________________
છે. કારણકે જેમ ઘડો કુંભાર વિના હોઇ શકતો નથી તેમ કર્મ તેના કર્તા જીવવિના હોઇ શકતા નથી. આ પ્રમાણે વનસ્પતિમાં જીવત્વ સિદ્ધ થાય છે.
(૫) વળી વનસ્પતિમાં સાત્મકત્વ, જન્યાદિ ધર્મો વડે પણ સિદ્ધ થાય છે. કેમકે મનુષ્યાદિના શરીરની જેમજ તેમાં પણ જન્યાદિ ધર્મો રહેલા છે. અનુમાનને આગળ કરીને આગમ પણ વનસ્પતિનું સચેતનપણું સિદ્ધ કરે છે. તે આ પ્રમાણે -
“ જેમ મનુષ્યનું શરીર જન્ય ધર્મવાળું છે તેમ વનસ્પતિનું શરીર પણ જન્ય ધર્મવાળું છે કેમકે તે નવું ઉત્પન્ન થાય છે. આ શરીર જેમ વૃદ્ધિ ધર્મવાળું છે તેમ તે પણ વૃદ્ધિ ધર્મવાળું છે કારણકે ઉત્પન્ન થયા પછી વધે છે.”
આ મનુષ્ય શરીર જેમ શસ્ત્રાદિના ઉપઘાતથી વિનાશ પામે છે તેમ વૃક્ષો પણ શસ્ત્રાદિના ઉપઘાતથી નાશ પામે છે. આ મનુષ્ય શરીર જેમ ચિત્તવાળું છે તેમ તે પણ ચિત્તવાળું છે કારણકે તેને પણ જુદી જુદી ઇચ્છાઓ થાય છે. જેમ આ શરીર છેડાયું થયું પાછું મળી જાય છે તેમ વનસ્પતિનું શરીર પણ છેડાયું થયું પાછું મળી જાય છે-તેનો ઘા રૂઝાઈ જાય છે. જેમ આ શરીર આહાર ગ્રહણ કરે છે તેમ તે પણ આહાર ગ્રહણ કરે છે, કેમકે જો તેને જળાદિકનું પોષણ ન મળે તો તે સુકાઈ જાય છે. જેમ આ શરીર અનિત્ય છે તેમ તે પણ અનિત્ય છે, કેમકે દરેક વૃક્ષ અમુક કાળે તદન નાશ પામી જાય છે. જેમ આ શરીર ચયાપચયવાળું છે એટલે હાનિ વૃદ્ધિ થવાવાળું છે તેમ તે પણ ચયાપચયવાળું છે, કેમકે વૃક્ષ પણ વધે છે અને ઉપઘાતના કારણને પામીને ઘટે પણ છે. જેમ આ શરીર વિપરિણામ ધર્મવાળું છે તેમ તે પણ વિપરિણામવાળું એટલે જુદા જુદા પરિણામને પામવાવાળું છે. જેમ આ શરીરને જન્મ જરા ને મરણ ત્રણ અવસ્થા પ્રાપ્ત થાય છે તેમ વૃક્ષને પણ તે ત્રણે અવસ્થા પ્રાપ્ત થાય છે. તે ઉગે છે, વૃદ્ધ થાય છે ને સુકાઇ જાય છે (મરી જાય છે) જેમ આ શરીર વ્યાધિ, વ્રણ ને તેની ચકિત્સાવાળું છે તેમ વૃક્ષને પણ વ્યાધિઓ આવે છે, વ્રણ પડે છે ને તેની ચિકિત્સા પણ થાય છે કે જેથી તેમાં આવેલો વ્યાધિ (સળો) દૂર થાય છે તેમજ ત્રણ રૂઝાઈ જાય છે. આ શરીરને જેમ હાથ પગ વિગેરે અંગોપાંગ છે તેમ વૃક્ષને પણ શાખા પ્રશાખા વિગેરે થાય છે તે તેના અંગોપાંગ છે. મનુષ્ય (મસ્તક વિના બાકીના) અંગોપાંગના છેદનાદિથી જેમ એકાએક મરણ પામતું નથી તેમ વૃક્ષ પણ તેની શાખા પ્રશાખાદિના છેદનથી નાશ પામી જતું નથી. જેમ કીડા, એળ વિગેરે જીવોને સ્પર્શ કરવાથી સંકોચાય છે-પોતાના શરીરને સંકોચે છે તેમ અમુક અમુક વનસ્પતિ પણ સ્પર્શ કરવાથી સંકોચાય છે. મનુષ્ય જેમ પોતાનું શરીર બચાવવા પ્રયત્ન કરે છે તેમ વેલડી વિગેરે વનસ્પતિઓ પણ પોતાના રક્ષણ માટે વડ વૃક્ષ કે વંડી વિગેરેનો આશ્રય પામીને તેના પર ચડી જાય છે. મનુષ્ય શરીરને જેમ સ્વાપ ને પ્રબોધાવસ્થા પ્રાપ્ત થાય છે તેમ અમુક વૃક્ષો પણ સંકોચને વિકસપણાથી પોતાની સ્વાપને પ્રબોધાવસ્થા બતાવે છે. મનુષ્ય જેમ જુદી જુદી વસ્તુઓ ખાવા પીવા ઇચ્છે છે
Page 187 of 234