Book Title: Jeev Vichar Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 6
________________ પેદા કરતો જાય અને મમત્વ બુધ્ધિ વધારતો જાય તો તેવા તેવા પ્રકારના પૃથ્વીકાયમાં જવા લાયક કર્મબંધ થયા જ કરે છે. પુણ્યોદય હોય ચીજ મળેલી હોય પણ તેમાં રાગ-અતિરાગ-મમત્વ ન થવા દે તો તેનો ભોગવટો કરતાં છતાં પણ રાખવા છતાં પણ, તે તે પ્રકારનાં પૃથ્વીકાયમાં જવા લાયક કર્મબંધ થતો નથી. અરે ! આજે તો બેનો વાસ્તુપૂજામાં કોઇના બંગલે કે ફ્લેટમાં ગયા હોય તો પૂજા પૂર્ણ કરીને ચા નાસ્તો કરી તે ફ્લેટમાં કે બંગલામાં શું શું વસ્તુ છે કેવી છે ક્યાંથી લાવેલી છે કેવી સરસ છે એ બધા વખાણ કરીને ઘરે જવા નીકળે ત્યારે રસ્તામાં પણ તે બેનો એની જ વાત કરતી કરતી ઘરે પહોંચે છે. વિચારો એ પદાર્થો પુણ્યોદયથી પેલાને મલ્યા છે, એ ભોગવવાનો છે, તમો વખાણ કરશો, તેને સારું લગાડશો તો પણ તમોને તે ભોગવવા માટે મલવાના નથી તેના જેવો ચોખો આરસ તમોને મળવાનો નથી તો બીન જરૂરી વખાણ કરી પૃથ્વીકાયમાં જવા લાયક કર્મો શા માટે બાંધવા? અને તેમાં અત્યંત મમત્વ પેદા થઈ જાય, તે વખતે આયુષ્યનો બંધ પડે તો તેજ પૃથ્વીકાયની ખાણમાં છેક નીચેના ભાગમાં પૃથ્વીકાય રૂપે ઉત્પન્ન થવા લાયક આયુષ્ય પણ બંધાઈ જાય ને? તો આવા બીનજરૂરી, બીનઉપયોગી વિચારો અને વાતો કરી અશુભ કર્મો ન બંધાય તેની કાળજી રાખવી જોઇએ ને? પણ જીવવિચાર ભણેલાઓને આ ઉપયોગ રહે છે? આવી જ રીતે સોનાના ઘરેણામાં, આણામાં લગ્નમાં આપેલ સોનાના દાગીના એ પોતે જોઇને વખાણે અને બીજાને પણ બતાવીને વખાણ સાંભળી ખુશ થાય અને તેમાં કોઈ વખાણ કરવાને બદલે મોઢું બગાડે તો દૈષ પણ થાય કારણકે જે ચીજ પોતાને ગમે છે પોતાને જેના પ્રત્યે રાગ છે તે ચીજ વખાણી નહિ માટે જીવ પ્રત્યે પણ દ્વેષ બુધ્ધિ પેદા થઇ જાય છે. એ દાગીના મુકી રાખ્યા હોય તેની ડીઝાઇનની ફેશન આઉટ થઈ ગઈ હોય તો ? શક્તિ હોય તો તેને ગળાવી નવા ઘાટ કરાવે અને વખાણ કરે અને શક્તિ ન હોય તો તે ઘરેણાં પહેરવાનું મન પણ ન થાય એવુંય બને ને ? માટે પૃથ્વીકાયમા જવા લાયક કર્મ ન બંધાઈ જાય તેનું આયુષ્ય ન બંધાઈ જાય તેના માટે કેટલો સતત ઉપયોગ રાખવાનો? આ બધા પાપો તો બીન જરૂરી છે ને? એના સિવાય જે રસ્તા ઉપર ચાલતા હોઇએ જે ગામમાં નગરમાં કે શહેરમાં જતાં હોઇએ ત્યાંનો રસ્તો ગમી જાય તો શું બોલીએ? રસ્તો બહુ સારો છે. અને જે રસ્તા ઉપર કાંકરી વધારે હોય માટી વધારે હોય તો શું બોલીએ? એ રસ્તો બરાબર નથી ખરાબ છે. આ વિચારોથી અને વચનોથી પણ એ રસ્તા બનતાં જેટલું ખોદકામ થયું તેનાથી જેટલા પૃથ્વીકાય જીવોની હિંસા થઈ તે બધા જીવોની હિંસાનું પાપ રસ્તા કરાવવાથી કે અનુમોદવાથી કે વખોડવાથી લાગે છે તેમાં પણ એકાગ્રતા આવી જાય અને આયુષ્ય બંધાય તોય પૃથ્વીકાયનું આયુષ્ય બંધાઇ જાય બસ આજ રીતે પોતાના નવા મકાન માટે, બીજાના નવા મકાનો માટે પણ બોલતા ખુબજ વિચાર કરવો જોઇએ. જ્ઞાની ભગવંતો કહે છે કે પુણ્યોદયથી ચીજ મલે, તમે લો, કદાચ છોડવાની તાકાત ન હોય તો ભોગવો, સાચવો, ટકાવો પણ તેના પ્રત્યેનો રાગ, અતિરાગ, મમત્વ અત્યંત ન વધે તેની કાળજી રાખીને જીવો તો ત્યાં જવા લાયક કર્મ બંધ જરૂર થાય નહિ. એ માટે જીવોનું જ્ઞાન મેળવવાનું છે. અત્યારે વર્તમાનમાં આપણે જે પૃથ્વી ઉપર ચાલીએ છીએ, બેસીએ છીએ તે પૃથ્વી રત્નપ્રભા જે પહેલી પૃથ્વી છે તેનું ઉપરનું પડ ગણાય છે. તે ઉપરના પડ ઉપર મનુષ્યો, જનાવરો, વાહનો વગેરેનું હલન ચલન હોવાથી એ ઉપરની પૃથ્વી અચિત્ત બની જાય છે માટે તે અચિત્ત ગણાય છે ક્યાં સુધી? તો કહે છે કે એ પૃથ્વી ખોદીને એક હાથ સુધીની જેટલી માટી પથ્થર નીકળે તે અચિત્ત. તેના પછીની જે Page 6 of 234Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 234