________________
એમાં તમારું શું જાય ?' અમે કહીયે છીયે, કહેવાનો દાવો કરીએ છીએ કે- આનંદપૂર્વકના એ ભોગવટામાં પાયમાલી છે, એ પાયમાલી ન થાય એ માટે જ કહેવું પડે છે. શ્રી જિનેશ્વરદેવોની આ દયા છે. ભૂખ્યાને દેખીને સારી દુનિયાને દયા આવે, પણ-“એ ભૂખ્યા કેમ છે ?' એવા વિચારપૂર્વકની દયા સમ્યદ્રષ્ટિને જ આવે છે. તાવ ચઢે ત્યારે તાવવાળાની સેવા માટે બધા કુટુંબી આવે, પણ ફરી તાવ ન આવે એવી સેવા થવી જોઇએ. આ શાસ્ત્ર એવી સેવા ફરમાવે છે. આજે આટલી સામગ્રી પામ્યા છો, ફેર કંગાલ ન થાઓ- એ ચિંતા ખાસ થવી જોઇએ. પૂર્વે સારું કર્યું માટે મળ્યું, પણ હવે ભુંડું કરો તો પરિણામ શું ? જેના યોગે આ મળ્યું એને જ ભૂલો તો દશા કયી ? ધર્મગુરૂની તથા ધર્મી માતાપિતાની આ ચિંતા હોવી જોઇએ. શ્રી જિનેશ્વરદેવે આ ચિંતા ઉભી કરી, માટે જ એ તારક 2ાણ લોકના નાથ થયા. ત્રણ ભુવનના જીવોની આવી ચિંતા કરી માટે જ એ ત્રણ ભુવનના નાથ થયા. દુનિયાના જીવો સારૂં ખાય-પીએ એની ઇર્ષ્યા નથી, પણ જ્ઞાનીને દયા આવે છે. દરદીને કુપથ્ય ખાવાનું મન થાય અને ના કહેવા છતાંયે ખાય તો કાંડુ પણ પકડવું પડે, એમ કરતાં લાલચુ દરદીને ગુસ્સો આવે એનો ઉપાય નથી. બાળક પોતાના મોમાં કોલસો કે માટી ઘાલે ત્યારે માતા શું કરે ? એને ગમે છે માટે ખાવા દે ? નહિ જ, ખાવા ન દે એટલું જ નહિ પણ ખાધેલું કઢાવે; એમ કરતાં બાળક રૂએ અને કોઈ ઠપકો આપે તો મા કહે કે- તમે ન સમજો, એ મરે તો મારો જાય. માતાપિતા, કે જે શરીરના પૂજારી છે, તે પણ બાળકને નુકશાનકારક વસ્તુથી બચાવે તો જ્ઞાની કે જેમની ફરજ આત્મરક્ષાની છે, તે કુપથ્યમાં લીન કેમ જ થવા દે ? જે આત્માના આરોગ્યને બગાડનાર કુપથ્યની પ્રશંસા કરે, અનુમોદના કરે, એના જેવો ધમદ્રોહી અન્ય કોઇ જ નથી. બાળક તો વિશ્વાસે દૂધ પીએ, પણ જે માતા ઝેર આપે એ કેવી ? વિશ્વાસે ધર્મ લેવા આવનારને જે ધર્મગુરૂ અર્થકામની લાલસામાં જોડે, એના જેવો વિશ્વાસઘાતી કોણ ? સંસારાસક્ત આત્માઓને રૂચે એવું જ ન અપાય. વ્યવહારમાં પણ કહેવાય છે કે-માંદાની રૂચિ પ્રમાણે પથ્ય ન જ અપાય અને આપે એ વૈરી છે પણ સ્નેહી નથી. માંદા માગે તેવી નુકશાનકારક છૂટ આપે એ વૈદ્ય નથી પણ લોભીયા છે. લોભીયા વૈદ્ય એવી છૂટ આપે કે દરદી ઉઠવા જો ગો થાય જ નહિ. એજ રીતિએ પોતાનાં માનપાન જાળવી રાખવા તથા વધારવા માટે અને પોતાના બનાવી રાખવા માટે સત્ય નહિ કહેતાં, નુકશાનકારક રૂચતું કહેનારા ધર્મગુરૂઓ પણ લોભીયા વૈદ્ય જેવા જ છે, એમ સમજવું જોઇએ. ધર્મના યોગે મળે બધું. જેનામાં મોક્ષ આપવાની તાકાત છે તે સંસારના પદાર્થો પણ આપે. ભગવાનું શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા કહે છે કે-ધર્મ અર્થાર્થીને અર્થ, કામાર્થીને કામ, રાજયાર્થીને રાજય, પુત્રાર્થિને પુત્રી અને મોક્ષાર્થીને મોક્ષ આપે છે. એ તો માગે તે આપે. ચિંતામણિમાં ગુણ છે કે- રાજય માંગો તો રાજય આપે અને ધોલ માંગો તો ધોલ પણ આપે. ચિંતામણી પાસે ગાલ કુટાવે કે મુઠી આટો માંગે એ કેવો ? કહેવું જ પડશે કે મૂર્ખ ! એવી જ રીતિએ ધર્મ પણ આપે બંધુએ ! રાજા,
Page 201 of 234