________________
સાધારણ વનસ્પતિકાયના મુખ્ય બે ભેદો હોય છે.
(૧) અવ્યવહાર રાશી સાધારણ વનસ્પતિકાય
(૨) વ્યવહાર રાશી સાધારણ વનસ્પતિકાય.
અવ્યવહાર રાશી સાધારણ વનસ્પતિ જે છે તે ચૌદ રાજલોક રૂપ જગતને વિષે અસંખ્યાતા નિગોદના ગોળા રહેલા છે એક એક ગોળામાં અસંખ્યાતી અસંખ્યાતી નિગોદો હોય છે. અહીં નિગોદ એટલે શરીર અર્થ સમજવો અને એક એક નિગોદમાં અનંતા અનંતા જીવો રહેલા હોય છે.
અવ્યવહાર રાશી સાધારણ વનસ્પતિને અનાદિ સાધારણ વનસ્પતિ કહેવાય છે. જ્યારે એક સાથે
જેટલા જીવો મોક્ષે જાય ત્યારે એટલા જ જીવો આ સાધારણ વન્સપતિકાયમાંથી બહાર નીકળી એકેન્દ્રિયપણારૂપે ઉત્પન્ન થાય એ જે જીવો ઉત્પન્ન થાય છે તેમાં ભવ્ય જીવો પણ હોય છે અને અભવ્ય જીવો પણ હોય છે.
આ વ્યવહાર રાશીમાં ઘણાં જીવો એવાય હોય છે કે જે જીવો કોઇકાળે કદિપણ વ્યવહાર રાશીમાં આવ્યા નથી આવતા નથી અને આવશે પણ નહિ. એવા જે ભવ્ય જીવો હોય છે તે ભવ્ય જીવોને જાતિભવ્ય રૂપે કહેવાય છે અને તેવા જ અભવ્ય જીવોને જાતિ અભવ્ય જીવો પણ કહેવાય છે.
વ્યવહાર રાશી સાધારણ વનસ્પતિકાય એટલે જે જીવો અવ્યવહાર રાશીમાંથી વ્યવહાર રાશીમાં આવેલા હોય તે જીવો સાધારણ વનસ્પતિ રૂપે વારંવાર ઉત્પન્ન થયા કરે છે તે વ્યવહાર રાશી સાધારણ વનસ્પતિ કાય કહેવાય છે કારણકે એક વાર વ્યવહાર રાશીમાં આવ્યા પછી જીવ સાધારણ વનસ્પતિ રૂપે ઉત્પન્ન થાય તે અવ્યવહાર રાશીવાળા કહેવાતા નથી. વ્યવહાર રાશીમાં આવેલા ફરીથી અવ્યવહારમાં જતા નથી. આ કારણથી વ્યવહાર રાશી સાધારણ વનસ્પતિ કાય જીવોને સાદિ વ્યવહાર રાશિવાળા કહેવાય છે. આથી અવ્યવહાર રાશીમાં જીવો બે પ્રકારના હોય છે.
(૧) અનાદિ અનંત- જે જીવો અનાદિકાળથી અવ્યવહાર રાશીમાં છે અને અનંતકાળ સદા માટે રહેવાના છે તેવા જીવોને અનાદિ અનંત અવ્યવહાર રાશિવાળા કહેવાય છે.
(૨) અનાદિ શાંત- જે જીવો અનાદિકાળથી અવ્યવહાર રાશિમાં છે પણ જ્યારે કોઇ જીવ મોક્ષે જશે ત્યારે તેમાંથી બહાર નીકળવાના છે તે જીવોને આશ્રયીને અનાદિ શાંત અવ્યવહાર રાશીવાળા કહેવાય છે. વ્યવહાર રાશી સાધારણ વનસ્પતિકાય જીવો સદા માટે સાદિ શાંત રૂપે ગણાય છે કારણકે જ્યારે જે જીવો અવ્યવહાર રાશિમાંથી આવે તે આદિ થઇ અને કાયમ માટે એ જીવો સાધારણ વનસ્પતિમાં વ્યવહાર રાશી રૂપે રહેવાના જ નથી પણ એકેન્દ્રિય આદિના ભેદોમાં ફર્યા કરે છે માટે સાદિ શાંત જ કહેવાય છે.
કેટલાક આચાર્યોએ અવ્યવહાર રાશીરૂપે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ અપર્યાપ્તા અને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ પર્યામા આ બે ભેદો કહેલા છે.
જ્યારે કેટલાક આચાર્યો સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અપર્યાપ્તાને જ અવ્યવહાર રાશીવાળા માને છે. જ્યારે વ્યવહાર રાશીમાં દરેક આચાર્યો સૂક્ષ્મ-અપર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય અને સૂક્ષ્મ પર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય રૂપે હોય છે જે બાદર સાધારણ વનસ્પતિના જીવો છે તે તો નિયમા વ્યવહાર રાશીવાળા જ હોય છે. એમ દરેક માને છે.
Page 40 of 234