SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ અને પ્રાણીઓ દ્વારા પીવાય છે. “કૃમિ' નામના બે ઇંદ્રિયોવાળા જીવો, પાદોથી ચૂરી નંખાય છે અને ચટક આદિથી ભક્ષણ કરાય છે. “શંખ' આદિ બે ઇંદ્રિયોવાળા જીવો, ખુબ ખુબ ખોદાય છે. જલોક્સ નામના બેઇંદ્રિય જીવો ખુબ ખુબ ખેંચાય છે અને ગડુપદ આદિ બેઇંદ્રિય જીવો જઠરમાં ઉત્પન્ન થાય છે અને જઠરમાં ઉત્પન્ન થયેલા એ જીવોને ઔષધ આદિ દ્વારા જઠરમાંથી પાડી નખાય છે. પ્રભુશાસનને પામેલા આત્માઓ આ જીવોની થતી આ રીતની બૂરી દશામાં નિમિત્તભૂત થતા જરૂર બચી શકે છે, કારણકે પ્રભુશાસનને પામેલા આત્માઓનું જીવન સ્વચ્છંદી નથી હોતું પણ પરમ વીતરાગ પરમાત્માની આજ્ઞાથી નિયંત્રિત જીવન ગુજારનારા આત્માઓનું ખાનપાન આદિ અને અન્ય પ્રવૃત્તિઓ એવી અનુપમ હોય છે કે જેના પરિણામે તેઓ કોઇપણ આત્માની પીડામાં પ્રાયઃ નિમિત્તભૂત થતા નથી. ત્રીદ્રિયોનો ત્રાસ : ‘બેઇંદ્રિય જીવોની બૂરી દશાનું વર્ણન કર્યા પછી ત્રીદ્રિય જીવોના ત્રાસનું વર્ણન કરતાં એજ આરાધ્યપાદ આચાર્યદેવ ફરમાવે છે કે: "त्रीन्द्रियन्चेडपि सम्प्राप्ते, पटपदीमत्कुणादयः। विग्रज्यन्ते शरीरेण, ताप्यन्ते चोष्णवारिणा //91/ पीपीलिकास्तु तुद्यन्ते, पादैः सम्मार्जनेन च । अदश्यमानाः कुन्थ्वाद्या, मश्यन्ते चासनादिभिः ////" ‘ધૂકા” અને “મકુણ' આદિ જીવો ત્રીદ્રિયપણાને પામેલા છે એટલે યૂકા આદિ જીવોને ‘૧- સ્પર્શના, ર રસના અને ૩- ઘાણ' આ ત્રણ ઇંદ્રિયો હોય છે. ત્રણ ઇંદ્રિયોવાળા જીવો પૈકીના “જુ અને માંકડી આદિ જીવો શરીરદ્વારા પ્રમાદી આત્માઓથી મર્દન કરાય છે અને દયારહિત આત્માઓ એ જીવોને ઉષ્ણ પાણી દ્વારા તપાવે છે. નિર્દય આત્માઓ ત્રણ ઇંદ્રિયોવાળી કીડીઓને પગેથી પીડે છે. અને પ્રમાદી આત્માઓ સંમાર્જન કરતાં પીડે છે : ન દેખી શકાય તેવા કુંથુ આદિ ત્રણ ઇંદ્રિયોવાળા જીવો ઉપયોગહીન આત્માઓ દ્વારા આસન આદિથી પીડાય છે. ચતુરિંદ્રિયોની પીડા : ત્રણ ઇંદ્રિયોવાળા પ્રાણીઓની ત્રાસજનક દશાનું વર્ણન કર્યા પછી ચાર ઇન્દ્રિયોવાળા પ્રાણીઓની પીડાઓનું વર્ણન કરતાં એજ અનંત ઉપકારી આચાર્ય ભગવાન્ ફરમાવે છે કે "चतुरिन्द्रियताभाज:, सरघाममरादयः । मधुमक्षर्विराध्यन्ते, यष्टिलोष्टादितादनैः //91/ ताडयन्ते तालवृन्तायै-गि दंशमशकादयः । ग्रस्यन्ते गृहगोधाध-मक्षिकामर्कटादयः ////' । સરઘા-મધુમક્ષિકા અને ભ્રમર' આદિ જીવો ચાર ઇન્દ્રિયોને ભજનારા હોય છે અર્થાત્ એ જીવોને “૧સ્પર્શના, ૨- રસના, ૩-થ્રાણ, ૪-ચક્ષુ” આ ચાર ઇદ્રિયો હોય છે. આ ચાર ઇન્દ્રિયોને ધરનારા “સરઘા અને ભ્રમર' આદિ જીવોને મધુભક્ષીઓ. લાકડી અને પત્થર આદિના તાડનથી વિરાધે છે : શરીરના પુજારીઓ દ્વારા, દંશ અને મરાક આદિ ચાર ઇંદ્રિયોવાળા જીવો પંખા આદિથી એકદમ તાડન કરાય છે અને ગૃહગોધા આદિ હિંસક જીવો દ્વારા મક્ષિકા અને મર્કટ આદિ ચતુરિંદ્રિય જીવો ગ્રસિત કરાય છે. Page 63 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy