________________
આયુષ્યવાળા હોય અથવા દેવોની વાવડીઓમાં નીચેના ભાગમાં, દ્રહોમાં નીચેના ભાગમાં જે પાણી રૂપે પાણી રહેલું હોય તેમાં મોટા આયુષ્યવાળા મોટે ભાગે હોય છે. જે જીવોને પાણી જ બહુ પ્રિય હોય, પાણી વગર બેચેન બનતો હોય અને પાણીમાં આસક્તિ રાખીને પોતાનું જીવન જીવતો હોય તો તેવા જીવો પાણીની આસક્તિના કારણે તેમાં લાંબા આયુષ્ય રૂપે ઉત્પન્ન થવા લાયક અનુબંધ બાંધીને ઉત્પન્ન થયા કરે. સાત હજાર વર્ષના આયુષ્યવાળા આઠ ભવ કરી પછી એક અંતર્મુહૂર્ત યોનિ બદલી ફરીથી આઠ ભવ અપૂકાયના કરી પાછી યોનિ બદલે. આ રીતે અસંખ્યાતા કાલચક્ર સુધી સંસારમાં રખડ્યા કરે છે.
જે આ રીતે પાણીની આસક્તિ રાખીને દયાપાળે, દાન દે, શીલ પાળે, જીવનમાં તપ કરે, સારા વિચારોમાં રહે પણ પાણીની આસક્તિ ન જાય તો ત્યાં આવા ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે ઉત્પન્ન થયા કરે છે. અને અનુબંધ જો રદાર બાંધી આટલો કાળ રખડ્યા કરે છે. આ રીતે જીવનમાં દયા પાળવાથી, શીલ પાળવાથી, દાનદેવાથી, તપ કરવાથી જે પુણ્ય બંધાય છે તેના પ્રતાપે ત્યાં બીજા ભવોમાં ખાવા પીવા આદિની ચિંતા ન રહે તે મલ્યા જ કરે તેવા સ્થાનોમાં આ રીતે ઉત્પન્ન થયા કરે છે. અને સંસારમાં ભટક્યા કરે છે.
એક પાણીના બિંદુમાં જેટલા અપકાયના જીવો રહેલા છે. તે દરેક જીવનું શરીર સરસવ જેટલું કરવામાં આવે અને એક લાખ યોજન જંબુદ્વીપમાં મુકવામાં આવે તો પણ તે જીવો જંબુદ્વીપમાં સમાતા નથી આખોય જંબુદ્વીપ ભરાઇ જાય તો પણ આ જીવો વધી પડે એટલા હોય છે.
આ રીતે કેવલજ્ઞાની ભગવંતો એ આ અપુકાય જીવોને પોતાના જ્ઞાનથી જોયેલા છે માટે જેટલી બને એટલી દયા અને જયણા પાળી એવી રીતે જીવન જીવતા શીખો કે જેના કારણે આપણો આત્મા નિરાબાધ એટલે કોઇપણ પ્રકારની પીડા વગરના સુખને એટલે મોક્ષને જલ્દી પામી શકે.
પર્યાપ્તિ-૪. આહાર-શરીર-ઇન્દ્રિય-શ્વાસોચ્છવાસ કોઇપણ સ્થાનેથી જીવ મરીને બાદર પર્યાપ્તા અપૂકાય રૂપ આયુષ્યવાળો બને એટલે એ પ્રકારના આયુષ્યના ઉદયવાળો થાય ત્યારે આયુષ્ય પ્રાણ ચાલુ થાય છે. ઉત્પત્તિના સમયથી આહારના પગલોને ગ્રહણ કરી પરિણાવી અસંખ્યાત સમય સુધી એ પ્રક્રિયા કરીને જે શક્તિ પ્રાપ્ત કરે છે તે શરીર પર્યાપ્તિ કહેવાય છે. ત્યાર બાદ અસંખ્યાત સમય સુધી આહારના મુદ્દગલો ગ્રહણ કરી પરિણાવી જે શક્તિ પેદા કરે છે તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે અને ત્યાર પછી અસંખ્યાત સમય સુધી આહારના પગલોને ગ્રહણ કરી જે શક્તિ પેદા કરે છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય. આ રીતે ચાર પર્યાદ્ધિઓ પૂર્ણ કરી પોતાનું આયુષ્ય જેટલું હોય તેટલા કાળ સુધી આહાર ગ્રહણ કરતો પરિણમાવતો ચારે પર્યાપ્તિઓ ની શક્તિઓને પોષણ આપીને પોતાનું જીવન જીવી રહેલો હોય છે. પ્રાણ-૪ હોય છે. આયુષ્ય-કાયબલ-સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ.
Page 25 of 234