Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 4
________________ સંસારી જીવો કહ્યા નથી જો એમ કહીએ તો બારમા તેરમા ગુણસ્થાનકમાં રહેલા જીવોને કેવા કહેવા એ પ્રશ્ન ઉભો રહે છે ! સંસારી જીવોના મુખ્ય બે ભેદો હોય. (૧) સ્થાવર જીવો (૨) ત્રસ જીવો સ્થાવર જીવો ઃ- જે જીવોને અનુકૂળતા મેળવવાની ઇચ્છા હોવા છતાં અને આવેલી પ્રતિકૂળતાઓને દૂર કરવાની ઇચ્છા હોવા છતાં ય એક સ્થાનેથી બીજા સ્થાને પોતાની સ્વેચ્છાએ જઇ ન શકે તે સ્થાવર જીવો કહેવાય છે. ન તેઉકાય વાયુકાય જીવો પોતાની સ્વેચ્છા એ એક સ્થાનથી બીજા સ્થાને જઇ શકતા નથી પણ કર્મના ઉદયના કારણે ઉર્ધ્વગતિ સ્વભાવવાળા હોવાથી ઉંચે જઇ શકે છે છતાં સ્થાવર કહેવાય છે. આગમોમાં આ જીવોને ગતિત્રસ જીવો તરીકે કહેલા છે. (૧) પૃથ્વીકાય (૨) અષ્કાય (૩) તેઉકાય (અગ્નિકાય) (૪) વાયુકાય અને (૫) વનસ્પતિકાય આ પાંચ ભેદ છે. પૃથ્વીકાય જીવોનું વર્ણન. પૃથ્વીકાય એટલે પૃથ્વી છે શરીર જે જીવોનું તે પૃથ્વીકાય. ત્રણ ભુવનને વિષે આઠ પૃથ્વીઓ હોય છે. (૧) રત્નપ્રભા પૃથ્વી (૨) શર્કરપ્રભા પૃથ્વી (૩) વાલુકાપ્રભા પૃથ્વી (૪) પંકપ્રભા પૃથ્વી (૫) ધમ્રપ્રભા પૃથ્વી (૬) તમઃપ્રભા પૃથ્વી (૭) તમસ્તમઃપ્રભા પૃથ્વી (૮) સિધ્ધશીલા નામની પૃથ્વી હોય છે. (૧) રત્નપ્રભા પૃથ્વીની જાડાઇ એક લાખ એંશી હજાર યોજન હોય છે (૧૮૦૦૦૦) અને પહોળાઇ એક રાજ યોજન હોય છે. (૨) શર્કરાપ્રભા પૃથ્વી એક લાખ બત્રીશ હજાર યોજન (૧૩૨૦૦૦) જાડાઇવાળી અને બે રાજયોજન પહોળી હોય છે. (૩) વાલુકાપ્રભા પૃથ્વી એકલાખ અઠ્ઠાવીશ હજાર યોજન (૧૨૮૦૦૦) જાડાઇવાળી અને ત્રણરાજ યોજન પહોળી હોય છે. (૪) પંકપ્રભા પૃથ્વી એકલાખ વીશ હજાર યોજન (૧૨૦૦૦૦) જાડાઇવાળી અને ચાર રાજ યોજન પહોળી હોય છે. (૫) ધૂમ્રપ્રભા પૃથ્વી એકલાખ અઢાર હજાર યોજન (૧૧૮૦૦૦) જાડાઇવાળી અને પાંચ રાજયોજન પહોળી હોય છે. (૬) તમઃપ્રભા પૃથ્વી એકલાખ સોળ હજાર યોજન (૧૧૬૦૦૦) જાડાઇવાળી અને છ રાજયોજન પહોળી હોય છે. (૭) તમસ્તમઃ પ્રભા પૃથ્વી એકલાખ આઠ હજાર યોજન (૧૦૮૦૦૦) જાડાઇવાળી અને સાતરાજ યોજન પહોળી હોય છે. Page 4 of 234

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 234