SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મરક્ષા માટે, પ્રશસ્ત કષાયો હેયકોટિના નથી. શ્રી દશાર્ણભદ્ર રાજાનું અભિમાન પ્રશસ્ત હતું પણ મારાપણાનો ઉકાંટો અપ્રશસ્ત હતો. અયોગ્યને સુધારવાની લાલાશમાં વાંધો નહિ પણ હૈયામાં કાળાશ થાય તો જરૂર ડાઘ લાગે. વળાઉને પણ રાજી રખાય, સારૂં ખાવા અપાય પણ માલ ન દેખાડાય, હીરામાણેકને પશાની થેલી ન બતાવાય, નહિ તો એજ વળાઉં જરાક છેટે જઈ લૂંટે. અગર લૂંટાવે. વાઘ કે સિંહના બચ્ચાં પાળનારા માલીકો પોતાનું શરીર એમને ચાટવા ન દે, કેમકે જાણે છે કે દાંત બેઠા અને લોહી ચાખ્યું તો એ પ્રાણી જાતનો ભાવ ભજવ્યા વિના ન રહે. આથી જ પરમોપકારી શાસ્ત્રકાર પરમષિઓ ચેતવે છે કે પ્રશસ્ત કષાયોને પણ મતલબ પૂરતાજ રાખવાના છે માટે એને પણ આધીન ન થતા. આધીન થનારનો આ શાસનમાં પક્ષપાત નથી. જેનું પરિણામ સારું તે પ્રશસ્ત સમજો અને જેનું પરિણામ ખોટું તે પ્રશસ્ત દેખાતા હોય છતાંય અપ્રશસ્ત સમજો . અભવ્યનું સંયમ સુંદર છતાં શાસ્ત્રકારે અનર્થકર નિષ્ફળ પ્રાદય કહ્યું કારણકે તે પૌગલિક લાલસાઓથી ભરેલું જ છે : આથીજ નિર્વેદ તથા વૈરાગ્ય વિના ધર્મ પામી શકાતો નથી અને પાળી શકાતો નથી: એજ કારણે સૂત્રકાર પરમર્ષિ સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય થાય તે માટે કર્મના વિપાકનું વર્ણન કરે છે, એ વિપાકનું વર્ણન કરતાં સૂત્રકાર પરમર્ષિ અને ટીકાકાર મહર્ષિ શું શું ફરમાવે છે એ આપણે ક્રમસર જ્ઞાની મહારાજાએ ભાળ્યું હશે તે હવે પછી જો શું - કર્મવશવર્તિ પ્રાણીઓના કર્મવિપાનું વિશિષ્ટ પ્રકારે વર્ણન કર્મવિપાક્ત વર્ણન શા માટે ? સંસારવર્તિ પ્રાણીઓને નિર્વેદ તથા વૈરાગ્ય ઉત્પન્ન કરાવવાના જ એક ઇરાદાથી સૂટકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી આ છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદેશાના બીજા સૂત્રોદ્વારા, કર્મના વિપાકનું વર્ણન કરવા માગે છે, કેમકે કર્મવિપાકના યોગે થતી સંસારની દુઃખમયતા સામાન્ય રીતે પણ સમજાય નહિ ત્યાં સુધી નિર્વેદ આવતો નથી અને વૈરાગ્ય ભાવના જાગૃત થતી નથી. તથા નિર્વેદ અને વૈરાગ્યવિના શ્રી જિનેશ્વર દેવનો માર્ગ રૂચતો નથી. પ્રભુના માર્ગની રૂચિ માટે નિર્વેદ તથા વૈરાગ્ય એ પ્રબળ સાધન છે. નિર્વેદ એટલે સંસારને કારાગાર માનવો અને એનાથી ક્યારે છૂટાય એ ભાવના થાય છે. એ નિર્વેદના યોગે એ કે એક સંસારના પદાર્થ પ્રત્યે રાગ પાતળો પડે એ વૈરાગ્ય. એ થાય ત્યારે જ્ઞાનીનો માર્ગ સારામાં સારી રીતિએ આરાધાય. શ્રી વીતરાગ પ્રભુના માર્ગમાં દુનિયાદારીનાં પદાર્થોની અભિલાષાનો પણ નિષેધ છે કારણ કે-મળ્યું હોય એ પણ મુકવાનો એમાં ઉપદેશ છે. અર્થકામ, પૈસોટકો, રાજઋદ્ધિ વિગેરે મેળવવાની મહેનત તો સૌ કરે પણ આ શાસનમાં તો એ બધું મૂકવાની મહેનત છે. બહારથી છોડવાની સાથે હૈયેથી પણ ખસવું જોઇએ : આજ કારણે ધર્મની પ્રાપ્તિ માટે સામાન્ય રીતિએ પણ નિર્વેદ તથા વૈરાગ્ય એ ગુણોની અનિવાર્ય જરૂર છે. જયારે સંસાર પ્રત્યે નિર્વેદ આવે ત્યારે સંસારની પ્રતિપક્ષી વસ્તુ Page 209 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy