SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ આ પર્યાપ્તા સમુચ્છિમ તથા ગર્ભજ તિર્યંચોના શરીરની ઉંચાઇ જે કહી છે તે મોટે ભાગે અઢીદ્વીપની બહારના ભાગમાં રહેલા તિર્યંચોની હોય છે. કોક કોક તિર્યંચોની મોટી કાયા લવણ સમુદ્રમાં રહેલા તિર્યંચોની હોય છે. તેમાંના કોક જીવો જંબુદ્વીપમાં પ્રવેશ કરીને ભરત ક્ષેત્રમાં આવેલા હોય તો જોવા મળે છે. થોડાવર્ષો પહેલા એક મગર ૮૫ ફૂટ લાંબો અને ત્રીશ ફૂટ ઉંચો મલી આવેલો હતો. જંગલોને વિષે આવી મોટી કાયાવાળા તિર્યંચો કદાચ મલી પણ આવે છે. તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી. જૈન શાસન તો અનાદિ કાળથી માને છે અને અનંતા તીર્થકરો પોતાના જ્ઞાનથી જે રીતે કાયા જોયેલી હોય છે તે જણાવે છે. આ તિર્યંચના જીવોને વિષે કેટલાક ભારે કર્મ જીવોની સ્વકાય સ્થિતિ વિચારીએ તો જઘન્ય જઘન્ય આયુષ્ય રૂપે, જઘન્ય મધ્યમ આયુષ્ય રૂપે, મધ્યમ મધ્યમ આયુષ્ય રૂપે, સાત સાત ભવ કરતાં વચમાં વચમાં બેઇન્દ્રિય, તેઇન્દ્રિય કે ચઉરીન્દ્રિય પણાના નાના આયુષ્યવાળો એક એક ભવ કરતાં કરતાં બે હજાર સાગરોપમ સુધી ફર્યા કરે છે. બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ થાય એટલે એક નાનો ભાવ એકેન્દ્રિય પણામાં જઇ પાછો પંચેન્દ્રિય તિર્યંચ થઈ સાતભવ કરતો વચમાં વિકલેન્દ્રિયનો ભવ કરતો કરતો બે હજાર સાગરોપમ કાળ પસાર કરે. આ રીતે ફરતાં અસંખ્યાતી ઉત્સરપિણી અને અસંખ્યાતી અવસરપિણી કાળ ફર્યા કરે. એવા જીવો જગતમાં અસંખ્યાતા હોય છે. અને પરિભ્રમણ કર્યા જ કરે છે. આ પરિભ્રમણ કરવામાં મુખ્ય કારણ મોટાભાગે શરીરનો રાગ, ધનનો રાગ અને કાંતો કુટુંબ પરિવારનો રાગ મુખ્ય ભાગ ભજવે છે. માટે ઉત્તરધ્યયન સૂત્રને વિષે લખ્યું છે કે માતા-પિતા, પતી-પત્નિ, દીકરી-દીકરો, સ્નેહી-સંબંધીનો રાગ રાખીને ભગવાનની ભક્તિ કરવામાં આવે તો તેમાં એકેન્દ્રિપણામાં ઉત્પન્ન થવા લાયક કર્મ બંધાય છે. જો આ કર્મબંધ ન કરવો હોય તો રાગ દૂર કરવાની જરૂર પ્રયત્ન કરવો જોઇએ તો અનુબંધ ઓછા બંધાશે અને સંસારની રખડપટ્ટી પણ ઓછી થશે. આ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચા કેટલાય લઘુકર્મી હોય છે. કે જ્યાં નવું સમકિત પામી ઉપશમ સમકિત ક્ષયોપશમ સમકિતને પામીને દેશ વિરતિના પરિણામને પણ પામી શકે છે. એવા દેશ વિરતિના પરિણામથી પોતાની શક્તિ મુજબ તેનું પાલન કરનારા તિર્યંચો અત્યારે અસંખ્યાતા વિદ્યમાન છે. એવી જ રીતે ક્ષાયિક સમકિત મનુષ્યપણામાં પામતા પહેલા તિર્યંચનું અસંખ્યાત વરસનું આયુષ્ય બંધાઇ ગયું હોય અને પછી ક્ષાયિક સમકિત પામી Nિચમાં ગયેલા હાલ અસંખ્યાતા ક્ષાયિક સમકિતી જીવો વિદ્યમાન છે એમ જ્ઞાની ભગવંતો કહે છે પણ આ જીવો ત્યાંથી દેવલોકમાં જઇ મનુષ્યપણામાં આવીને મોક્ષે જરૂર જનારા હોય છે. આ જીવો ઉત્કૃષ્ટ આયુષ્યવાળા એટલે પૂર્વક્રોડ વરસના આયુષ્યવાળા ભવ કરે તો સાત ભવોથી વધારે ભવો કરતા જ નથી. પછી અવશ્ય યોનિ બદલાઈ જાય છે. તિર્યંચ જીવોનું વર્ણન સમાપ્ત મનુષ્યના જીવોના ૩૦૩ ભેદોનું વર્ણન ૧૫ કર્મભૂમિ + ૩૦ અકર્મભૂમિ + પ૬ અંતર દ્વીપ = ૧૦૧ Page 121 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy