SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ કહીને ટીકાકારમહર્ષિ સૂત્રમાં કહેલા ત્રણ શ્લોકો તરફ ધ્યાન ખેંચે છે. અને તે પછી તે ત્રણ શ્લોકોની વ્યાખ્યા કરતાં ત્રણે શ્લોકોમાં કહેલા રોગો વિગેરેનું સ્વરૂપ ઘણા જ વિસ્તારથી બતાવી, તે પછી પણ સૂત્રકારમહર્ષિ આ વસ્તુનો ઉપસંહાર કરતાં શું ફરમાવે છે તે અને તેનો ઉદ્દેશ શું છે, એ ટીકાકાર મહર્ષિએ અલ્પ શબ્દોમાં પણ ઘણું જ સુંદર સમજાવ્યું છે. પ્રથમ આપણે એ જ જોઇએ કે સોલ રોગ આદિને દર્શાવતા ત્રણ શ્લોકો સૂત્રકારમહર્ષિએ કયા કહ્યા છે ___ "गंडी अहवा कोढी. रायंसी अवमारियं । काणियं झिमियं चेव, कुणियं खजियंतहा //91/ उदार छ पास मयं च, सूर्णीयं च गिलासणि/ वेवई पीढसणि च, सिलिवयं महमेहणि //// सोलस एए रोगा, अक्खाया अणुपुत्वसो। अहणं फसति आयंका, फासा य असमंजसा //३//' આ ત્રણ શ્લોકો પૈકીના પ્રથમના બે શ્લોકોમાં ગંડ આદિ સોલ રોગોનું પ્રતિપાદન છે અને ત્રીજા શ્લોકના પૂર્વાદ્ધમાં કહેલા સોલે રોગોનો ઉપસંહાર કર્યો છે તથા તે પછી બાકીના અડધા શ્લોકમાં સોલ શિવાયના આતંકો અને સ્પશા નું વર્ણન છે.” એ સઘળાયનું સ્પષ્ટ વર્ણન ટીકાકારમહર્ષિએ કર્યું છે:૧- ‘ગાંડી સોલ રોગોનો નામનિર્દેશ કરતાં સૂત્રકારમહર્ષિએ પ્રથમ પદ “અંડી મૂક્યું છે. એનો ભાવ સમજાવતાં અને એ પદ પછી મૂકવામાં આવેલ ‘હવો નો સંબંધ કોની કોની સાથે છે તે અને એનો અર્થ શુ કરવો એ દર્શાવતાં ટીકાકારમહર્ષિ ફરમાવે છે કે “वातपित्तश्लेप्मसन्निपातजं चतुर्दा गण्डं, तदस्यास्तीतिगण्डी-गण्डमालावानित्यादि, अथवेत्येतत्यतिरोगमभिंसम्बध्यते, अथवा राजांसी अपरमारीत्यादि, अथवा तथा' “ગંડ નામનો રોગ વાત, પિત્ત, ગ્લેખ અને સન્નિપાત આ ચારથી ઉત્પન્ન થાય છે અને એ રોગ જેને હોય તે ગંડી-ગંડમાલાવાન ઇત્યાદિ કહેવાય છે.” તથા અથવા એ દરેક રોગની સાથે સંબંધ ધરાવે છે : જેમ કે- અથવા રાજંસી, અપરમારી-ઇત્યાદિ અને અથવા’ એ ‘તથા” ના અર્થમાં છે, અર્થાત- ગંડ રોગથી રોગી બનેલો ગંડી તથા રાજયશ્મા નામના રોગથી રોગી બનેલો રાજસી તથા અપસ્માર નામના રોગથી રોગી બનેલો અપસ્મારી એ રીતિએ ‘અથવા” ને “તથા’ ના અર્થમાં દરેક રોગોની સાથે યોજાય છે. ૨-તથા pdf ગંડી અને અથવા નો ભાવ સમજાવ્યા પછી કોઢી પદનો ભાવ અને કોઢના ભેદ આદિનું વર્ણન કરતાં ફરમાવે છે કે "तथा कुष्ठी कुष्ठमष्टादशभेदं तदस्यास्तीति कुष्ठी, तत्र सत महाकुष्ठानि, तद्यथाअरुणोदुम्बर निश्यजिहव कपालकाकनाद पौण्डरोकदवकुष्ठानीति, महच्वं चैपां सर्व Page 151 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy