________________
"पुरीपशुकर पूर्व, ततो मदनगर्दभः ।
गराजरगवः पश्चात्, कदापिन पुमान् पुमान् //91/" આકૃતિએ પુરૂષ હોવા છતાં પણ પૂર્વાવસ્થામાં વિષ્ટામાં ખેલનારો હોવાથી ભુંડ બને છે, તે પછીની યૌવન અવસ્થામાં કામદેવની સેવામાં આસક્ત બનવાથી રાસભ બને છે અને તે પછી અતિશય કામાસક્તિના કારણે એકદમ અશક્ત બની જવાના હેતુથી વૃધ્ધ અવસ્થામાં બુઢા બેલ જેવો બને છે પણ પુરૂષ એ કદી પણ પુરૂષ બનતો નથી : અર્થાત્ બાલ્યકાલમાં વિષ્ટાપ્રેમી ભુંડના જેવી આચરણા કરે છે. યૌવનકાલમા મદનપ્રેમી ગર્દભ જેવી આચરણ કરે છે અને વૃદ્ધકાલમાં શક્તિહીન બુટ્ટા બેલ જેવી આચરણા કરે છે પણ નિર્લજ્જ બનેલો પુરૂષ કોઇ પણ કાળે પુરૂષ જેવી આચરણા નથી કરતો.
ખરેખર પુરૂષ બનવા માટે તો મોક્ષ પુરૂષાર્થની સાધના ખાતર ધર્મ પુરૂષાર્થને જ આચરવાની આવશ્યક્તા છે અને એજ કારણે શ્રી અજિતનાથ સ્વામિની સ્તવના કરતાં કવિ શ્રી આનંદઘનજી પણ કહે છે કે
જે તેં જીત્યારે તેને હું જીતીયો રે, પુરૂષ કશ્ય મુજ નામ.
અર્થાત જે રાગાદિ આંતર શત્રુઓને, હે ભગવન્! આપે જીત્યા તે રાગાદિ આંતર શત્રુઓને હું જીતું ત્યારેજ હું પુરૂષ નામ ધરાવવાને લાયક બની શકે તેમ છું પણ આવી રાગાદિ શત્રુઓની પરાધીન અવસ્થામાં હું પુરૂષ નામ ધરાવવાને કોઇપણ રીતે લાયક નથી. મૂર્ખતાનું ખુલ્લું પ્રદર્શન :
પણ વિષ્ટાપ્રેમી ભંડ, મદનપ્રેમી ગર્દભ અને બુઢ્ઢા બેલ જેવુંજ જીવન ગુજારવામાં પડેલાઓને આવી વાતો ગમતીજ નથી એજ કારણે એ બીચારાઓ પોતાની જાતે જ પોતાની મૂર્ખતાનું પ્રદર્શન ખુલ્લું મૂકે છે; એટલે
“रयाच्छैशवे मातृमुख-स्तारुण्ये तरुणीमुखः
वृद्धभावे सुतमुखो, मूखों नान्तर्मुखः क्वचित् ।।91/" એ મૂર્ખ માનવી, બાલ્ય અવસ્થામાં માતૃમુખ એટલે માતાની સન્મુખ જોયા કરનાર, માતાનું જ કહ્યું કરનાર અને માતાનું બોલાવ્યું જ બોલનાર બને છે : તરૂણપણામાં તરૂણમુખો એટલે તરૂણીની સન્મુખજ જોયા કરનાર, તરૂણીનું જ કહ્યું કરનાર અને તરૂણીને બોલાવ્યું જ બોલનાર બને છે અને વૃદ્ધ ભાવમાં સુતમુખ એટલે પુત્રની સન્મુખ જ જોયા કરનાર, પુત્રનું કહ્યું કરનાર અને પુત્રનું જ બોલાવ્યું બોલનાર બને છે પણ અંતર્મુખ એટલે અનંતજ્ઞાનીઓની આજ્ઞા તરફ જ જોનાર અને આજ્ઞાથી અવિરૂદ્ધ જ બોલનાર કે આચરનાર કદી જ નથી બનતો.
અર્થાત્ પોતાની મૂર્ખતાના પ્રતાપે પોતાનું સમગ્ર જીવન અનંતજ્ઞાનીઓની સેવામાં સમર્પિત કરવાને બદલે બાલ અવસ્થામાં મોહમગ્ન માતાને સમર્પે છે, યુવાવસ્થામાં મોહથેલી પત્નિને સમર્પે છે અને વૃદ્ધાવસ્થામાં
Page 166 of 234