SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનશાસનનો સંપૂર્ણ આધાર સાધુતા ઉપરજ છે. પ્રમત્તયોગથી પ્રાણ ત્યપરોપણને હિંસા માનનારૂં શ્રી જૈનશાસન, સંપૂર્ણપણે શ્રી જિનેશ્વરદેવોએ જીવનમાં જીવીને શક્ય રીતિએ ઉપદેશેલી સાધુતામાંજ સર્વાશે રહી શકે છે. એ એકાંત ઉપકારી અનંતજ્ઞાની પરમવીતરાગ શ્રી અરિહંત પરમાત્માઓએ ઉપદેશેલી સાધુતાના ઉપાસકોજ એવા છે કે જેઓ હાલતા ચાલતા જીવોની હિંસા તો નથી કરતા પણ પૃથિવીકાય આદિ સ્થાવર જીવોની પણ હિંસા નથી કરતા. એ પરમતારક સાધુતાના ઉપાસક આત્માઓ, સજીવ પૃથિવી, સજીવ પાણી, સજીવ અગ્નિ અને સજીવ વનસ્પતિનો સ્પર્શ સરખોય નથી કરતા. પ્રયત્નપૂર્વક પવનનો પણ ઉપભોગ એ પુણ્ય આત્માઓ નથી કરતા. પવનના ઉપભોગની ઇચ્છાથી પણ એ પુણ્ય આત્માઓ પર રહે છે. એવા પુણ્યાત્માઓની સઘળીજ કારવાઈ પ્રાણીમાત્રની અહિંસાનેજ પોષનારી હોય છે અને હોવીજ જોઇએ : એજ કારણે એ આદર્શરૂપ અને અજોડ ત્યાગીઓનો ઉપદેશ કર્મક્ષય રૂપ મોક્ષનાજ ધ્યેયને પોષનારો અને સર્વત્યાગની પ્રધાનતાવાળો હોય છે. જૈન માત્રની ફરજ : આ અનુપમ શ્રી જિનશાસનને પામ્યા છતાં અને શ્રી જિનશાસનની જડરૂપ જૈન સાધુતાથી ભરેલા ઉપદેશને પ્રતિદિન સાંભળવા છતાં પણ જે આત્માઓ પ્રાણી માત્રના હિતને કરનારી જૈનદીક્ષાના શરણે ન જઈ શકે તે આત્માઓએ, પોતાની જીવનદશાને અવશ્ય મોક્ષાભિમુખ બનાવવી જોઇએ અને એ સાધ્યને અલ્પ સમયમાં સિદ્ધ કરવાના હેતુથી અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલાં સઘળાંય અનુષ્ઠાનોને યથાશક્તિ વિધિપૂર્વક આચરવા સાથે જેમ બને તેમ ‘પૃથિવીકાય' આદિના આરમ્ભ સમારમ્ભથી બચતા રહેવું જોઇએ. પૃથિવીકાય આદિના આરહ્મ સમારમ્ભથી બચવા માટે ખોટાં કુતુહલો અને મોજશોખથી દૂર રહેવું જોઇએ. ખોટાં કુતુહલો અને મોજશોખથી દૂર રહેનારા તથા સંતોષી આત્માઓ સહેલાઇથી એ ‘પૃથિવીકાય' આદિના આરમ્ભ સમારમ્ભથી બચી શકે છે. મુમુક્ષુ આત્માઓએ ચાલે ત્યાં સુધી સજીવ પૃથિવી આદિનો ઉપભોગ ન કરવો જોઇએ : અર્થાત સચિત્તના ત્યાગી બનવું જોઇએ. સચિત્ત પૃથિવી આદિનો ઉપયોગ કરવો પડે તો પણ કમ્પતે કમ્પતે અને આવશ્યક્તાથી એક રતિભર પણ અધિક ન થઇ જાય એની ખુબ કાળજી રાખવી જોઇએ અને પ્રત્યેક ક્રિયા કરતાં એ ખ્યાલ અવશ્ય રાખવો જોઇએ કે- “કોઇ પણ ક્રિયા મારાથી એવી તો નથી થઈ જતીને કેજે મારી મોક્ષની સાધનામાં દીવાલ ઉભી કરતી હોય ?' આવો ખ્યાલ રાખવા સાથે મોક્ષની સાધનામાં ઉપયોગી એવા એકેએક અનુષ્ઠાનની આરાધનામાં અહર્નિશ ઉદ્યમશીલ રહેવું જોઇએ. આ રીતે રસ્થાવર જીવોનું વર્ણન સમાપ્ત કસકાય જીવોનું વર્ણન विकलेन्द्रियाणामपि दो दौ योनिलक्षौ कुलकोग्यसतु दीन्द्रियाणां सप्त जीन्द्रियाणामष्टौ चतुरिन्द्रियाणां नव, दुखंतु क्षुत्पिपासाशीतोष्णादि नितमनेक धाडध्यक्षमेव तेपामिति, Page 58 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy