________________
(૧૬) ગર્ભજ પર્યાપ્ત જલચર જીવો. શરીરની ઉંચાઈ- એક હજાર યોજન. આયુષ્ય- પૂર્વકોડ વર્ષનું ઉત્કૃષ્ટ, જઘન્ય એક અંતર્મુહર્ત.
સ્વકાય સ્થિતિ- સાત અથવા આઠ ભવ. તેમાં સાતભવ પૂર્વક્રોડ વરસના આયુષ્યવાળા કરીને અસંખ્યાત વર્ષનું આયુષ્ય બાંધીને ગર્ભજ તિર્યંચ રૂપે ઉત્પન્ન થઇ શકે છે. માટે જલચર જલચર રૂપે સાતભવ અને આઠમો ભવ ગર્ભજ તિર્યંચ રૂપે ચતુષ્પદ કે ખેચરનો હોય છે.
પર્યાપ્તિ-૬ અને પ્રાણો-૧૦ હોય છે. (૧૭) ગર્ભજ ચતુષ્પદ પર્યાપ્તા જીવો. શરીરની ઉંચાઇ- છ ગાઉની હોય છે. આયુષ્ય- જઘન્ય અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમ.
સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવ. અને ઉત્કૃષ્ટથી સાત અથવા આઠ ભવની હોય છે. કારણકે સાતભવ સંખ્યાના આયુષ્યના કર્યા પછી આઠમો ભવ અસંખ્યાતા વર્ષનો ૩ પલ્યોપમનો ભવ કરી શકે છે.
(૧૮) ગર્ભજ પર્યાપ્તા ઉરપરિસર્પ જીવો શરીરની ઉંચાઈ- એક હજાર યોજન. આયુષ્ય- જઘન્ય અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટ પૂર્વક્રોડ વરસ. સ્વકાય સ્થિતિ જઘન્ય ૧ ભવ. ઉત્કૃષ્ટ સાત અથવા ૮ ભવ. પર્યાપ્તિ-૬ અને પ્રાણો- ૧૦ હોય છે. (૧૯) ગર્ભજ પર્યાપ્તા ભુજપરિસર્પ જીવો શરીરની ઉંચાઈ- ૨ થી ૯ ગાઉ-ગાઉ પૃથકત્વ. આયુષ્ય- જઘન્ય. ૧ અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટ પૂર્વકોડ વરસ. સ્વકાય સ્થિતિ- સાત અથવા આઠ ભવ. પર્યાપ્તિ-૬. અને પ્રાણો-૧૦ હોય છે. (૨૦) ગર્ભજ પર્યાપ્તા ખેચર જીવો શરીરની ઉંચાઈ- ૨ થી ૯ ધનુષ. ધનુષ પૃથકત્વ. આયુષ્ય- પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું સ્વકાય સ્થિતિ- સાત અથવા આઠભવ. પર્યાપ્તિ-૬. અને પ્રાણો- ૧૦ હોય છે.
આ ખેચરના જીવો રૂવાંટીની પાંખવાળા અને ચામડાની પાંખવાળા અઢીદ્વીપમાં હોય છે તે બેસે ત્યારે બીડાયેલી પાંખવાળા હોય છે અને ઉડે ત્યાર ઉઘાડી પાંખવાળા હોય છે. જયારે અઢીદ્વીપની બહાર આ જીવો જે બીડાયેલી પાંખવાળા હોય તે બેસે ત્યારે અને ઉડે ત્યારે બીડાયેલી જ પાંખવાળા હોય છે અને ખુલ્લી પાંખવાળા જીવો બેસે ત્યારે અને ઉડે ત્યારે ખુલ્લી પાંખવાળા જ હોય છે.
Page 120 of 234