________________
પરાભવોને પણ સન્માન માનનારી જાત મનુષ્યોમાં પણ જીવતી અને તે પણ નાની સુની નહિ પણ મોટી છે ને
સભામાંથી. હા સાહેબ ! હા છે !
કુતરો તો તિર્યંચ છે, એ બીચારો ન સમજે પણ મનુષ્ય, એમાં પણ શ્રીજિનશાસનને પામેલો ગણાતો તે પણ ન સમજે તો તેને કેવો ગણવો?
સભામાંથી. ઘણોજ ખરાબ.
કુતરાની જાતને તો ન ખબર પડે પણ માનવી એમાં પણ આર્યદેશમાં જન્મેલો પ્રભુશાસનને પામેલો ગણાતો હોય એમાં જો અધમતા દેખાય તો જરૂર ખટકે. ટુકડા રોટલા માટે દંડા ખાઇ ભાગાભાગ કરનાર કુતરાની કિંમત પણ શી બળી છે ? પણ મનુષ્યપણામાં પણ આર્યદેશ, આર્ય જાતિ અને આર્ય કુળમાં જન્મેલાની, પોતાને મહાજૈન તરીકે ઓળખાવનારની, મહાન સુધારકના ઉપનામથી ભૂષિત થયેલાની તથા ઇલ્કાબાર ઇલ્કાબ ધરનારની દશા જો આવી દીનમાં દીન હોય તો એ કેટલી તીરસ્કારપાત્ર દશા છે ! રૂડો રૂપાળો સાધનસંપન્ન શ્રીમાન બળવાન છતાં ભીખ માગે એ કેવો લાગે ?
સભામાંથી. ઘણોજ વિચિત્ર !
તો આથી સમજો કે-મનુષ્યભવ પામીને પણ મોહની મસ્તીમાં પડેલાને સહજ પણ સુખ નથી. ત્રણ પ્રકારના પુરૂષો :
પુરૂષો- “મર્દ, નામર્દ અને અર્ધ મર્દ- આ ત્રણ પ્રકારના હોય છે. મર્દ તે કે જે મોહન કાબુમાં રાખે. કાબુમાં રાખવા છતાં લટુ બની જાય તે અમર્દ અને ગુલામ થાય તે નામર્દ આ વિષયમાં એક દ્રષ્ટાંત છે અને તે વિચારણીય છે.”
- એક દ્રષ્ટાન્ત કોઇ એક બ્રાહ્મણીને ત્રણ પુત્રીઓ હતી. તે બ્રાહ્મણીએ વિચાર્યું કે- “હું તેવો કોઈ ઉપાય કરું કે જેથી મારી પુત્રીઓ પરણ્યા પછી સુખી થાય.” આ પ્રમાણે વિચાર કરીને તે માતાએ પોતાની મોટી પુત્રીને કહ્યું કે
‘તારો પતિ તારા વાસભુવનમાં આવે ત્યારે તારે કોઇ પણ અપરાધ ઉભો કરીને પતિના મસ્તક ઉપર પાદપ્રહાર કરવો, એટલે કે લાત મારવી અને તે પછી તે જે કાંઇ કરે ને તારે મને જણાવવું.'
એ મોટી પુત્રીએ પોતાની માતાને કહેવા પ્રમાણે વાસભુવનમાં આવેલા પોતાના પતિના મસ્તક ઉપર પાદપ્રહાર કર્યો : પોતાની પત્નીના પાદપ્રહારથી રોપાયમાન થવાને બદલે તેણીના અતિશય સ્નેહથી ભરેલા તે પતિએ તો
“હે પ્રિયે ! તારા સુકોમલ ચરણને ઘણી જ પીડા થઈ હશે?” આ પ્રમાણે કહીને તેણે તો પોતાની પત્નીના ચરણની સેવા કરવા માંડી.
આ બનાવ મોટી પુત્રીએ પોતાની માતાને જણાવ્યો. આથી જમાઇની સ્થિતિ માતાએ જાણી લીધી અને એથી તેણીએ પોતાની તે મોટી પુત્રીને કહ્યું કે- “હે પુત્રી! તું તારે ઘેર તારી ઇચ્છા મુજબ વર્તજે, કારણ કે તારો પતિ તારા વચનથી જરા પણ વિરૂદ્ધ વર્તાવ નહિ કરે, એટલે કે-તને આધીન થઈને જ વર્તશે માટે તારે જરાય ડરવાનું કારણ નથી.'
Page 148 of 24