________________
માટી નીકળે તે સચિત્ત ગણાય છે. આથી કોઇ જગ્યાએ જતાં એક હાથથી નીચે સુધીનાં ખાડા ખોદેલા હોય તોતે નીચેની માટી ઢગલા ઉપર આવી ગઈ માટે તે ઢગલા ઉપર ચલાય નહિ અને ખાડો ઓળંગીને જતાં ઢગલાની માટી અંદર પડે તો તે પૃથ્વીકાયની વેદના વધે અને અંદરની માટી સાથે ભેગી થતાં હિંસાનો દોષ લાગે છે. આવી રીતે પણ ઉપયોગ રાખવો જ્ઞાની ભગવંતોએ જરૂરી કહ્યો છે. અહિંસાના અને દયાના પરિણામ જળવાઈ રહે ટકી રહે અને સ્થિર બનતા જાય છે.
એવી જ રીતે ઘરમાં વાપરવા માટે લાવેલું કાચું મીઠું દળેલું, પીસેલું, ખાંડેલું કે ગાંગડા ગમે તેવું તે સચિત્ત પૃથ્વીકાય રૂપે ગણાય છે. તે મહિના, બે મહિના, છ મહિના કે બાર મહિનાનું લાવી રાખે તો તેની મમત્વ બુધ્ધિથી આ મારૂં છે એ પરિણામથી પૃથ્વીકાયને લાયક કર્મબંધ થયાજ કરે છે તેની હિંસાનું પાપ લાગ્યા જ કરે છે. તમે એકલા ઘરમાં હો, સામાયિકમાં હો, બાજુમાંથી મીઠું લેવા આવે અને લઇને ચાલતા થાય તો સામાયિકમાં તમે શું કરો ? એ ય કેમ લે છે ? મારૂં છે? અમે લાવ્યા છીએ લઇ જવાનું નથી ? ઇત્યાદિ વિચારો કે વચનો બોલાય તે સાવદ્ય વચન કહેવાય અને તેનું અનુમોદન કરો તો ચીજ તમારી હોવા છતાં તેનું પણ પાપ સામાયિકમાં લાગ્યા કરે છે. માટે તમોને અનુમોદનના ત્યાગનું એટલે સાવદ્ય વ્યાપારના અનુમોદનના ત્યાગનું પચ્ચખાણ કરાવાતું નથી આ પણ પૃથ્વીકાયની હિંસા કહેવાય. એ કાચા મીઠાનો ઉપયોગ કરતાં, રસોઇમાં નાંખતા બહાર પડે, ગેસ ઉપર પડે, ગમે ત્યાં પડે તો બીન ઉપયોગી હિંસા લાગે. તેનો ઉપયોગ ઘરમાં રહેલાને કરવાનો તો છે જ તો તેને ઓછું દુઃખ થાય, જેટલી જરૂરીયાત હોય તેટલું લેવાય અધિક નહિ એવો ઉપયોગ રાખી જયણા પાળે અને વિચારે કે સંસારમાં બેઠા છીએ માટે આ પાપ કપાળે ચોટેલું છે માટે કરવું પડે છે. ક્યારે સંસારથી છૂટાય એવા વિચારમાં રહીન પ્રવૃત્તિ કરે તો નિર્જરા વધારે થાય અને પાપ નહિવત્ થાય. આ ઉપયોગ રાખવો જરૂરી લાગે છે? હમણાં ને હમણાં ન આવી જાય પણ રોજ વિચારણા કરતાં કરતાં ઉપયોગનો સમય વધારો તો જરૂર તેનો અમલ થાય અને સંસારમાં રહીને પણ નિર્જરા વિશેષ સાધી શકાય.
પૃથ્વીકાયના જીવો બે પ્રકારના હોય (૧) સૂક્ષ્મ પૃથ્વીકાય (૨) બાદર પૃથ્વીકાય
સૂક્ષ્મ પૃથ્વીકાય જીવો ત્રણે ભુવનમાં એટલે કે ચૌદ રાજલો ક રૂપ જગતને વિષે દરેક આકાશ પ્રદેશ ઉપર અસંખ્યાતા અસંખ્યાતા ઠાંસી ઠાંસીને રહેલા હોય છે. કોઈપણ આકાશ પ્રદેશ આ જીવ વગરનો હોતો નથી. આ જીવોનું શરીર એટલું બધુ સૂક્ષ્મ હોય છે કે આપણે આંખોથી દેખી શકતા નથી અર્થાતુ ચર્મ ચક્ષુથી ન દેખાય એવું સૂક્ષ્મ શરીર હોય છે. એક શરીરમાં એક જીવરૂપે રહેલા હોય છે અસંખ્યાતા શરીર ભેગા થાય તો પણ દેખી શકાતા નથી. આ જીવોનું આયુષ્ય એક અંતમુહૂર્તનું હોય છે. આ જીવો હણ્યાહણાતા નથી, ભેદ્યા ભેદાતા નથી, પાણીથી ભીંજાતા નથી, અગ્નિથી બળતા નથી, કોઇપણ શસ્ત્રથી કપાતા નથી એ એમના આયુષ્ય મુજબ ઉત્પન્ન થાય છે અને મરે છે માટે આ જીવોની હિંસાનું પાપ લાગતું નથી છતાં પણ કોઇવાર કોઇ માણસ ઉપર ગુસ્સો પેદા થયેલો હોય તે વારંવાર આંખ સામે આવતો હોય અને કહેવા છતાંય આઘો ન જતો હોય તો ધીમે ધીમે ગુસ્સો વધતા વચન બોલાઇ જાય કે બધાય આવા છે. બધાયથી
Page 7 of 234