________________
તેઓ માને કે ન માને તો પણ એ બહુ આરંભની પ્રવૃત્તિ અને પરિગ્રહની અતિશય આસક્તિ તેઓને નરકગતિમાં ઘસડી ગયા વિના રહેનાર નથી એ શંકા વિનાની વાત છે : એજ કારણે ઉપકારી મહાપુરૂષો આ ભયંકર સંસાર ઉપરથી નિર્વેદ તથા વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટેજ ચારે ગતિના દુઃખોનું જેવું છે તેવું વર્ણન કરે છે. ચાર ગતિમાં કોઇ ભયંકરમાં ભયંકર ગતિ હોય તો તે નરકગતિ છે. એ ગતિમાં રહેલા જીવોને પરમાધામિ દેવો પણ વેદના કરે, તેઓ પરસ્પર પણ લઢે એટલે એની પણ વેદના થાય અને સ્વાભાવિક વેદના પણ ત્યાં વર્ણન ન થઇ શકે તેવી છે. પરમાધામિ દેવો ત્યાં રહે છે એમ નથી પણ ત્યાં રમવા આવે અને કુતુહલ કરે. અનાર્યો અગર તો અનાર્ય જેવાઓ જેમ નાના અને નિરાધાર જીવોને સતાવે છે તેમ ત્યાં પણ એ લોકો નરકના જીવોને ખુબજ સતાવે છે. બીજાને વગર પ્રયોજને સતાવે અને ઇરાદાપૂર્વક બીજાઓનું બુરૂ કરવાનીજ વૃત્તિવાળા મનુષ્યો પણ એક રીતે મનુષ્યલોકના પ૨માધામિ જેવાજ છે એમ સમજો ! નરકના પ૨મામિ પણ પોતાના આનંદ ખાતરજ નરકના જીવોને દુઃખ કરે છે અને એવા કર્મ બાંધે છે કે મરીને ભયંકર યાતનાઓ સહે છે અને દુર્ગતિમાં રીબાય છે. ચારે ગતિમાં કુતુહલી જીવો હોય છે.
ક્યાંથી લાવ્યા ? શાથી જાણ્યું ? જવાબમાં કહે છે, અનુભવથી. પૂછો કે શાથી અનુભવ થયો ? તો કહે કે શાસ્ત્ર ભણ્યો નથી. પછી એને કહો કે શાસ્ત્ર ભણ્યા નથી તો તમારી આ માન્યતાને બહાર ન મૂકો. તો તે કહે કે મૂકવાનો. કોઇ પૂછે કે, એમ કેમ ? તો કહે કે ‘મારી મરજી’ આ બધા ઉત્તરો છપાયેલા છે. આવાઓ આજ મહાત્મા ગણાય છે. પોતે સર્વથા કર્મથી રહિત ન થાય ત્યાં સુધી ચાર પૈકીની કોઇ એક ગતિમાં જ પોતાનું જીવન પસાર કરવાનું છે એ વાતમાં કશી જ શંકા નથી. વેદનાના પ્રકાર અને સ્વરૂપ ઃ
ચાર ગતિઓમાં કોઇ નીચતમ ગતિ હોય તો એક નરકગતિ જ છે. એ નરકગતિની યોનિ આદિ કેટલી છે અને એ ગતિમાં પડેલા આત્માઓ કેવી અને કેટલા પ્રકારની વેદનાઓ ભોગવે છે. એ વસ્તુનું વર્ણન કરતાં પણ ટીકાકાર મહર્ષિ ફરમાવી ગયા કે
‘નરકગતિમાં યોનિ ચાર લાખ છે, કુલ કોટિ પચીસ લાખ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. નરકગતિમાં રહેલા આત્માઓને વેદના ત્રણ પ્રકારની હોય છે. એક પરમાધામી દેવોએ કરેલી, બીજી પરસ્પર યુધ્ધાદિકથી ઉત્પન્ન થયેલી અને ત્રીજી ક્ષેત્રના સ્વભાવથી થતી તથા એ વેદનાઓ એવી હોય છે કે- જેનું વર્ણન વચનાતીત છે.’
આ પ્રમાણે ફરમાવીને વધુમાં ટીકાકાર મહર્ષિએ એમ પણ ફરમાવ્યું કેઃ
લેશથી કહેવાની ઇચ્છા રાખનારની વાણી અભિધેય વિષયને સ્પષ્ટતયા નથી વર્ણવી શકતી, તો પણ જે રીતિએ પ્રાણીઓ કર્મના વિપાકને સમજી શકે અને એને સમજવાથી તેઓને સંસાર પ્રત્યે જે રીતિએ વૈરાગ્ય થાય તે રીતિએ- ‘નીચતમ નરકગતિમાં રહેલા નારકીઓ કેવી કેવી વેદનાઓ ભોગવે છે અને એ ભોગવતાં
તેઓની કેવી દુર્દશા થાય છે.’ –આ વસ્તુ કંઇક કંઇક શ્લોકો દ્વારા અમે કહીએ છીએ.
Page 103 of 234