનો વિચાર ન આવી જાય, વચન ન બોલાઇ જાય તેની કાળજી રાખવી જોઇએ . બાદર પૃથ્વીકાય જીવો હણ્યા હણાય છે, ભેઘા ભેદાય છે અને છેઘા છેદાય છે, પાણીથી ભીંજાય છે, અગ્નિથી બળે છે અને શસ્ત્રથી કપાય માટે આ જીવોની હિંસાનું પાપ તેનો ઉપયોગ કરતાં લાગે છે. આ જીવો પણ એક શરીરમાં એક હોય છે છતાંય એક જીવને જોવાની શક્તિ ચર્મ ચક્ષુવાળા જીવોની હોતી નથી. આ જીવો અસંખ્યાતા ભેગા થાય ત્યારે જ આંખેથી જોઇ શકાય છે. આ બાદ૨ પૃથ્વીકાય જીવોના બે ભેદ હોય છે. (૨) ખરબચડી પૃથ્વી રૂપે (૧) સુંવાળી પૃથ્વી રૂપે સુંવાળી પૃથ્વીના સાત ભેદો હોય છે. (૧) કાળી માટી (૨) નીલી માટી (૩) રાતી માટી (૪) પીળી માટી (૫) સફેદ માટી (૬) ગોપી ચંદનની માટી અને (૭) પરપડી એટલે પડવાળી માટી. ખરબચડી માટીના ૨૨ ભદો હોય છે. (૧) ખાણની માટી (૨) મરડીયા પાષાણની માટી (૩) મોટી વેળુની માટી (૪) પથ્થરના કટકાની માટી (૫) મોટી શિલાઓની માટી (૬) ખારાની માટી (૭) લૂણની માટી (૮) તરવાની માટી (૯) લોઢાની માટી (૧૦) સીસાની માટી (૧૧) ત્રાંબાની માટી (૧૨) રૂપાની માટી (૧૩) સોનાની માટી (૧૪) વજ્ર હીરાની માટી (૧૫) હરીયાલની માટી (૧૬) હીંગલોકની માટી (૧૭) મણશીલની માટી (૧૮) પારાની માટી (૧૯) સૂ૨માની માટી (૨૦) પ્રવાલની માટી (૨૧) અબરખની માટી અને (૨૨) અબરખના રજની માટી. આ સાત અને બાવીશ પ્રકારની માટીના નામોમાં કેટલાક હાલમાં અપ્રચલિત હોવાથી ખ્યાલમાં નથી ભૂતકાળમાં તે નામો પ્રચલિત હતા માટે જણાવ્યા છે. અઢાર જાતના રત્નોના નામો (૧) ગોમીચ રત્ન (૨) રૂચક રત્ન (૩) અંક રત્ન (૪) સ્ફટીક રત્ન (૫) લોહીતાક્ષ રત્ન (૬) મરકત રત્ન (૭) ભૂઇમૂચક રત્ન (૮) ઇન્દ્ર નીલ રત્ન (૯) ચન્દ્રનીલ રત્ન (૧૦) ગેરૂડી રત્ન (૧૧) મસાર ગલ રત્ન (૧૨) હંસ ગર્ભરત્ન (૧૩) પોલાક રત્ન (૧૪) સૌગંધિક રત્ન (૧૫) ચન્દ્રપ્રભ રત્ન (૧૬) વેરૂડી રત્ન (૧૭) જલકાન્ત રત્ન (૧૮) સૂરકાન્ત રત્ન. આમાંના કેટલાક રત્નો અપ્રસિધ્ધ છે. આ સિવાયના બાદર પૃથ્વીકાયના ભેદો અનેક પ્રકારના હોય છે. અનેક પ્રકારના ભેદોમાં જ્ઞાની ભગવંતોએ પૃથ્વીકાય જીવોના ૩૫૦ પ્રકાર જુદા જુદા ભદ રૂપે કહેલા છે. એ દરેક પૃથ્વીકાયના જીવો પ્રત્યેક હોવાથી એક શરીરમાં એક જીવવાળા હોય છે. અસંખ્યાતા શરી૨ો અને જીવો ભેગા થાય ત્યારે ચર્મ ચક્ષુથી જોઇ શકાય છે . Page 8 of 234Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 234