________________
ધર્મના વિરોધમાં નથી પણ ધર્મી ધર્મી હોવો જોઇએ. તેવા ધર્મીની પાસે અધર્મીને પગ મૂકતાં પણ કંપારી થાય. ધર્મીપક્ષ બળવાન થતો જાય, હેજે સ્થિર હોય તો બીજાને જોવા આવવાનું પણ મન થાય અને આવે તો ધર્મી પણ થાય. જે વસ્તુ વસ્તુસ્વરૂપે છે તે તમને તે સ્વરૂપે સમજાઈ જાય તો આપત્તિ આપોઆપ ટળી જાય. માટે તમે જાતે વસ્તુના સમજદાર થાઓ. કેવળ અમારા દોરવાયેલા દોરવાઓ તે ઠીક છે પણ તમે તમારી મેળે કાંઇક સમજતાં થાઓ. અસત્ય પક્ષ સામે સત્ય પક્ષનો મોરચો મંડાય ત્યારે એક વખત ઉકળાટ થાય. જેમ પહેલા વરસાદમાં જમીન બાફ મારે છે. બધી ગરમી ચૂસાઇ જાય ત્યારેજ ઠંડક વળે છે, તેમ આ કેટલાય કાળની ગરમી શાન્ત કરવા માટે ધોધમાર વરસાદ પડવો જોઇએ.
સૂત્રકાર મહર્ષિ નિર્વેદ અને વૈરાગ્ય પેદા કરવા માટે ચારે ગતિમાં રહેલ જીવોના કર્મ વિપાકને કહેવા ઇચ્છે છે; કારણ કે તે સમજાય તોજ શ્રી જિનેશ્વરદેવનો ધર્મ તમારા આત્મામાં પરિણામ પામે. સૂત્રકાર પરમર્ષિ કર્મ વિપાકનું વર્ણન કરે તે પૂર્વે સૂત્રકાર પરમર્ષિએ પ્રરૂપેલી વસ્તુ સ્પષ્ટતાથી સમજાઇ જાય તે કારણે ટીકાકાર મહર્ષિ, આપણે પ્રથમ કહી આવ્યા તે સઘળીએ વસ્તુઓનું વર્ણન કરવા ઇચ્છે છે. સંસાર એ ચાર ગતિમય છે. આટલું કહ્યા પછી એ ચારે ગતિની દુઃખમયતાનો ચિતાર આપતાં ટીકાકાર મહર્ષિ શું શું વર્ણવે છે, એ આપણે હવે પછી જોશું.
કર્મવશવર્તિ પ્રાણીઓના Áવિપાક્ત વિશિષ્ટ પ્રકારે વર્ણન
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા, પ્રાણિઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય થાય એ હેતુથી છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદેશાના આ બીજા સૂત્રદ્વારા, સંસારવર્તિ પ્રાણીઓને કમને પણ ભોગવવા પડતાં કર્મવિપાકનું વર્ણન કરવા ઇચ્છે છે. આ વસ્તુ તો આપણે અવતરણિકા અને આ સૂત્રના તં સુus fહીં dહીં આ અવયવ દ્વારા જાણી ગયા છીએ. પણ સૂત્રકાર પરમર્ષિ, પોતે જે કર્મવિપાકનું વર્ણન કરવા ઇચ્છે છે, તે કર્મવિપાકનું વર્ણન સહેલાઇથી સમજી શકાય તે માટે બીજા સ્ત્રાવયવોની વ્યાખ્યા કરવા પૂર્વે જ ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા પોતેજ અનેક વસ્તુઓને સ્પષ્ટ કરવાનો સુંદરમાં સુંદર પ્રયત્ન કરે છે. ખરેખર ટીકાકાર મહર્ષિઓનો આ ઉપકાર કોઇ જેવો તેવો નથી, પરમ ઉપકારી ટીકાકાર મહર્ષિઓએ અર્થિ જીવોના ઉપકાર માટે એક સૂત્ર કે એક ગ્રંથની ટીકા કરતાં પોતાના સઘળાય જ્ઞાનનો યથોચિત ઉપયોગ એવી રીતિએ કર્યો છે કે-જો વાંચનાર અને સાંભળનાર વિચક્ષણ, વિવેકી તથા શ્રદ્ધા સંપન્ન હોય તો સહેલાઇથી અનેક સૂત્રો અને ગ્રંથોનું સાચું જ્ઞાન મેળવી શકે. ટીકાકાર મહર્ષિઓએ, કઠિનમાં કઠિન સૂત્રાદિકનું ઘણીજ ઓછી મહેનતે સારામાં સારું અને સ્પષ્ટ જ્ઞાન કરાવવા સાથે અનેક સૂત્રાદિનો સારામાં સારો બોધ કરાવવાનો જે ઉપકાર કર્યો છે તે ખરેજ વચનાતીત છે. જેઓ સૂત્રો ઉપર રચાયેલ ટીકા વિગેરેને નથી સ્વીકારતા તેઓ ખરેજ સૂત્રોના સમ્યજ્ઞાનથી પ્રાયઃ વંચિતજ રહ્યા છે, રહે છે અને રહેશે એમ કહેવામાં કશીજ અતિશયોક્તિ નથી.
અનેક વસ્તુઓ પૈકીની એક વસ્તુને સ્પષ્ટ કરતાં તો ટીકાકાર મહર્ષિએ કહ્યું કેસંસારનું વર્ણન:
સંસાર એટલે ચાર ગતિ અને ચાર ગતિ એટલે સંસાર, અર્થાત્ આખાએ સંસારનો સમાવેશ ચાર ગતિમાંજ થઇ જાય છે. સંસારવર્તિ આત્માઓ પૈકીના કેટલાક આત્માઓ નરક અને તિર્યંચ ગતિમાં રીબાય છે,
Page 101 of 234