SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ :- જગતમાં જીવોને ભમવા લાયક સ્થાનોને ૮૪ લાખ જીવાયોનિના સ્થાનો કહેલ છે. તેમાં પૃથ્વીકાયાદિ ૪ (ચાર) એટલે કે પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ દરેકની સાત લાખ યોનિ કહેલ છે. ૪૬. દસ પય તરુણે ચઉદસ લકખા હવંતિ ઇયરેસ્T વિગલિંદિએ સુ દો દો ચઉરો પંચિદિ તિરિયાણું //૪૬ll ૪૭. ચહેરો ચહેરો નારય સુરસુ મણુઆણ ચઉદસ હવંતિ. સંપિંડિયા ય સવે ચુલસી લકખાઉ જોણીયું //૪શી ભાવાર્થ :- પ્રત્યેક વનસ્પતિકાયની દશ લાખ, સાધારણ વનસ્પતિકાયની ચૌદ લાખ, બે ઇન્દ્રિયની બે લાખ, તે ઇન્દ્રિયની બે લાખ, ચકરીન્દ્રિયની બે લાખ, પંચેન્દ્રિય-તિર્યંચોની ચારલાખ જીવાયોનિ હોય છે. ૪૮. સિધ્ધાણં નલ્થિ દેહો ન આઉ કર્મ ન પાણ જોણીઓ ! સાઇઅર્ણતા તેસિં ડિઇ જિદાગમે ભણિયા ૪૮ ભાવાર્થ :- સિધ્ધ ભગવંતોના જીવોને શરીર નથી. આયુષ્ય નથી કર્મ નથી, પ્રાણો નથી, યોનિ પણ નથી. તે ઓની સ્થિતિ શ્રી જિનેશ્વર ભગવંતોના આગમને વિષે આદિ અનંતકાળની કહેલી છે. ૪૯. કાલે અણાઇ નિહણે જાણિ ગહણમ્પિ ભીસણે ઇOT ભમિયા મિહિતિ ચિરં, જીવા જિણ વયણ મલહતા /૪ ભાવાર્થ :- જે જીવોને જિનેશ્વર ભગવંતોના વચનો સાંભળવા નથી મળ્યા તે જીવો અનાદિ કાળથી જીવાયોનિને વિષે ભમ્યા હતા. વર્તમાનમાં ભમે છે અને ભવિષ્યમાં પણ ભમશે એમ કહેલું છે. ૫૦. તા સંપઇ સંપત્ત મણુઅરે દુલહ વિ સમ્મતા સિરિ સંતિ સૂરિ સિડૅ કરેહ ભો ઉત્ક્રમ ધમ્મ //૫oll ભાવાર્થ :- એ પ્રમાણે દુર્લભ એવો મનુષ્યજન્મ પ્રાપ્ત થવા છતાં સમ્યકત્વ પ્રાપ્ત થાય તેને વિષે શ્રી શાંતિસૂરિ મહારાજ કહે છે કે હે ભવ્ય જીવોએ સારી રીતે ધર્મને વિષે ઉદ્યમ કરવો જોઇએ. ૫૧. એસો જીવ વિયારો સંખેવ રુઇણ જાણણા હેઉ | સંખિતો ઉધ્ધરિઓ રુદાઓ સુય સમુદ્રાઓ //પલા ભાવાર્થ :- એ પ્રમાણે જાણવાના હેતુથી જીવવિચાર પ્રકરણ ઋતરુપી સમુદ્રોમાંથી ઉધ્ધાર કરીને સંક્ષેપથી કહેલો છે. Page 217 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy