________________
જ્યારે કેટલાક આત્માઓ દેવગતિ અને મનુષ્યગતિમાં કર્મ પરવશતાથી પરિભ્રમણ કરે છે. સંસારવર્તિ કોઇ પણ આત્મા એવો નથી કે જેની હયાતિ આ ચાર ગતિ પૈકીની કોઈ પણ એક ગતિમાં ન હોય, કર્મપરવશ આત્માને ઇચ્છાએ કે અનીચ્છાએ આ ચાર ગતિમાંજ ફરવાનું છે. જે આત્મા એ ચારે ગતિઓના પરિભ્રમણથી કાયર થયો હોય તેની ફરજ છે કે તેણે કર્મપરવશ નહિ બનતાં અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા કર્મવિપાકના વર્ણનને સમજી નિર્વેદ અને વૈરાગ્યના ઉપાસક બનવું. જે આત્માઓ પોતાની એ ફરજ અદા કરે છે તેઓ પોતાના આ માનવજીવનમાં સાધ્યને સાધી શકે છે.
જેઓ પોતાના માનવજીવનના સાધ્યને સાધવા ઇચ્છે છે, તેઓ માટેજ ચારે ગતિના કર્મવિપાકનું વર્ણન પરમોપકારી પરમર્ષિઓએ કર્યું છે. અને એજ હેતુથી આ પરમોપકારી ટીકાકાર પરમર્ષિ પણ ચારે ગતિના કર્મવિપાકનું વર્ણન કરે છે. “નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ’ આ ચાર ગતિઓ છે એમ ફરમાવીને નરકગતિના કારમા વિપાકનું વર્ણન કરવા માગતા ટીકાકાર પરમર્ષિ નરકગતિમાં યોનિ વિગેરેનું નિરૂપણ કરતાં ફરમાવે છે કે
“तत्र नरक गतौ चत्वारो योनि लक्षा: पंचविंशतिकूलकोटिलक्षा: जयस्त्रिंशत्सागरोपमाण्युत्कृष्टा स्थिति: वेदनाश्च परमाधार्मिक-परस्परोदीरितस्वाभाविकदुःखानां नारकाणां या भवन्ति ता वाचामगोचरा, यद्यपि लेशतश्विकथयिपोरमिधेयविषयं न वागवतरति तथाडपि कम्मविपाकावेदनेन प्राणिनां वैराग्यं यथा स्यादित्येवमर्थ श्लाकैरेव किंचिदभिधीयते"
ચાર ગતિઓ પૈકીની નરકગતિમાં યોનિ ચાર લાખ છે, કુલકોટિ પચીસ લાખ છે, ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે અને પરમાધાર્મિકોએ ઉદીરેલ, પરસ્પરની ઉદીરેલ તથા સ્વાભાવિક જે દુઃખો તે દુઃખોથી રીબાતા નારકીઓને જે વેદનાઓ છે તે તો વાણીના વિષયમાં આવી શકે તેમ નથી. અર્થાત શબ્દો દ્વારા તેનું વાસ્તવિક સ્વરૂપ વર્ણવી શકાય તેમ નથી. જો કે-લેશથી અભિધેયવિષયને કહેવા ઇચ્છતા અમારી વાણી એના વર્ણનમાં ઉતરી શકે તેમ નથી તો પણ કર્મ વિપાકના આવેદનથી પ્રાણીઓને જે રીતિએ વૈરાગ્ય થાય તે માટે શ્લોકો દ્વારા કાંઇક નારકીઓના દુઃખોનું વર્ણન કરાય છે.
આટલા સામાન્ય વર્ણન ઉપરથી પણ તમે સમજી શકશો કે-ચારે ગતિમાં નરકગતિ એ ઘણીજ કારમી ગતિ છે. ખુદ શાસ્ત્રકારપરમર્ષિ પોતેજ ફરમાવે છે કે-નરકમાં રહેલા જીવોની વેદનાનું વર્ણન એ વચનાતીત છે. ખરેખર ઉપકારીઓના આ કથન ઉપર શ્રદ્ધા નહિ ધરનારા બીચારા મિથ્યાભાવમાંજ સબડે છે અને એ મિથ્યાભાવનાના યોગે સદાને માટે સ્વછંદી બની પાપની પ્રવૃત્તિથી નિર્ભીક બને છે, અને આ દુર્લભ એવા માનવજીવનની પ્રાપ્તિને એળે ગુમાવી દે છે. આવા ધર્મસામગ્રીથી ભરપુર માનવજીવનને પામીને તો પુણ્યશાલી આત્માઓએ મિથ્યાભાવનો ત્યાગ કરી સર્વસ્તુના સેવક બનવું જોઇએ અને અમને ન બેસે તે ખોટું એમ માનવાનો જે ખોટો ઘમંડ તેનો સર્વથા ત્યાગ કરવો જોઇએ.
ધ્યાનમાં રાખજો કે-ખોટો ઘમંડ આત્માને નરક જેવી દુર્ગતિમાં પડતાં નહિજ બચાવી શકે. માનનાર કે નહિ માનનાર ઉભય બહુ આરંભ અને બહુ પરિગ્રહના સેવનથી ઉત્કૃષ્ટ સ્થિતિ જે નરકમાં છે તે સાતમી નરકે ગયા છે; તેવીજ રીતિએ આ લોકમાં વર્તમાન સમયે પણ જેઓ બહુ આરંભ અને પરિગ્રહમાં પ્રસક્ત રહે છે
Page 102 of 234