________________
નાસ્તિકપણું આવ્યું. એવાઓ તો આપત્તિના સમયે રોદણાં રોતા આવે, પણ એવાઓને સાધુ શું કહે ? એવાઓને સાધુ તો એ જ કહે કે- ‘માવોયન્ અને સંસાર સ્વનાવોડય પ્રભુ શાસનનો પ્રતાપ ઃ
ખરેખર આજે તત્ત્વદ્રષ્ટિની વિચારણા મોટે ભાગે નાશ પામી છે, અન્યથા શ્રાવક, સાધુ પાસે આવીને ‘ખાવા નથી મળતું' એમ કહે ? પણ એ બધું કોણે શીખવ્યું ? કહેવું જ પડશે કેસંસારીઓ સાથે માનપાન માટે ભેગા ભળેલાઓએ જ પ્રાયઃ એવું એવું શીખવ્યું છે. સાધુતાના મર્મને સમજનારા સાધુ તો કહે કે- ‘ભાઇ ! એવી કરણી કર કે ભવિષ્યમાં આવું ન થાય.' આવી આવી શુદ્ઘ પ્રરૂપણાના પ્રતાપે સાધુ પાસે આવેલો પણ એવું પામી જાય કે-એને ઠંડક વળે. મુનિ સાધર્મિના ઉદ્ઘારનો, સાધર્મિની ભક્તિનો ઉપદેશ અવશ્ય આપે, પણ પેલાને તો મુનિ એમજ કહે કે-પ્રભુનું શાસન પામીને આવી દીનતા નજ કરાય, કારણકે-સુખ અને દુ:ખ તો કર્મના યોગે આવે અને જાય. શ્રી શાલિભદ્ર જેવા સાહ્યબીવાળા જે સમયે વસે, તેજ સમયે સાડાબાર દોકડાની મુડીવાળો પણ શાંતિથી વસે, એ શ્રી ભગવાન્ મહાવીરના શાસનમાં પણ બીજે નહિ. શ્રી શ્રેણિક મહારાજા, પોતાથી પણ અધિક શ્રી શાલિભદ્રની ઋદ્ધિ જૂએ તે છતાં પણ ઇર્ષ્યા ન થાય, એ પ્રભુના શાસનનો જ પ્રભાવ. શ્રી શાલિભદ્રની બત્રીસ સ્ત્રીઓ આનંદ કરે અને ઘરનો વહીવટ માતા કરે, છતાંપણ એ માતાને એમ ન થાય કે-હું કામ કરૂં અને વહુઓ બેસી રહે એ પણ ભગવાનના શાસનનો પ્રતાપ. જંગલની મુસાફરીમાં રાખવામાં આવે છે, જેને મેણા કહે છે. શાહુકાર, મેણા સાથે ચાલતાં શોભે ? એ એની આજ્ઞા મુજબ ચાલે ? હા ! ન ચાલે તો લુંટાઇ જાય. એ સાથે ન હોયતો એજ લુંટે. એને આઠ આના આપી સાથે લેવામાં આવે છે એનો હેતુ એ છે કે એની જાતના લુંટારા લૂંટી શકે નહિ. જે રાગ લૂંટી રહ્યો છે તે શ્રી જિનેશ્વરદેવના શાસન પ્રત્યે થાય તો તે વળાઉ છે. દુનિયાના પદાર્થ માટે થતા કષાય તે લુંટારા છે. પણ એજ કષાય પ્રભુ માર્ગને સાચવવા થાય તો તે વળાઉ છે. વળાઉ સાથે રહે, દુશ્મનથી બચાવે અને હદથી પાછો વળે. તેવી રીતે પ્રશસ્ત કષાય, રાગ વિગેરે અયોગ્ય કાર્યવાહીથી બચાવે અને આત્મા નિર્મળ થાય કે એ આપોઆપ પાછા વળે. વીતરાગદશા નથી આવી ત્યાં સુધી ધર્મરક્ષા માટે, આત્મરક્ષા માટે, પ્રશસ્ત કષાયો હેયકોટિના નથી. શ્રી દશાર્ણભદ્ર રાજાનું અભિમાન પ્રશસ્ત હતું પણ મારાપણાનો ઉકાંટો અપ્રશસ્ત હતો. અયોગ્યને સુધારવાની લાલાશમાં વાંધો નહિ પણ હૈયામાં કાળાશ થાય તો જરૂર ડાઘ લાગે. વળાઉને પણ રાજી રખાય, સારૂં ખાવા અપાય પણ માલ ન દેખાડાય, હીરામાણેકને પન્નાની થેલી ન બતાવાય, નહિ તો એજ વળાઉં જરાક છેટે જઇ લૂંટે. અગર લૂંટાવે. વાઘ કે સિંહના બચ્ચાં પાળનારા માલીકો પોતાનું શરીર એમને ચાટવા ન દે, કેમકે જાણે છે કે દાંત બેઠા અને લોહી ચાખ્યું તો એ પ્રાણી જાતનો ભાવ ભજવ્યા વિના ન રહે. આથી જ પ૨મોપકારી શાસ્રકાર પરમર્ષિઓ ચેતવે છે કે પ્રશસ્ત કષાયોને પણ મતલબ પૂરતાજ રાખવાના છે માટે એને પણ આધીન ન થતા. આધીન થનારનો આ શાસનમાં પક્ષપાત નથી.
Page 232 of 234