________________
વનસ્પતિકાય :- રહેવાદો. અભિમાન કોઇનું છાજતું નથી અને છાજશે પણ નહિ. તમોને ગર્વ આવેલ છે પરંતુ તે કાચી ઘડી પણ રહી શકવાનો નથી. સાચાને સાચી રીતે સમજાય ત્યારે ગર્વ ગળી જાય છે. સાંભળો, હું જગતને શું ઉપકાર કરું છું તે ટૂંકામાં કહું. હું રોગીને નિરોગી કરું છું. કીડીથી માંડી કુંજર સુધીના જીવોને તેમજ મનુષ્યોને હું જ જીવાડું છું. મારા એક શરીરથી અનંત જીવોની રક્ષા કરું છું. પૃથ્વી, અપુ, તેલ કે વાયુ બધાય પોતપોતાની શક્તિ ચલાવો છો પણ હું જ ન હોત તો તમારી શી કિંમત ? પૃથ્વીને અપુ ની મદદ, તે બન્નેને તેઉની મદદ અને પૃથ્વી-અ-તેઉને વાયુની મદદની જરૂરત રહે છે પરંતુ તમને મારી મદદ વિના અધુરા છો એટલે મારા જેટલો ઉપકાર જગતના પ્રાણીઓને બીજા કોઇનો નથી.
મહાકાય પ્રાણીઓ અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન મહાવીરસ્વામીએ જગતની સન્મુખ જે જે સત્યો મૂક્યાં છે તેને જૂઠાં ઠરાવવા માટે વિભિન્ન દર્શનાચાર્યો નિષ્ફળ નિવડ્યા છે. આજના વૈજ્ઞાનિકો તેમાંનાં ઘણાં સત્યોને પૂર્ણ સત્યરૂપે નિહાળી તેનું સમર્થન કરી રહ્યા છે. મહાકાય પશુ-પક્ષીઓ માટે પણ એવું જ એક સત્ય જગતના ચોકમાં ચમકી રહ્યું છે.
ભૂસ્તરશાસ્ત્રીઓ ભૂમિના પડોમાં દટાયેલી વસ્તુઓને બહાર કાઢી તેના આધારે પુરાણકાળના ઘણાં તથ્યોને પ્રકાશમાં લાવી મૂકે છે. આવા સંશોધનમાં તેઓને જુદા જુદા સ્થાનોમાંથી જુદા જુદા કાળે ઘણાં અસ્થિપિંજરો (હાડકાનાં માળખાં) મલ્યાં છે. ભૂસ્તરશાસ્ત્રીઓ તેની ચારે બાજુની જમીન કે ચટ્ટાનો વગેરે જે હોય તેને ઝીણવટથી હાઇડ્રોક્લોરિક વગેરે દ્વારા હઠાવી, તેને અખંડરૂપે બહાર કાઢી, તેના પ્લાસ્ટિક નમૂનાઓ તૈયાર કરી, તે માળખાંઓના આધારે તે તે પ્રાણીઓની લંબાઇ, પહોળાઈ, ઊંચાઇ, જડબાનું માપ, માથાનું માપ, મોંનું માપ, પોલાણ, માંસ રહેવાના ભાગો, માંસનુ વજન, હાડકાનું વજન, શરીરનું વજન અને અખંડ શરીરનું માપ રજૂ કરે છે, અને એ રીતે તેમના સંશોધનમાં અનેક મહાકાય પ્રાણીઓનો ઇતિહાસ ઉભો થાય છે. વૈજ્ઞાનિકો એવું પણ અનુમાન કરે છે કે-કરોડો વર્ષ પહેલાં આ ભૂમિ પર એવા મહાકાય પ્રાણીઓ હતા. તે જ જાતિના લઘુકાય પ્રાણીઓ ગિરોળી, કાકીડો, નોળિયો, મગરમચ્છ, કાચબો, ઉંદર, ઘેસ, ઘો, સાપ વગેરે આજે આપણી સામે વિદ્યમાન છે.
આ માટે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા ભા.૧૭ ધી સ્ટોરી ઓફ એનિમલ લાઇફ (મ્યુસ્સિબારટેન), એનિમલ ફાર્મ્સ એન્ડ પેન્ટર્સ (એડોલ્ફ પોર્ટમેન) અને એનિમલ ઇમોલ્યુશનએ સ્ટડી ઓફ રીસેન્ટ બૂક ઓફ ઇટ્સ કાજેજ (જો . એસ. કાર્ટર) વગેરેમાં ઘણું નિર્દશન મળે છે. તેમાં ઘણાં પ્રાણીઓનું વર્ણન છે. તેમાંથી થોડાંએક મહાકાય પ્રાણીઓનું વર્ણન નીચે આપવામાં આવે છે.
Page 190 of 234