________________
"दुख स्त्रीकुक्षिमध्ये प्रथममिह भवे गर्भवासे नराणां, बालत्वे चापि दुःखं मल्लुलिततनुस्त्रीपयपानमिश्रम् ।
तारुण्ये चापि दुःखं भवति विरहजं वृद्धभावोडप्यसार, संसारे रे मनुष्या / वदत यदि सुखं स्वल्पमप्यस्ति किंचित् //917"
અર્થાત - ‘આ સંસારમાં મનુષ્યોને પ્રથમ દુઃખ, સ્ત્રીની કુક્ષિનો મધ્ય ગર્ભવાસમાં છે : જમ્યા પછી બાળપણમાં પણ, મલથી વ્યાપ્ત શરીરવાળી સ્ત્રીના દુધનું જે પાન તેનાથી મિશ્રિત એવું ઘણું દુઃખ છે : તરૂણ અવસ્થામાં પણ, વિરહથી ઉત્પન્ન થયેલું દુઃખ થાય છે અને વૃદ્ધભાવ પણ અસાર છે. આ કારણથી રે મનુષ્યો ! જો સંસારમાં અતિશય થોડું પણ કંઇક સુખ હોય તો તમે બોલો !
પરમ ઉપકારિનું પુદ્ગલાનંદિઓ પ્રત્યે આ પાછું ન ઠેલી શકાય એવું આહ્વાન છે. જે પુદ્ગલાનંદિઓ, સંસારમાં સુખ માની મનાવીને સ્વપરના હિતનો સંહાર કરી રહ્યા છે : તેઓએ, આ આહ્વાનને અવશ્ય ઝીલી લેવા જેવું છે : પણ તેઓની એ તાકાત નથી કે જેથી તેઓ આ આહ્વાનને ઝીલે. નરકગતિ આદિનો સ્વીકાર નહિ કરનારાઓને પણ આ જ્ઞાનીઓ, મનુષ્યગતિની દુઃખમયતાથી પણ સંસારની દુઃખમયતા સમજાવી શકે તેમ છે. કોણ કહી શકે તેમ છે કે સ્ત્રીની કુક્ષિની અંદર ગર્ભવાસમાં રહેલા આત્માને કારમું દુ:ખ નથી ભોગવવું પડતું ? કોણ કહી શકે તેમ છે કે-બાલ્યપણામાં, અજ્ઞાનના પ્રતાપે આત્માને અનેક દુઃખોના ભોગ નથી થવું પડતું? કોણ કહી શકે તેમ છે કે-તરુણાવસ્થામાં, વિષયાધીનતાના પ્રતાપે ઇષ્ટવિયોગ આદિના યોગે અનેકાનેક દુ:ખો આત્માને નથી અનુભવવાં પડતાં ? અને કોણ કહી શકે તેમ છે કે-વૃદ્ધાવસ્થામાં તૃષ્ણા આદિના યોગ આત્માને અસહ્ય દુ:ખોનો આસ્વાદ નથી લેવો પડતો? આ દુ:ખનો ઇન્કાર કોઇપણ વિચારશીલ આત્માથી થઇ શકે તેમ નથી અને એથી સ્પષ્ટ છે કે- “મનુષ્યગતિના નામે પણ કોઇથી સંસારને સુખમય સાબીત કરી શકાય તેમ નથી.' એજ હેતુથી ઉપકારિનું આહ્વાન પૂર્વક ફરમાન છે કે-સંસારમાં સુખ હોય તો સાબીત કરો. આવું આહ્વાન કરવાનું એકજ કારણ છે અને તે એજ કે-સંસાર દુ:ખમય લાગ્યા વિના આત્મા ધર્મ તરફ આકર્ષાતો નથી. આત્મા જ્યાં બેઠો છે તે એને ખરાબ સમજાય તોજ પ્રતિપક્ષી વસ્તુ તરફ તેને સદૂભાવ જાગે અને એ જગાવવાનો આ ઉપકારિનો હેતુ છે. ગર્ભાવસ્થાની વિષમતા :
ગર્ભાવસ્થાની વિષમતા ખરેખર ન વર્ણવી શકાય તેવી છે. નવ મહિના જેટલો સમય અશુચિથી ભરેલા ગર્ભવાસમાં ઉંધે મસ્તકે લટક્યા કરવું, અશુચિ પદાર્થોનું ભક્ષણ કરવું વિગેરે વિગેરે કંઇ ઓછી આપત્તિઓ છે ? પણ અજ્ઞાન કોઈ એવી વસ્તુ છે કે-જેથી એ બધીએ બની ગયેલી અવસ્થાઓ જાણવામાં નથી આવતી ! એ અજ્ઞાન જ આત્માને સંસારમાં સ્થિર રાખનાર છે ! જે આત્માઓને સંસારથી છૂટી મુક્તિએ પહોંચવું હોય તે આત્માઓએ, પોતાનું અજ્ઞાન ન ટળે ત્યાં સુધી અનંતજ્ઞાનીઓની આજ્ઞાને આધીન થવું એજ હિતાહવ છે. બાલ્યાવસ્થાની અરોચકતા :
જેમ ગર્ભાવસ્થા વિષમ છે તેમ બાલ્યાવસ્થા પણ અરોચક છે. એ અવસ્થા, પાલકના આધારે જ ટકે છે. એ અવસ્થા એવી નાજુક છે કે જેમાં દુઃખમાત્ર અસહ્ય થઈ પડે છે. અજ્ઞાનપણે પણ એ અવસ્થા સાથે સહજ છે.
Page 143 of 234