________________
પૃથ્વી, પાણી વિગેરે સ્થાવર છે. તેમાં જીવ માનવા માટે અનેક શાસ્ત્રાધાર છતાં યુક્તિવાદીઓનું મન તેમ માનતાં અચકાય છે. આ એકેંદ્રી જીવોમાં જીવત્વ બતાવવાને માટે તેના એક ભેદરૂપ વનસ્પતિદ્વારા પ્રયત્ન કરવામાં આવેલ છે.
પૃથ્વી, પાણી વિગેરે પાંચે સ્થાવરમાં સાત્મકત્વ યુક્તિયુક્ત છે તથાપિ વનસ્પતિમાં જે સાત્મકત્વ છે તે સ્થૂળ દ્રષ્ટિવાળાને પણ ગમ્ય છે, તેથી તેનું દિગ્માત્ર દર્શન અહીં કરાવવામાં આવે છે. તે અનુસારે બીજા એકેંદ્રી જીવોમાં પણ ચેતના સમજી લેવી.
(૧) વૃક્ષના મૂળમાં જળનું સિંચન કરવાથી તેનો રસ ફળાદિકમાં સ્પષ્ટ જણાય છે તે જો વૃક્ષ ઉચ્છવાસ લેતું ન હોય તો તે રસ ઉંચો શી રીતે ચડી શકે ? મનુષ્યાદિકમાં રસનું પ્રસર્પણ શ્વાસોચ્છવાસ સતે જ પ્રત્યક્ષ જણાય છે અને શ્વાસોચ્છવાસના અભાવે મૃતક વિગેરેમાં તેનો અભાવ દેખાય છે. આ પ્રમાણે અન્વય ને વ્યતિરેકથી રસનું પ્રસર્પણ શ્વાસોચ્છવાસની ખાત્રી આપે છે. વ્યાપ્ય વ્યાપકવિના હોતું નથી. ઉચ્છવાસ આત્માનો ધર્મ છે એ નિર્વિવાદ છે. ધર્મ ધર્મીને ઓળખાવે છે. કેમકે ધર્મ ધર્મી વિના રહેતો જ નથી.
(૨) મનુષ્યોની જેમ વૃક્ષોને પણ દોહદની ઉત્પત્તિ થાય છે અને તેનો દોહદ પૂરાવવાથી હર્ષિત થયેલ હોય તેમ તે ફળે છે. અને જો દોહદ પૂરવામાં ન આવે તો તે સુકાતું જાય છે. દોહદ એટલે ઇચ્છા તે આત્માનો ધર્મ છે. તે આત્માને સ્પષ્ટ કરે છે, કેમકે ઇચ્છાવાળા વિના ઇચ્છા હોતી જ નથી.
(૩) નિયતપણે સંકોચને વિકાસ વિગેરે જે સુર્યવિકાસી ચંદ્રવિકાસી કમળો વિગેરેનો થાય છે તે સંજ્ઞાવાળા આત્માને પ્રત્યક્ષ જણાવે છે. કેમકે સંજ્ઞા સિવાય એ વાત બની શકે નહીં અને સંજ્ઞારૂપ ધર્મ તેના ધર્મી આત્માને સ્કુટ કરે છે.
(૪) મનુષ્યની જેમ વૃક્ષો માં પણ તારતમ્ય રહેલું છે. જુઓ ! કેટલાક એરંડાની જેવા નીચ વૃક્ષો કહેવાય છે અને કેટલાક આંબાની જેવા ઉત્તમ વૃક્ષો કહેવાય છે. કેટલાક કાંટાની જેવા ઉત્કટ હોય છે ને કેટલાક પુષ્પોની જેવા અત્યંત કોમળ હોય છે. કેટલાક વૃક્ષો કુટિલ (વાંકા ચુકા) હોય છે ને કેટલાક સરલ (સીધા) હોય છે. કેટલાક વૃક્ષો કુન્જ (નીચા) હોય છે ને કેટલાક દીર્ધ (ઉંચા-લાંબા) હોય છે. કેટલાક સુષ્ટ વર્ણ, ગંધ, રસ ને સ્પર્શવાળા હોય છે ને કેટલાક અશુભ વર્ણ, ગંધ, રસ સ્પર્શવાળા હોય છે. કેટલાક ઝેરી ઝાડ હોય છે અને કેટલાક નિર્વિષ હોય છે. કેટલાક ફળવાળા હોય છે ને કેટલાક નિષ્ફળ-ફળ જ ન થાય તેવા વંધ્ય હોય છે. કેટલાક ઉકરડામાં ઉગેલા હોય છે ને કેટલાક સુંદર ઉદ્યાનમાં ઉગેલા હોય છે. કેટલાક ચિરાયુષ્યવાળા હોય છે ને કેટલાક શસ્ત્રાદિકથી અલ્પ કાળમાં મૃત્યુ પામે તેવા હોય છે. હવે વિચારો કે જો કર્મ ન હોય તો આ પ્રમાણે ની વિચિત્રતા શી રીતે હોઇ શકે ? કારણમાં જો વિચિત્રતા ન હોય તો કાર્યમાં વિચિત્રતા સંભવે જ નહીં. અને કમ જે છે તે કાયાવડે તેના કર્તા આત્માને બતાવી આપે
Page 186 of 234