SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ મોહમસ્ત પુત્રને સમર્પે છે. એવા આત્માઓને બાલકાલમાં માતા મરજી મુજબ નચાવે છે, યૌવનકાલમાં પત્ની ફાવે તેમ નચાવે છે, અને વૃદ્ધકાલમાં પુત્ર ઠીક પડે તેમ નચાવે છે, પણ એ આત્માઓ કોઇ પણ કાળે અનંતજ્ઞાનીઓની આજ્ઞાને શરણે થતા નથી. ધનની લાલસાથી વિહવળતા : એ પ્રકારે આખાએ જીવનની બરબાદીમાં પડેલા આત્માઓને ધનની લાલસા અવશ્ય જન્મે છે, ધનની લાલસાથી એ આત્માઓ અતિશય વિવલ બને છે અને એ વિવલતાના પ્રતાપે મૂઢ બનેલો મનુષ્ય ___“सेवाकर्पणवाणिज्य-पाशुपाल्यादिकर्मभिः । #Wત્યDY , નાવિહવભો નન: //// क्वचिइचोर्यं क्वचिद् छुतं, क्वचिद् नीचैर्मुजङ्गता । મgણા[[મહો / મુચો, વ4મજિવન //// પોતાનો આખોએ જન્મ અન્યોની સેવા, ખેતી, વાણિજ્ય અને પાશુપાલ્ય આદિ કર્મોદ્વારા અફળપણે ગુમાવી દે છે; અર્થાત-ધનની આશાથી વિહવળ બનેલો માણસ, જીવનની સફલતા સાધી લેવાને બદલે સ્વાર્થિઓની સેવા, ખેતી. વ્યાપાર અને પશુપાલપણાદિનાં કર્મો દ્વારા આખાએ જીવનને નિષ્ફળપણે પૂર્ણ કરે છે. એટલુંજ નહિ પણ કોઇ કોઇ વખત તો ધનની ઉત્કટ આશાના યોગે ચોરી જેવા અધમ ધંધાનો આશ્રય કરે છે, કોઇ વખત જુગાર જેવા પાપ વ્યસનનો સ્વીકાર કરે છે અને કોઇ વખત અધમાધમ શઠતા કે જેમાં અસત્ય આદિ અનેક પાપોનો સમાવેશ થાય છે તેનો અમલ કરે છે. આ પ્રકારે ખેદની વાત છે કે-મનુષ્યો, મનુષ્યપણાને પામવા છતાં પણ પુનઃ ભવમાં ભ્રમણ કરવાનાં કારમાં સાધના સેવે છે અને એના પ્રતાપે ચિર સમય સુધી સંસારમાં અનેક પ્રકારનાં દુઃખોના ભોગવટા પૂર્વક ભ્રમણ કરે છે. મોહની મુંઝવણ : એવી એવી અધમ આચરણાઓથી દુર્લભ માનવજીવનનો કારમો દુરુપયોગ કરી રહેલા મોહમૂઢ આત્માઓની મોહજન્ય મુંઝવણ ઘણીજ કારમી હોય છે. મોહની કારમી મુંઝવણના પ્રતાપે એ બીચારાઓ સુખી અવસ્થામાં ઘેલા બને છે અને દુઃખી અવસ્થામાં ગાંડા બને છે એજ કારણે “सुवित्चे कामललिते-दुःखित्वे दैन्यरोदनैः । નવા મોહન્દી, ન શુદ્ધof h: //9/?' મોહથી અંધ બનેલા આત્માઓ, સુખી અવસ્થામાં કામની લીલાઓ દ્વારા અને દુઃખી અવસ્થામાં દીનતા ભરેલાં રૂદનો દ્વારા જન્મને ગુમાવે છે પણ બેમાંથી એક પણ અવસ્થામાં ધર્મકર્મો દ્વારા જીવનનો સદુપયોગ કરતા નથી. અર્થાત્ Page 167 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy