Book Title: Jeev Vichar Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 2
________________ ભગવાન દેશના આપે છે તે ગણધર ભગવંતની યોગ્યતા ખીલવવા માટે આપે છે જેવી દેશના પૂર્ણ થાય કે તરત જ ત્યાં રહેલા ગણધર થવાની યોગ્યતાવાળા આત્માઓ ઉભા થઇ ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપીને દીક્ષાની માંગણી કરે છે. ભગવાન ત્યાં તેઓને દીક્ષા આપે છે. આ રીતે દીક્ષિત થતા જીવોને જોઇને બીજા અનેક જીવો જે દીક્ષાની યોગ્યતાવાળા હોય તેઓ પણ ત્યાં સયમનો સ્વીકાર કરે છે. સંયમનો સ્વીકાર કરીને ગણધરના આત્માઓ ત્રણ પ્રશ્નો પૂછે છે તેમાં પહેલો પ્રશ્ન એ છે કે ભગવદ્ કિંતત્વમ્ ? ભગવાન ઉત્તર આપે છે કે ઉપઇવા. એટલે જગતમાં જે તત્વો ઉત્પન્ન થવા લાયક છે તે ઉત્પન્ન થયા જ કરે છે. આ સાંભળીને ગણધરના આત્માઓના અંતરમાં ક્ષયોપશમ ભાવ પેદા થાય છે કે ઉત્પન્ન થવા લાયક ઉત્પન્ન થયા કરે છે ઉત્પન્ન થયા કરે છે પણ એટલે શું? એ વિચારણા કરતાં પુરો સંતોષ થતો નથી માટે બીજી વાર પ્રશ્ન કરે છે કે ભગવદ્ કિં તત્વમ્ ? ભગવાન કહે છે કે વિગમેઇવા એટલે કે જે ઉત્પન્ન થયેલા પદાર્થો છે તે અવશ્ય નાશ પામે છે. ઉત્પન્ન થાય છે નાશ પામે છે એમાં પણ વિચારણા કરે છે કે ઉત્પન્ન થાય અને નાશ પામે એટલે શું? હજી અધુરૂ છે માટે ત્રીજી વાર પ્રશ્ન પૂછે છે કે ભગવદ્ કિંતત્વમ્ ? ભગવાન ઉત્તર આપે છે કે ધુવે ઇવા. જે પદાર્થો કાયમ રહેવાવાળા હોય છે તે અવશ્ય કાયમ રહે છે. આ સાંભળતાની સાથે જ એ આત્માઓના અંતરમાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ એવો પેદા થાય છે કે જગતના સઘળા પદાર્થોનું જ્ઞાન તેઓને થઇ જાય છે. આથી ત્યાં દ્વાદશાંગીની રચના કરે છે. દ્વાદશાંગીની રચના કરે છે તેની સાથે પોતાના શિષ્ય પરિવારને મૌખિક રીતે ભણાવે છે. આ રીતે મૌખિક ભણાવવાની પરિપાટી રૂપે પરંપરા શ્રી દેવદ્ધિ ગણી ક્ષમા શ્રમણ થયા ત્યાં સુધી ચાલુ રહી, જયારે શ્રી દેવદ્ધિ ગણી ક્ષમાશ્રમણ એક પૂર્વધર હતા તેઓનું જ્ઞાન પણ ભૂલાવા લાગ્યું એટલે વિચાર કર્યો કે હાલ અમારૂં જ્ઞાન પણ ભૂલાતું જાય છે તો આગળની પેઢી શું કરશે અને જૈનશાસન શી રીતે ચાલશે? માટે મારી ફરજ છે કે હાલ જેટલા આચાર્યો વિદ્યમાન છે તેઓને બોલાવી ભેગા કરી જે જ્ઞાન ભણેલા હોય તે બધું લખાણ કરાવું. આ રીતે વિચાર કરી પાંચસો આચાર્યોને ભેગા કરીને જેને જે યાદ રહેલું તે લખાવીને પછી પાંચ આચાર્યો મુખ્ય હતા તેઓએ બેસીને શુધ્ધિકરણ કરી દ્રવ્યાનુયોગરૂપે, ચરણ કરણાનુંયોગરૂપે, ગણિતાનુયોગ રૂપે અને ધર્મ કથાનુયોગ રૂપે ગોઠવીને તૈયાર કર્યું. તે રીતે આગમો તૈયાર કર્યા અને ત્યાર પછી પરંપરામાં તે ભૂલાવા લાગ્યા. વાંચવા કઠીન પડવા લાગ્યા એટલે મહાપુરુષોએ તે આગમ ગ્રંથો ઉપરથી છૂટા છૂટા પ્રકરણોની રચના કરી કે જે પ્રકરણોની ગાથાઓ ચતુર્વિધ સંઘ પણ સારી રીતે ભણી શકે. તેમાંથી આ રીતે પ્રકરણોની રચનાઓ થયેલ છે તેમાંનું સૌથી પહેલું પ્રકરણ જીવ વિચાર નામનું આચાર્ય ભગવંત શ્રી શાંતિસૂરિ મહારાજાએ રચેલ છે. હાલ અત્યારે ભાષાંતરો સાથે એકસો પચ્ચીશ પ્રકરણો મલે છે તેનો પણ અભ્યાસ કરવામાં આવે તો આગમોમાં આવતા ઘણાં પદાર્થોનું જ્ઞાન પેદા થઇ શકે છે. પણ આજે આ ભણવાનો રસ- ભણવાનો ટાઇમ અને ભણ્યા પછી યાદ રાખવા માટેનો પુરૂષાર્થ કરનારા કેટલા છે? આજે તો લગભગ મોટા ભાગે ધન કમાવા માટે ઉપયોગી જે જ્ઞાન હોય તેની મહેનત કરાય છે બાકી આત્માને ઉપયોગી જ્ઞાનની મહેનત કરનારા કેટલા છે? હવે જીવ વિચાર પ્રકરણની શરૂઆત કરીએ છીએ. આ પ્રકરણ બે શબ્દો ભેગા થઇને બનેલ છે. જીવ અને વિચાર. એટલે આનો અર્થ એ થાય છે કે જીવ એટલે આત્મા. હું જેમ આત્મા છું એમ મારા જેવા Page 2 of 234Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 234