Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 14
________________ ણ બે પ્રકાર છે : “૧-પ્રત્યેક અને ર-સાધારણ .’ જેમ વનસ્પતિકાયના મૂખ્યતયા બે પ્રકાર છે તેમ પંચેદ્રિય-તિર્યંચોના પણ મૂખ્યતયા-'૧-જલચર, ૨-ખેચર અને ૩સ્થલચર.” આ ત્રણ પ્રકાર છે. તેમાં સ્થલચર' પણ “૧-ચતુષ્પદ, ૨-ઉર:પરિસર્પ, ૩-ભુજ પરિસર્પ.' આ ત્રણ પ્રકારના છે. આ સઘળાય પ્રકારના તિર્યંચોની યોનિ, કુલકોટિ અને વેદનાના સ્વરૂપનું વર્ણન કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે "तिर्यग्गतौ पृथिवीकायजन्तूनां सम योनिलक्षा द्वादश कुलकोटिलक्षा: स्वकायपरकायशस्त्राणि शीतोष्णादिका वेदना?" તિર્યંચગતિમાં ઉત્પન્ન થયેલા પૈકીના - (૧) “પૃથિવીકાય” ના જતુઓની યોનિ સાત લાખ છે, કુલકોટિ બાર લાખ છે, પૃથિવીકાય જીવોને નાશ કરનારાં શસ્ત્રો બે પ્રકારનાં હોય છે એક સ્વકાયશસ્ત્રો અને બીજા પરકાય શસ્ત્રો : અર્થાત્ એ જીવોનો નાશ અકાય આદિ અન્યથી થાય છે તેમ પૃથિવીકાયથી પણ થાય છે અને શીત તથા ઉષ્ણ આદિ વેદનાઓ પણ પૃથિવીકાયના જીવોને અનેક પ્રકારની હોય છે. (૧) સ્થાવર જીવો : “સ્થાવર નામકર્મ” ના ઉદયથી ગમનાગમન કરવા માટે સર્વથા અશક્ત છે : એ જીવો અનંતજ્ઞાનીઓ શિવાય કોઇને પણ પ્રત્યક્ષ નથી : જે આત્માઓ અનંતજ્ઞાની પરમ વીતરાગ શ્રી અરિહંત પરમાત્માના શાસનને પામેલા છે તેજ આત્માઓ એ જીવો ની શ્રદ્ધા કરી શકે છે : અનંતજ્ઞાની શ્રી અરિહંત પરમાત્માના શાસનથી પર રહેલા આત્માઓ, ગમે તેવા ડાહ્યા ગણાવા છતાં પણ એ જીવોની રક્ષા કરવાનું નથી સમજી શક્યા, કારણ કે-ન હાલી-ચાલી શકે તેવા પણ જીવો છે એ વાત જ તેઓ અજ્ઞાનના યોગે નથી જાણી શકતા અને મિથ્યાત્વના ઉદયથી નથી માની શકતા. બલિહારી છે એ અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવોની કે-જે વિશ્વહિતૈષીઓ એ “એવા પણ જીવો છે' એમ સમજાવીને અહિંસાનો મ અને અજોડ રાજમાર્ગ ઉઘાડો કર્યો છે : એ રાજમાર્ગે તે જ આત્માઓ ચાલી શકે છે કે જે આત્માઓ, એ પરમાત્માઓની આજ્ઞા મુજબના સંયમના અને તપના ઉપાસક બને છે. શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલ અહિંસા, સંયમ અને તપ એ મોક્ષમાર્ગના આરાધકોજ સારી રીતિએ સમજી શકે છે અને યથાર્થ રીતિએ આચરી શકે છે. સંપૂર્ણ અહિંસાના ઉપાસક થવાને ઇચ્છતા આત્માઓ, સંપૂર્ણ અહિંસાનું યથાર્થ પાલન કરી શકે તે માટે એ અનંત ઉપકારી પરમાત્માએ સ્થાવર જીવો કેટલા પ્રકારના અને કેવી રીતિએ રહ્યા છે એ વિગેરે ઘણી જ ઝીણવટ પૂર્વક સમજાવ્યું છે. સ્થાવર જીવોના મુખ્ય પ્રકાર પાંચ છે. (૧) પહેલો- પૃથિવીકાય' નામનો પ્રકાર છે : એ પ્રકારમાં સ્ફટિક રત્ન, મણિ, રત્ન, વિદ્રમ આદિ અને કનો સમાવેશ થાય છે. Page 14 of 234

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 234