________________
માટે ઉપયોગ કરે તો ગર્ભજ મનુષ્યપણે અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અનુબંધો સંખ્યાતા કાળના, અસંખ્યાતા કાળના બાંધીને તેમાં વચમાં વચમાં સાત-સાત ભવે વિકલેન્દ્રિયના ભવનો અનુબંધ બાંધતા બે હજાર સાગરોપમ કાળ રખડે. પાછા એકેન્દ્રિયનો એક ભવ કરી પાછા બે હજાર સાગરોપમ રખડે આવી રીતે અસંખ્યાતી ઉત્સરપિણી અવસરપિણી સુધી રખડ્યા કરે છે આ ઉપરથી વિચાર કરો કે અરિહંત દેવની આરાધના કરતાં એટલે એમના શાસનની આરાધના કરતાં જવાબદારી કેટલી કહેલી છે? એવી જ રીતે જો આસક્તિ થોડી વધારે હોય અને મનુષ્યપણાના અનુબંધ ન બાંધે તો તિર્યચપણામાં પંચેન્દ્રિય તિર્યંચ રૂપે ઉત્પન્ન થવા લાયક કર્મ બાંધી સાહેબનેત્યાં, શેઠને ત્યાં કુતરા તરીકે ઉત્પન્ન થઇ શકે છે અથવા ચક્રવર્તીને ત્યાં મંગલ ઘોડા રૂપે પણ ઉત્પન્ન થઇ શકે છે. મંગલ ઘોડા તરીકે જે ઉત્પન્ન થયેલા હોય છે. તેઓને કાંઇ ઉપાડવાનું નહિ કામ વિશેષ કરવાનું નહિ પુણ્ય એવું કે ખાવા સારૂં મલે તેના પેશાબ અને સંડાસને જમીન ઉપર ન પડે તેની કાળજી રાખનારા મનુષ્યો હોય છે. તેના શરીર ઉપર માખી, મચ્છર ન બેસે તે માટે ચોવીસ કલાક તે ઘોડાના શરીર ઉપર ચામર વીંઝાતા હોય છે. માત્ર જ્યારે ચક્રવર્તીઓ સવારી કાઢી બહાર ફરવા નીકળે ત્યારે દાગીના આદિથી શણગાર સજાવીને એક ઘોડાને આગળ ચાલવાનું અને એક ઘોડાને પાછળ ચાલવાનું હોય છે. તેના ઉપર કોઇ બેસે નહિ. એક માત્ર શોભા માટે જ, મંગલ માટે જ આ વ્યવસ્થા હોય છે. એ ઘોડો કમને એટલે મન વગર પણ બ્રહ્મચર્યનું પાલન કરે છે. માટે મરીને નિયમા આઠમા દેવલોકે ઉત્પન્ન થાય છે.
જો આવીરીતે એકેન્દ્રિયમાં પંચેન્દ્રિય તિર્યંચમાં કે નાના ભવોવાળા મનુષ્યોમાં રખડવા ન જવું હોય તો ચેતી જવા જેવું છે. માટે એક મંત્રનો ખાસ સંસ્કાર પાડવા જેવો છે ! જાય છે તે મારું નથી અને મારું છે તે જતું નથી ! આટલું મગજમાં બેસી જાય તો જગતના સચેતન કે અચેતન પદાર્થો પ્રત્યેની મારાપણાની બુધ્ધિ ઓછી થશે અને તેના કારણે રાગ પણ ઓછો થશે તોજ આત્મિક સુખ તરફનું લક્ષ્ય થશે અને પુણ્યાનુબંધિ પુણ્ય બંધાશે. મનુષ્ય જન્મમાં કરવા લાયક આ રીતે પ્રયત્ન કરી સાર્થક કરવા ભલામણ તોજ આત્માચિર સ્થાયી આદિ અનંતકાળ શાશ્વત સુખનો ભોક્તા બનશે ! મનુષ્યગતિ પણ દુ:ખથી ભરેલીજ છે :
નરકગતિ અને તિર્યંચગતિને દુઃખથી ભરેલી ફરમાવ્યા પછી મનુષ્યગતિને પણ"मनुष्यगतावपि चतुर्दश योनिलक्षा द्वादश कुलकोटीलक्षाः, वेदनास्तु एवम्भूताः' મનુષ્યગતિમાં પણ ચૌદ લાખ યોનિ છે, બાર લાખ કુલકોટિ છે અને વેદનાઓ તો આવા પ્રકારની
આ પ્રમાણે ફરમાવીને ઉપકારી ટીકાકાર પરમર્ષિ, “મનુષ્યગતિ પણ દુઃખથીજ ભરેલી છે.' એમ ફરમાવે છે દુઃખ દુઃખમાં ફરક જરૂર હોય પણ કોઈ એમ ન સમજી લે કે-સંસારમાં એક પણ ગતિ સુખમય છે. જે આત્માઓ વિષય કષાયને આધીન છે તે આત્માઓને આ સંસારમાં કોઇપણ સ્થળે સુખ નથી એ વસ્તુ સુનિશ્ચિત છે અને એજ વાત આ ઉપકારી પરમર્ષિ ફરમાવી રહ્યા છે. સુખ માનનારાઓને આહુદ્વાન :
આ પરમોપકારી, એકાંત પરોપકારની ભાવનાથી : જે લોકો, સંસારમાં આવેલી મનુષ્યગતિમાં પણ સુખ માની રહ્યા હોય તેઓને આહ્વાન કરવા પૂર્વક પણ ફરમાવી ગયા કે
Page 142 of 234