________________
જાય છે. તેમ વિષયકષાયની ઉપાસનામાં રક્ત બનેલા આત્માઓ પણ પ્રાપ્ત થયેલા મનુષ્યજન્મને ઘણીજ ખેદજનક રીતિએ હારી જાય છે !
ખેદની વાત છે કે-પ્રમાદપરવશ મનુષ્ય, સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિમાં કારણભૂત એવા મનુષ્યપણાને પામવા છતાં નરકની પ્રાપ્તિમાં ઉપાયરૂપ જે જે પાપકર્મો તેની આરાધનામાં ઉઘુક્ત થાય છે !
દુઃખની વાત છે કે જે મનુષ્યપણું પામવાની અનુત્તર સુરો પણ પ્રયત્નપૂર્વક આશા કર છે તે પ્રાપ્ત થયેલા મનુષ્યપણાને પાપી આત્માઓ પાપ કાર્યોમાં યોજે છે !
શું આ ઓછી અધમતા ગણાય? સભામાંથી-ઘણી જ.
જે મનુષ્યભવ, શમિલાયુગના યોગથી સૂચિત થતાં દશ દશ દ્રષ્ટાંતોથી દુર્લભ છે તેની કારમી રીતિએ નાશ કરી દેવો, જે મનુષ્યભવ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિમાં કારણભૂત છે તે મનુષ્યભવમાં નરક પ્રાપ્તિના ઉપાયોની ઉપાસના કરવી અને જે મનુષ્યભવની આશા પ્રયત્નપૂર્વક અનુત્તર વિમાનમાં વસતા સર્વોત્તમ સુરો કરે છે તે મનુષ્યભવને પાપકારવાઇમાં યોજવો એ ખરેજ અવધિ વિનાની અધમતા છે. મનુષ્યભવનું દુઃખ પ્રત્યક્ષ છે :
એવી ભયંકર અધમતાની ઉપાસનામાં પડેલા આત્માઓનું દુઃખ વર્ણવતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજા વર્ણવે છે કે
__ “परोक्ष नरके दुःखं, प्रत्यक्ष नरजन्मनि ।
નરકમાં પરોક્ષ દુઃખ છેત્યારે નરજન્મમાં પ્રત્યક્ષ દુઃખ છે માટે મનુષ્યજન્મના દુઃખસમુદાયને વિસ્તારથી શા માટે વર્ણવવો જોઇએ : અર્થાત્ મનુષ્યજન્મનું દુ:ખે પ્રત્યક્ષ હોવાથી તેને વિસ્તારથી વર્ણવવાની કશીજ આવશ્યક્તા નથી. ડહાપણ શામાં? :
કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ કરેલું આ વર્ણન કલ્યાણાર્થિ આત્માઓએ ખુબ ખુબ વિચારવા જેવું છે. ગુણસંપન્ન જે જે ઉપમાઓ એકાંત હિતબુદ્ધિથી એ ઉપકારી આચાર્યદેવે આપી છે એથી ઉભગી જવાની જરૂર નથી પણ અનુપમ વિવેકી બનીને એ ઉપમાઓ આપવાનો એ ઉપકારીનો જે આશય છે તેને સમજી લઇને એ ઉપકારીના આશયને સફલ કરવા ઉઘુક્ત થવું એ જરૂરી છે. ઉપદેશાત્મક ઉપાલભ્યોને હિતકર તરીકે અંગીકાર કરવા એમાં જ ડહાપણ છે. એ વિષયમાં ભવાભિનંદી આત્માઓની સલાહને આધીન થવું એ પોતાના જ હાથે પોતાના આત્માનું અહિત કરવા બરાબર છે માટે ઉપકારીઓની ઉપકારક પ્રવૃત્તિઓમાં એવા આત્માઓથી બહુ જ સાવધ રહેવાની જરૂર છે, ઉપકારીઓના કટુ શબ્દો એકાંત હિતકર હોવાથી સંસારરૂપ રોગનો નાશ કરવા માટે અમોધ ઔષધસમા છે. એ ઔષધનું સેવન મુમુક્ષુ આત્માઓએ અહર્નિશ આનંદ અને ઉલ્લાસભર હૃદયે કર્યાજ કરવું જોઇએ.
મનુષ્યના ભેદોનું વર્ણન સમાપ્ત
Page 169 of 24