Book Title: Jeev Vichar Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 5
________________ (૮) સિદ્ધશિલા નામની પૃથ્વી ઉર્વલોકમાં લોકના ઉપરના છેડાથી એક યોજના નીચેના ભાગમાં આવેલી છે તે પીસ્તાલીશ લાખ યોજના (૪૫OOOOO) પહોળી હોય છે. અર્ધ ચન્દ્રાકારે રહેલી હોય છે. લોકની બરાબર મધ્યમાં આવેલી છે અને વચમાં આઠ યોજન જાડી છે અને પછી ક્રમસર પાતળી થતાં થતાં એટલે જાડાઈ ઓછી થતાં થતાં છેડે માખીની પાંખ જેટલી પહોળી હોય છે આ પૃથ્વી કોઇના આધાર વગર અનુત્તર વિમાનથી બાર યોજન ઉંચે લોકમાં અધ્ધર આકાશમાં રહેલી છે. આ આઠેય પૃથ્વીઓ સચિત્ત પૃથ્વીકાય રૂપે હોય છે અને તે બાદર પર્યાપ્તા-અપર્યાપ્તા પૃથ્વીકાયના જીવોના શરીર રૂપે હોય છે. આ પૃથ્વીઓમાંથી સમયે સમયે અસંખ્યાતા જીવો ચ્યવે છે અને ઉત્પન્ન થાય છે. સતત આ કામ ચાલુ જ છે. આ સિદ્ધશિલા પૃથ્વીની બરાબર ઉપર એક યોજન ઉંચે લોકના છેડે અડીને રહેલા અનંતા સિધ્ધનાં જીવો સદા માટે રહેલા હોય છે. સિધ્ધશિલા નામની પૃથ્વી સિવાયની બાકીની સાતે પૃથ્વીઓ અપોલોકમાં આવેલી છે. તેમાં પહેલી જે રત્નપ્રભા પૃથ્વી છે તે એકલાખ એંશી હજાર યોજન જાડાઇવાળી પૃથ્વી છે તેમાંથી નવસો યોજન ઉપરના તિર્જી લોકને વિષે ગણાય છે અને બાકીની પૃથ્વી અધોલોકમાં ગણાય છે. આ સાતેય પૃથ્વીઓ પહોળાઇમાં એક એક રાજ વધતી હોવાથી આજુબાજુ રાજ વધારવા. મધ્યમાંતો એક રાજ બધાને માટે એક સરખી રૂપે હોય છે અને આ રાજયોજન વધતા હોવાથી આ પૃથ્વીઓનો આકાર છત્રાતિ છત્ર રૂપે બને છે એટલે કે એક મોટા છત્રમાં બીજું નાનું છત્ર આવે તેમાં ત્રીજું નાનું છત્ર આવે એમ ક્રમસર છત્ર નાના નાના બનતા જાય છે માટે છત્રાતિ છત્ર રૂપે કહેવાય છે. આ સાતેય પૃથ્વીઓ અધોલોકમાં રહેલી છે તેનો મધ્ય ભાગ એક રાજ યોજનવાળો તે પોલાણવાળો હોય છે અને બાકીની પૃથ્વીનો ભાગ પોલાણ રહિત કઠણ હોય છે. પોલાણવાળો જે ભાગ હોય છે તેમાં નારીના જીવો રહે છે. તેનું વર્ણન પછી આગળ આવશે. આ સિવાય જગતમાં જેટલી પથ્થરની ખાણો છે જેટલી રત્નોની ખાણો છે, જેટલી ધાતુની ખાણો છે તે બધી ખાણો પૃથ્વીકાય રૂપે સચિત્ત બાદર પૃથ્વીકાય રૂપે ગણાય છે તેમજ જેટલા જેટલા પહાડો એક રાજયોજનમાં રહેલા હોય છે. જેટલા પ્રકારની માટીઓ જેમકે સમુદ્રમાં રહેલી માટી, તલાવમાં, નદીમાં, કુવામાં રહેલી માટીઓ, કાંકરા-પથ્થરો તથા જેટલા જેટલા દેવોના રહેલા વિમાનો એટલે ભવનપતિના આવાસો, વ્યંતરના નગરો, જ્યોતિષના વિમાનો અને વૈમાનિક દેવોના વિમાનો તેની દિવાલો, ગવાક્ષો તથા દેવતાના જેટલા અલંકારો, પગની પાવડીઓ, પાવડીઓમાં રહેલા નીલમ રત્નો વગેરે સચિત્ત બાદર પૃથ્વીકાય રૂપે ગણાય છે તે બધા જે દેખાય છે તે બાદર પર્યાપ્તા જીવોનાં શરીરો હોય છે. આમાં વિચાર એ કરવાનો છે કે જે જીવોને જે ધાતુ વગેરે ગમતી હોય એટલે સોનાના બનેલા ઘરેણાં, થાળી વાટકા, પવાલા (પ્યાલા) ચાંદીના બનેલા ઘરેણાં, વાટકા, થાળીઓ, પ્યાલા, ડીસો એવી જ રીતે તાંબાના, પીત્તળના, જસના, લોખંડના ગ્લેટ કરેલા એ બધા જેમ જેમ ગમતા જાય અને ગમો પેદા કરીને અંતરમાં રાગ વધતો જાય તેમ અત્યંત રાગ પેદા કરી કરીને મમત્વ બુધ્ધિ વધારતા જાય. એવી જ રીતે જે માટીનાં વાસણો સારા ટકાઉ થતાં હોય, ઘર મજબૂત બનતા હોય, મકાનમાં પત્થરો, લાડીઓ, ટાઇલ્સો. આરસના પત્થરો વગેરે નખાવીને શો બનાવવામાં આવે, તેને જોઇને આનંદ પામે. રાગ વધે. અત્યંત રાગ Page 5 of 234Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 234