________________
નિગોદના જીવો કયા કર્મથી અનંતકાળ સુધી અતિ દુ:ખીત હોય છે ?
આ સંબંધી સંપૂર્ણ વિચાર જણાવવાને કેવલી સિવાય કોઈ સમર્થ નથી તો પણ તેનો આશય સમજવા સારૂં કિંચિત્ કર્મ પ્રકાર કહેવામાં આવે છે.
નિગોદના જીવો સ્થલ આશ્રવ સેવવાને સમર્થ નથી. પરંતુ તે એક એકને વિધિને એક એક શરીર આશ્રી અનંત રહેલા છે. પૃથક પૃથક્ દેહરૂપી ગૃહથી એટલે શરીર રૂપી ઘરથી રહિત છે. પરસ્પર દ્વેષના કારણભૂત દારિક શરીરમાં સંસ્થિત છે અને અત્યંત સંકીર્ણ નિવાસ મળવાથી અન્યોન્ય વિંધીને નિકાચીત વૈર બાંધે છે જે પ્રત્યેકને અનંત જીવો સાથે ઉગ્રપણે બંધાય છે. હવે જયારે એક જીવે એક જીવ સાથે બાંધેલુ વૈર અત્યંત ગાઢ હોઇને એક જીવે અનંત જીવો સાથે બાંધેલ વૈર અનંત કાળે ભોગવાય તેમાં શું આશ્ચર્ય ? અને તે ભોગવવાનો કાળ અનંત છે. કેદખાનામાં પૂરાયેલા કેદીઓ જેમ પરસ્પર સંમર્દનથી એટલે કે ઘસારાથી પીડાયા છતાં આમાંથી કોઈ મરે અથવા જાય તો હું સુખે રહું ને ભક્ષ્ય એટલે ખોરાક પ્રમાણમાં કાંઇક વધારે મલે એવી દુષ્ટ ભાવનાથી એક એક જીવ પ્રત્યે અશુભ કર્મ બાંધે છે તેમ નિગોદ જીવોના કર્મબંધ વિષે પણ સમજવું. અતિ સાંકડા પાંજરામાં પૂરાયેલા પક્ષીઓ, જાળ વગેરેમાં સપડાયેલા માછલાં પરસ્પરની બાધાથી એટલે પીડાથી ઢેષ યુક્ત થયા છતાં અતિ દુઃખી થાય છે. પંડિતો કહે છે કે ચોરને મરાતો અથવા સતિને અગ્નિમાં પ્રવેશ કરતી કુતુહલથી જોનારા વિના પણ સામુદાયિક અશુભ કર્મ બાંધે છે. જે ખરેખર અનેક જીવોને એક સાથે ભોગવવું પડે છે. એ પ્રમાણે કૌતુકથી બાંધેલા કર્મો નો વિપાક અતિ દુ:ખદાયી થાય છે તો પછી નિગોદ જીવોએ પરસ્પર બાધાજન્ય એટલે પીડાજન્ય વિરોધથી અનંત જીવો સાથે બાંધેલા કર્મોનો ભોગ અનંત કાળ વીત્યા છતાં પૂરો ન થાય તેમાં શું આશ્ચર્ય !
નિગોદના જીવોને મન નથી તો પણ અન્યોન્યની પીડાથી તેમને દુષ્કર્મ તો ઉત્પન્ન થાય જ કારણકે આ અનંત જીવોને ઔદારિક શરીર એક હોય છે. પણ તે અનંતા જીવોને પોત પોતાના તૈજસ શરીર અને કાર્પણ શરીર જૂદા જૂદા હોય છે.
વિષ એટલે ઝેર જાણતાં ખાધું હોય અથવા અજાણતા ખાધું હોય તો પણ તે મારે જ. જાણવામાં ખાધું હોય તો પોતે અથવા બીજા ઉપાય કરે તો તેથી કદાચ બચી જાય પરંતુ અજાણ પણે ખાધેલું તો મારી જ નાંખે. તેવી જ રીતે મન વિના ઉત્પન્ન થયેલું પરસ્પર વૈર અનંત કાળે પણ ભોગવતા પુરૂં થાય નહિ. નિગોદના જીવોને મન નથી પણ મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને કાયયોગ જે કર્મ બંધના હેતુઓ છે તે હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે વીર્ય બે પ્રકારના છે. એક મન ચિંતન સહિત અને બીજું મન ચિંતન રહિત. મન ચિંતન રહિત વીર્યથી પણ દરેક આત્મા સમયે સમયે કર્મ બંધ કરે છે. અહીં જે મન ચિંતન રહિત જે વીર્ય કીધું તે દ્રવ્ય મન રહિત સમજવું. જેમ આહારાદિનું પાચન મનના ચિંતન વિના થાય છે તેમ અનાભો ગથી કર્મ પણ બંધાય છે. જીવ
Page 184 of 234