________________
કોઇપણ દશામાં વર્તતો કેમ ન હોય છતાં તેના પર્યાયો તેના વીર્ય જનિત હોય છે તેથી કર્મ બંધાય છે.
નિગોદના જીવોને શરીરને લગતી સઘળી ક્રિયા સમાન હોય છે. પરંતુ કર્મનો બંધ ઉદય અને આયુષ્યનું પ્રમાણ એ કાંઇ સઘળા એક સાથે ઉત્પન્ન થયેલાને સરખા જ હોય છે એમ નથી સરખાય હોય તેમ ઓછાવત્તા પણ હોય છે કારણકે સમયે સમયે અનંતમા ભાગ જેટલા જીવો ચ્યવન પામે જ છે અને ઉત્પન્ન થાય છે. આથી સમય સમયના અંતરના આયુષ્યવાળા જીવો નિગોદમાં સદા માટે રહેલા હોય છે.
વનસ્પતિમાં જીવત્વ. હાલનો જમાનો શાસ્ત્ર કરતાં યુક્તિને વધારે પસંદ કરે છે. શાસ્ત્રમાં ગમે તેમ કહ્યું હોય પણ જો તે યુક્તિથી સિદ્ધ થતું ન હોય તો તેને માનતાં આંચકો ખાય છે. માત્ર શાસ્ત્રોક્ત હકીકત માનનારાની શ્રધ્ધાને હાલના જમાનાવાળા આંધળી શ્રદ્ધા તરીકે ઓળખે છે. આવી માન્યતાના પાયામાં એક મોટી ખામી એ છે કે-યુક્તિને તૈયાર કરવા માટે પ્રથમ શાસ્ત્રના અભ્યાસની જરૂર છે. ન્યાયાદિકના અભ્યાસ વિના અમુક હકીકત યુક્તિથી સિદ્ધ છે કે નહીં તે ચોક્કસ કહી શકાતું નથી. નવા જમાનાવાળા ધર્મશાસ્ત્રના અભ્યાસની બાબતમાં બહુધા પ્રમાદવાળા અને નિરાદરવાળા હોય છે. તેઓ પોતે વ્યવહારિક અભ્યાસ જે કરેલો હોય તેનાથી ઉદ્ભવેલી તર્કશક્તિ દરેક હકીકતમાં દોરવે છે પરંતુ ઇંજીનીયર લાઇનવાળાની તર્કશક્તિ જેમ દરદીને જોવામાં–તેના વ્યાધિનો નિર્ણય કરવામાં ચાલી શકતી નથી તેમ ધર્મશાસ્ત્રના બીલકુલ અભ્યાસ સિવાય તેમાં બતાવેલા ઇંદ્રિયગોચર અને અતીન્દ્રિય એમ બંને પ્રકારના પદાર્થોના સ્વરૂપના સંબંધમાં વ્યવહારિક કેળવણીથી ઉદ્ભવેલી તર્કશક્તિ પુરતું કામ કરી શકતી નથી.
હાલના જડવાદીઓની મોટી સંખ્યાવાળા જમાનામાં મનુષ્યમાં પણ જીવત્વ અને પુનર્જન્મ પણ કેટલાક દેશોમાં માનવામાં આવતું નથી તો પછી પશુમાં અને માખી, મચ્છર, કીડી, મકોડા, માંકણ તેમજ એળ અને અળસીયાં જેવા ઝીણા જંતુઓમાં તેમજ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ કે વનસ્પતિમાં જે જીવત્વ અને પુનર્જન્માદિક માનવું તે તો અત્યંત મુશ્કેલ હકીકત છે. સદ્ભાગ્યે ઘણા ખરા અર્થશાસ્ત્રો તો એ બધામાં જીવત્વ માને છે. પરંતુ તેની હિંસાથી લાગતા પાપના સંબંધમાં કેટલાક પશુઓની હિંસામાં જ પાપ માનીને અટકે છે, કેટલાક તેનાથી આગળ વધીને બે ઇંદ્રિય, તેંઇન્દ્રિ, અને ચરેંદ્રિય જીવોમાં જીવ માને છે પરંતુ તેની હિંસામાં તો બેદરકાર રહે છે. ઉપરાંત પૃથ્વી, પાણી વિગેરેમાં જીવત્વ માનનારા અને તેની હિંસા પણ નિષ્કારણ નહીં કરનારા તેમજ સકારણ પણ જેમ બને તેમ ઓછી વિરાધના કરવાના વિચારવાળા માત્રા જૈનોજ છે એમ કહીએ તો તેમાં કાંઇ અતિશયોક્તિ જેવું નથી.
Page 185 of 234