________________
આ ત્રણેય પ્રકારોની અથવા તો ત્રણ પૈકીની કોઇ પણ એક અનાર્યતાનો ભોગ થયેલા આત્માઓની ભયંકર દુઃખદ દુર્દશા હોય છે. એ ત્રણેય પ્રકારોની અનાર્યતાને આધીન થયેલા આત્માઓની કેવી દુઃખદ દુર્દશા હોય છે એનો ખ્યાલ કરાવતાં એ પરમ ઉપકારી સૂરિપુરંદર શ્રી હેમચંદ્ર મહારાજા ફરમાવે છે કેઃ
“મનુષ્યત્વેડનાર્યદેશે, અત્યુત્પન્ના શરીરળ / તત્ તત્ પાપં પ્રર્વતિ, યુદ્ધનળ ન ક્ષનમ્ II9I/ उत्पन्ना आर्यदेशेडपि, चण्डालश्वपचादयः / पापकर्माणि कुर्वन्ति, दुःखान्यनुभवन्ति च ॥२॥ आर्यवंशसमुद्भूता, अप्यनार्यविचेष्टिता: । दुःखदारिध्रदौर्भाग्य - निर्दग्धा दुःखमाराते ||३|
મનુષ્યપણામાં અનાર્ય દેશની અંદર ઉત્પન્ન થયેલા આત્માઓ તે તે પાપોને કરે છે, કે જે પાપોનું વર્ણન કરવું એ પણ શક્ય નથીઃ આર્યદેશમાં પણ ઉત્પન્ન થયેલા ચંડાલ અને શ્વપચ આદિ લોકો પાપકર્મોને કરે છે અને દુઃખોને અનુભવે છેઃ આર્યવંશમાં ઉત્પન્ન થયેલા એવાં પણ અનાર્ય ચેષ્ટાઓની આચરણમાં પડેલા આત્માઓ । દુઃખ દારિદ્ર અને દૌર્ભાગ્યથી બળી ગયા થકા દુ:ખપૂર્વક રહે છે.
વિચારવામાં આવે તો અનાર્યદેશમાં અને અનાર્યજાતિમાં ઉત્પન્ન થવાના કારણે અનાર્ય બનેલા આત્માઓના કરતાં આર્યદેશમાં અને આર્યદેશની અંદર પણ આર્યવંશમાં ઉત્પન્ન થયેલા આત્માઓ, અનાર્ય ચેષ્ટાઓને આધીન થાય એ ઘણીજ ભયંકર વસ્તુ છે, કારણ કે-આર્યદેશની અંદર પણ આર્યવંશમાં જન્મેલા આત્માઓ અનાર્ય ચેષ્ટાઓને આધીન થાય એથી તેઓને મહાન્ પુણ્યોદયે મળેલી સુંદરમાં સુંદર સામગ્રી પણ કલંકિત થાય છે ! અને એ પણ મુખ્યતયા એક તેઓની સ્વછંદવૃત્તિનાજ પ્રતાપે ! આર્યદેશ અને આર્યવંશમાં જન્મ પામવા છતાં પણ એક સ્વછંદવૃત્તિના પ્રતાપે તેઓ એવી એવી આચરણાઓ કરે છે કે-જેથી ઘડીભર એક વિચક્ષણ આત્માને પણ એમ થઇ જાય કે આ લોકોના કરતાં તો અનાર્ય જાતિમાં અને અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલા પણ સારા ! અનાર્ય દેશમાં અને અનાર્ય જાતિમાં ઉત્પન્ન થયેલા આત્માઓ સામગ્રીના અભાવે ધર્મની આરાધના નથી કરી શકતા પણ સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતાના પનારે પડેલા આત્માઓ તો ધર્મના નાશનીજ કા૨વાઇ કરે છે ! સ્વચ્છંદી આત્માઓ આર્ય ગણાવા છતાં પણ આજે કેવો કેર વર્તાવી રહ્યા છે એ શું વર્તમાનમાં અપ્રત્યક્ષ છે ? અને આવા આત્માઓ એ ઘોર પાપકરણીના પ્રતાપે આજ ભવમાં દુઃખ, દારિદ્ર અને દૌર્ભાગ્યના દાવાનળમાં સળગી મરવા જેવી દશામાં મૂકાય એમાં આશ્ચર્ય પણ શું છે ?
આવા આત્માઓ અને બીજા પણ ભાગ્યહીન આત્માઓ દુનિયાદારીનું દાસપણું ભોગવે, ગમે તેવા અયોગ્ય આત્માઓના દાસ બનીને અનેક પ્રકારની સેવાઓ કરે પણ પરમ તારક શ્રી વીતરાગપરમાત્માની અને શ્રી વીતરાગ પરમાત્માના પંથે વિહરતા પ૨મોપકારી પરમર્ષિઓની તથા એ પરમોપકારીઓએ પ્રરૂપેલા પરમપદપ્રાપક ધર્મની સેવા કરવામાં પોતાની લઘુતા સમજે, એવી એ બીચારાઓની કારમી દુર્દશા હોય છે. આ વિશ્વમાં કોઇજ સંસારરસિક આત્મા સંપૂર્ણ હોઇ શકતોજ નથી; એ કારણે એને કોઇની ને કોઇની આજ્ઞા તો અવશ્ય ઉઠાવવીજ પડે છે એ કારણે અન્ય અનેકની આજ્ઞાઓ ઉઠાવે છે પણ સત્પુરૂષોની આજ્ઞા ઉઠાવવી એ બીચારાઓને ભારે પડે છે અને એથી એ જીવો આ સંસારમાં ઘણીજ દયાપાત્ર દુર્દશા ભોગવે છે. એવા
Page 162 of 234