________________
જીવોની તરસ છીપાતી નથી અર્થાત્ સદા માટે તરસ્યાને તરસ્યા જ રહે છે. આ ભૂખ અને તરસ ત્યાં ઉત્પન્ન થયા પછી જ્યાં સુધી ત્યાંથી મરણ ન પામે ત્યાં સુધી ચાલુ જ રહે છે. આના ઉપરથી વિચાર કરો કે અત્યારે આપણને ભૂખ ન લાગે તો પણ ખાવાનું ચાલુ છે તરસ ન લાગે તો પણ પીણા પીવાના પાણી પીવાનું ચાલુ છે અને જો નરકમાં જઈ ચઢ્યા તો ત્યાં થશે શું? અહીંયા થોડો કાળ પણ ભૂખ અને તરસ સહન ન થાય તો નરકમાં જઇશું અને સહન નહિ થાય તો પણ ઓછામાં ઓછા દશ હજાર વરસ અને ઉત્કૃષ્ટથી અહીંથી મરીને જઇએ તો ત્રણ સાગરોપમ સુધીમાં જવું પડે છે તો ત્યાં શું કરશું? કદાચ ત્યાં જવું પડે અને જવાય તો એવા દુઃખમાં સમાધિ જાળવી શકાય એવો પ્રયત્ન કરવાનું કામ અહીંયા ચાલુ છે ? જો ન હોય તો તેનો અભ્યાસ પાડવાનું કામ શરૂ કરશું તો જ કામ થશે ! માટે અહીંયા જ્યાં સુધી ભુખ ન લાગે ત્યાં સુધી ખાવું નહિ અને આગળ વધીને ગમે તેટલી ભૂખ લાગી હોય તો પણ જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી સહન કરવાની ટેવ પાડીશું તોજ કલ્યાણ થશે ! એવી જ રીતે તરસ ન લાગે ત્યાં સુધી પાણીનો ઉપયોગ ન કરવો જોઇએ એનાથી આગળ વધીને તરસ લાગે કે તરતજ પાણી પીવું નહિ પણ જ્યાં સુધી સહન શક્તિ હોય ત્યાં સુધી સહન કરવી અને ન જ ચાલે તો પછી પાણીનો ઉપયોગ કરવો આનાથી સહન શક્તિ વધતા કદાચ નરકમાં જવાનું થાય તો ત્યાં સમાધિ જાળવી શકાય આ સહન શક્તિ પેદા થઈ શકે છે. આ સહન કરતા કરતા જો સારા ભાવો પેદા થઇ જાય તો જ્ઞાની કહે છે કે કર્મોના ભુક્કા બોલાઇ જાય છે જો સહન શક્તિ નહિ કેળવીએ તો ભૂખ અને તરસ નારકીમાં વેઠવા છતાં જે કર્મોનો નાશ થાય છે તેના કરતાં આહાર અને પાણીની આશા અને ઇચ્છાથી વિશેષ કર્મ બંધ કરીને સંસારની વૃધ્ધિ થયા કરે છે.
નરકગતિમાં જવાલાયક કર્મ જીવને રૌદ્ર ધ્યાનના પરિણામથી બંધાય છે. રૌદ્ર એટલે ભયંકર ભયંકર કોટિના પરિણામ તે રૌદ્ર કહેવાય છે તે પરિણામની એકાગ્રતા પેદા થવી ટકવી તે રૌદ્રધ્યાન કહેવાય છે. આજે લગભગ મોટોભાગ ભયંકર પરિણામને એ રીતે માને છે કે કોઈનું પડાવી લઇએ કોઇનું ખૂન કરી નાંખીએ કોઇને મારવાના વિચારો વારંવાર કરીએ ભયંકર કોટિના જૂઠના ચોરીના પાપો કરી અને વ્યભિચાર આદિ સેવન વગેરેના વિચારો કરીએ અને ઘણાંના પરિગ્રહોને એટલે પૈસા મિલ્કત વગેરેને પડાવીને ભેગી કરી તે ભયંકર કહેવાય છે. એવું તો આપણે કરતા નથી માટે આપણને રૌદ્ર ધ્યાનનાં પરિણામ આવતા નથી. આથી આવું દુઃખ ભોગવવા લાયક નરક ગતિ આપણને બંધાય નહિ. પણ જ્ઞાનીઓ કહે છે કે એતો ભયંકર વિચારો તો છે જ પણ તે સિવાયના બીજા વિચારોને ભયંકર કોટિના કહ્યા છે તે ખબર છે? કે પુણ્યના ઉદયથી અનુકૂળ પદાર્થો જે મલ્યા છે તેના પ્રત્યેની અત્યંત આસક્તિ કરવી અત્યંત રાગ રાખવો અધિક મેળવવાના વિચારોમાં લીન થઈ મહેનત કર્યા કરવી જેટલું મલે તેટલું ઓછું જ લાગ્યા કરે અને એનાથી આગળ વધીને સામાન્ય ચીજ આપણી પાસે હોય પણ તેના પ્રત્યેનો અત્યંત રાગ અને મમત્વ જોરદાર હોય તેના વિચારામાં લીનતા પૂર્વક રહેતા હોઇએ છીએ. તો તે પણ રૌદ્ર ધ્યાન કહેવાય છે. જેમ કે કોઇ મુહપત્તિ હોય અથવા બોલપેન હોય પણ તે મુહપત્તિનું કાપડ ફોરેનનું હોય અને પેન પણ ફોરેનની હોય તેના પર મમત્વ કરી સાચવી રાખી જોયા કરીએ અને રાજી થયા કરીએ જે મલે તેને વાતો કર્યા કરોએ મારી પાસે કિંમતી ચીજ છે એમ વિચાર કરી રાગ અને મમત્વની જેટલી એકાગ્રતા થાય તે રૌદ્ર ધ્યાન કહેવાય. તેનાથી જીવો નરક ગતિને લાયક કર્મ બંધ કર્યા કરે છે.
Page 86 of 234