SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ આથી જ્ઞાની ભગવંતો કહે છે કે અનુકૂળ પદાર્થની એક સેકંડ ઇચ્છા કરવામાં આવે તો ના૨કીના જીવો એકસઠ લાખ પંદર હજાર પાંચસોને પીસ્તાલીશ પલ્યોપમ સુધી જેટલું દુઃખ વેઠે છે તેટલું દુઃખ વેઠવા લાયક કર્મ બંધાયા કરે છે માટે જ જેટલા અનુકૂળ પદાર્થોમાં રાગાદિ ન થાય એની કાળજી રખાય એટલુંજ આત્મા કલ્યાણ સાધી શકે છે. પહેલી નારકી અપર્યાપ્તા જીવો શરીર- અંગુલના અસંખ્યાતા ભાગ જેટલું હોય છે. આયુષ્ય- નિયમા એક અંતર્મુહૂર્તનું હોય છે. કારણકે અપર્યાપ્તા જીવોની અવસ્થાનો કાળ એટલો જ હોય છે. અહીં અપર્યાપ્તાનું અંતર્મુહૂર્તનું આયુષ્ય કહ્યું કે કાળ અવસ્થાના કારણે પણ અધુરી અપર્યાપ્તિએ મરણ પામે એ અપેક્ષાએ નથી. કારણકે આ જીવો અપર્યાપ્તાવસ્થામાં મરણ પામતા નથી. કરણ અપર્યાપ્તા હોય છે. સ્વકાય સ્થિતિ- આ જીવોની સ્વકાય સ્થિતિ હોતી નથી કારણકે નારકી મરીને નારકી થતાં નથી. પર્યાપ્તિ- ૬. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા-પર્યાપ્તિ અને મન પર્યાપ્તિ હોય છે. પ્રાણ-૧૦. આયુષ્ય, કાયબલ. પાંચ ઇન્દ્રિય. શ્વાસોચ્છવાસ, વચનબલ અને મનબલ રૂપે દશ પ્રાણો હોય છે. કરાય છે. પહેલી નારકી પર્યાપ્તા જીવો આ નારકીમાં તેર પ્રતરો હોય છે માટે તેર પ્રતરોમાં જુદી જુદી અવગાહના વગેરે હોય છે માટે તે વર્ણન પહેલા પ્રતરમાં રહેલા જીવોને :- સીમંત નામનો પ્રતર શરીર- ત્રણ હાથનું હોય છે. આયુષ્ય- જઘન્ય દશ હજાર વરસ. ઉત્કૃષ્ટ નેવું હજાર વર્ષ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬. પ્રાણો-૧૦ હોય છે. બીજા પ્રતરમાં રહેલા જીવોને :- રોરૂક નામનો પ્રત૨. શરીર- એક ધનુષ્ય-એક હાથ અને સાડા આઠ અંગુલ, આયુષ્ય નેવું લાખ વરસ હોય છે.સ્વકાસ્થિતિ- નથી. પર્યાપ્તિ-૬. પ્રાણો-દશ. ત્રીજા પ્રતરમાં રહેલા જીવોને :- ભ્રાન્ત નામનો પ્રતર. શરીર-૧ ધનુષ્ય- ત્રણ હાથ અને ૧૭ અંગુલ. આયુષ્ય પૂર્વક્રોડ વરસ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦ ચોથા પ્રતરમાં રહેલા જીવોને :- ઉદ્શાન્ત નામનો પ્રતર. શરીર- બે ધનુષ, બે હાથ, ૧|| અંકુલ. આયુષ્ય ૧/૧૦ સાગરોપમ સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦, પાંચમા સંભ્રાત પ્રતરમાં રહેલા જીવોને :- શરીરની ઉંચાઇ- ૩ ધનુષ અને ૧૦ અંગુલ. આયુષ્ય ૧૫ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦ હોય છે. છઠ્ઠા અસંભ્રાન્ત પ્રતરમાં રહેલા જીવોને :- શરીરની ઉંચાઇ- ૩ ધનુષ, ૨ હાથ અને ૧૮ ॥ અંગુલ. આયુષ્ય- ૩/૧૦ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦. સાતમા વિભ્રાન્ત પ્રતરમાં રહેલા જીવોને :- શરીરની ઉંચાઇ ચાર ધનુષ, એક હાથ, ત્રણ અંગુલ. આયુષ્ય- ૨/૫ સાગરોપમ, સ્વકાય સ્થિતિ- નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦, આઠમા તપ્ત પ્રતરમાં રહેલા જીવોને ઃ- શરીરની ઉંચાઇ- ચાર ધનુષ, ત્રણ હાથ, સાડા અગ્યાર અંગુલ. આયુષ્ય- ૧/૨ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦. Page 87 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy